રો મેંગો લૌનજી/ મથુંમ્બો/કાચી કેરીનું શાક – ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ઠંડક પહોચાડતું આ શાક ટ્રાય કરજો…..

રો મેંગો લૌનજી/ મથુંમ્બો/કાચી કેરીનું શાક (Raw Mango Lauji)

ઉનાળો એટલે કેરીની સીઝન, કાચી હોય કે પાકી કેરી સૌની ભાવતી હોય છે. ઉનાળાની ગરમીમાં લૂથી બચવાથી લઇને પેટમાં ટાઢક સુધીનું કામ કેરી કરે છે. અત્યારે બઝારમાં કાચી કેરીની સરસ મળી રહી છે,તો ચાલો તેમાંથી બનતી એક વાનગી શીખીયે…

મથુંમ્બો બનાવવા માટે જોઈતી સામગ્રી:

 • 3 મીડીયમ કાચી કેરી,
 • ૧ ચમચો તેલ,
 • ૧ નાની ચમચી રાઈ,
 • ૧ નાની ચમચી જીરું,
 • ચપટી હિંગ,
 • 1 નાની ચમચી મેથીના દાણા,
 • ૩-૫ લીમડાના પાન,
 • ૧ સુકું લાલ મરચું (ઓપ્શનલ),
 • ૧.૫ ચમચી લાલ મરચું,
 • મીઠું,
 • ૧/૨ ચમચી હળદર,
 • ૨ ચમચી ધાણાજીરું,
 • 3 ચમચા દેશી ગોળ.

મથુંમ્બો બનાવવા માટેની રીત:

સૌ પ્રથમ કેરીના નાના કટકા કરી લેવા.પછી તેમાં મીઠું ઉમેરી ચોળીને 10 મિનિટ રહેવા દેવું, જેથી કરીને ખટાશ નીકળી જાય. પછી કડાઈમાં તેલ લઇ તેમાં રાઈ, જીરું, હિંગ, મેથીના દાણા અને લીમડાના પાનનો વઘાર કરવો.હવે તેમાં હળદર ઉમેરી હલાવી કેરીની કટકી ઉમેરવી. સહેજ વાર ચડવા દેવું.પછી તેમાં ગોળ ઉમેરી હલાવી થોડીવાર ચડવા દેવું.પછી તેમાં ધાણાજીરું અને લાલ મરચું ઉમેરી મિક્ષ કરવું.સહેજ ઘટ્ટ થાય એટલે તૈયાર રો મેંગો લૌજી અથવા મથુંમ્બો.

નોંધ: – સુકું લાલ મરચું વઘાર વખતે ઉમેરી શકો છો. આ મથુંમ્બાને કાચની નાની બરણીમાં ૩-૪ દિવસ સુધી ફ્રીજમાં રાખી સ્ટોર કરી શકાય, ૧-૨ દિવસ બહાર પણ રાખી શકાય,એટલે બહાર પીકનીક કે મુસાફરીમાં થેપલા જોડે ખાવા માટે બેસ્ટ ઓપ્શન છે. તમે મીઠું ઉમેરી થોડીવાર રાખવા વાળું સ્ટેપ સ્કીપ પણ કરી શકો છો. ગળપણમાં ગોળ આપના ટેસ્ટ મુજબ વધઘટ કરી શકાય.

વિડીયો જોવા માટે અહી ક્લિક કરો :

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી