” RAW MANGO ROCKS ….!!!! “

Tangy-Raw-Mango-and-Mint-Drink

સામગ્રી :-

– બાફેલી કાચી કેરી : ૨૫૦ gm

– ખાંડ : ૨૫૦ gm

– શેકેલ જીરૂ પાવડર : ૧ ટી.સ્પુન

– આદુ : ૧ ટુકડો

– લીંબુનો રસ : ૧ ટી.સ્પુન

– જલજીરા પાવડર : ૧ ટી.સ્પુન

– બાફેલ પાલકના પાન : ૧૦ નંગ [ નેચરલ કલર માટે ]

 

રીત :-

સૌ પ્રથમ ખાંડ ડૂબે એટલું પાણી લઇ તેની એક તારની ચાસણી તૈયાર કરી ઠંડી પાડવી. ત્યારબાદ બાફેલ કાચી કેરીનો પલ્પ, આદુનો ટુકડો, જીરૂ પાવડર, જલજીરા પાવડર, ચપટી મીઠું, પાલકના પાન, બધું જ મિક્સ કરી મિક્સરમાં ચર્ન કરી લેવું. આ મિશ્રણને ગાળીને ચાસણીમાં મિક્સ કરી એક સ્ટોરેજ બોટલમાં ભરી લેવું. સર્વ કરવા માટે તૈયાર શરબતનો એક ભાગ ૩ ભાગ પાણીમાં મિક્સ કરી ચિલ્ડ સર્વ કરવું. આ શરબતથી ઉનાળાની લુ, ઝરતી ગરમીથી ઘણી જ રાહત મળશે અને ઠંડક પ્રદાન થશે….!!!!

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block