કાચી કેરી અને ડુંગળીનું કચુંબર – ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે બનાવો આ કચૂંબર ……

કાચી કેરી અને ડુંગળીનું કચુંબર ( Raw mango &. Onion Salad)

ઉનાળાની વધતી જતી ગરમીમાં લૂથી બચવા માટે કાચી કેરી અક્સીર ઉપાય છે. સાથે જ ગરમીના કારણે શરીર થતી અળાઇને પણ દુર કરે છે. કાચી કેરી ગરમીમાં શરીરને આંતરીક ઠંડક આપે છે જેથી શરીરનું તાપમાન જળવાઇ રહે છે અને ગરમી સામે લડી શકે છે.

કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવા માટે જોઈતી સામગ્રી:

  • 2 મીડીયમ સાઇઝની કાચી કેરી,
  • 1 મીડીયમ સાઈઝની ડુંગળી,
  • 1 ચમચી શેકેલું જીરું પાઉડર,
  • 1.5 ચમચી લાલ મરચુ પાઉડર,
  • મીઠું સ્વાદ મુજબ

કાચી કેરી અને ડુંગળીનું કચુંબર બનાવવાની રીત:

સૌ પ્રથમ બને કાચી કેરીને ધોઈ પછી બને કેરીને લૂછી લેવી.પછી એક કેરીનું ખમણીની મદદથી છીણ કરશું, અને એક કેરીની નાની નાની કટકી કરશું.

પછી ડુંગળીને ઝીણી ઝીણી સમારી લેવી.આવી રીતે એક કેરીનું છીણ, એક કેરીની કટકી અને ડુંગળીની કટકી તૈયાર કરવી. હવે કેરીનું છીણ, કટકી અને ડુંગળી ની કટકી બધું એક મોટા બાઉલમાં લઈ લેવું.પછી તેને મિક્સ કરી તેમાં શેકેલા જીરુંનો પાઉડર, લાલ મરચું પાઉડર અને મીઠું ઉમેરવું. પછી બધું બરાબર મિક્ષ કરી લેવું. તો તૈયાર છે ખાટું તીખું એવું મસ્ત ચટાકેદાર કચુંબર સલાડ.

નોંધ: તમે બને કેરીનું છીણ અથવા બને કેરીની નાની કટકી કરી શકો છો. સલાડ ખાટું તીખું તો બનશે પણ જો તમને જોડે જોડે ગળ્યું પણ પસંદ હોય તો થોડી ખાંડ પણ ઉમેરી શકો છો. લાલ મરચું પાઉડર તમે વધ-ઘટ્ટ કરી શકો છો...

વિડીયો જોવા માટે ક્લિક કરો :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી