આજનો દિવસ – મુક સેવક રવિશંકર મહારાજ વિષે આટલું જાણો આજે…

જન્મ : ૨૫/૨/૧૮૮૪ ન્મની વિગત ૨૫ ફેબ્રુઆરી, ૧૮૮૪
(વિ.સં. ૧૯૪૦, મહા વદ ચૌદશ (મહા શિવરાત્રિ)) રઢુ, ખેડા જિલ્લો
(બ્રિટિશ રાજ સમયનું માતર તાલુકાનું ગામ)

? મૃત્યુ ૧ જુલાઇ, ૧૯૮૪ બોરસદ

? રહેઠાણ સરસવણી

? રાષ્ટ્રીયતા ભારતીય

? હુલામણું નામ રવિશંકર મહારાજ, કરોડપતિ ભિખારી

? અભ્યાસ પ્રાથમિક છ ધોરણ

? ક્ષેત્ર સમાજ સેવા, સ્વતંત્રતા સેનાની વતન સરસવણી

? ખિતાબ મૂકસેવક, સતત ચાલતા રહેલા સાચા સંત, મુઠ્ઠી ઊંચેરો માનવી, કરોડપતિ ભિખારી, ગુજરાતના બીજા ગાંધી

? ધર્મ હિંદુ

? જીવનસાથી સૂરજબા

? માતા-પિતા નાથીબા, શિવરામ વ્યાસ

? થોડુ વધારે પણ અગત્યનુ

રવિશંકર વ્યાસ (૧૮૮૪–૧૯૮૪) એ ગુજરાતના ભારતીય સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સુધારક હતાં. તેમના સમાજપયોગી કાર્યોને કારણે તેઓ પૂજ્ય રવિશંકર મહારાજ તરિકે ઓળખાયા. તેઓ મહાત્મા ગાંધી અને સરદાર વલ્લભભાઈ પટેલના શરૂઆતી કાળના અંતેવાસી હતાં. ૧૯૨૦ અને ૧૯૩૦ ના દશકમાં તેમણે નરહરી પરીખ અને મોહનલાલ પંડ્યા જેવા સહયોગીઓ સાથે મળીને ગુજરાતમાં ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામનું આયોજન કર્યું હતું.

ગુજરાતના ગૌરવ સમા લોકસેવક રવિશંકર મહારાજે અનેક લોકોનું હૃદય-પરિવર્તન કર્યુ હતું !

ગુજરાતના ખેડા જિલ્લાના સરસવણી ગામમાં શિવરામ માસ્તરના ઘેર ઇ.સ.૧૮૮૪માં રવિશંકર મહારાજનો જન્મ થયો હતો. માતા નાથીબા એમને બાળપણથી જ રામાયણ અને મહાભારતની કથાઓ સંભળાવતી. નાથીબા આખો દિવસ કામ કરતા અને મુખેથી ભગવાનનું નામ લેતા. આને કારણે રવિશંકરના જીવનમાં કર્મનિષ્ઠા અને ભક્તિપરાયણતા વણાઇ ગયા.

પિતાના મૃત્યુ બાદ ઘર-ગૃહસ્થીની બધી જવાબદારી એમના માથે આવી જે તેમણે ખૂબ કુશળતાથી નિભાવી. એટલામાં ગાંધીજીની ચળવળો શરૃ થઇ. રવિશંકર મહારાજ એનાંથી બહુ પ્રભાવિત થયા અને એમાં તન-મન-ધન થી યોગદાન આપવા લાગ્યા. એક દિવસ મહારાજે તેમની પત્ની સૂરજબાને કહ્યું- ‘આજથી આપણા બાળકો સરકારી સ્કૂલમાં નહી ભણે !’થોડા દિવસ પછી ફરી એમને આદેશ થયો- ‘તમારી બધી સૂતરની રેશમી સાડીઓ બહાર કાઢો’ સૂરજબાએ પૂછ્યું- ‘કેમ ?’ તેમણે જવાબ આપ્યો- ‘મહાત્મા ગાંધીજીની આજ્ઞાા છે કે મિલમાં બનેલા વિદેશીઓના કપડાની હોળી કરી દો.’

સુરજબાએ કહ્યું- ‘શુ તમે બધી રેશમી સાડીઓ સળગાવી દેશો ?’રવિશંકર મહારાજે કહ્યું, હા, તમારે શું જોઇએ છે ? ‘કપડા, પૈસા કે હું ?’સૂરજબાએ તરત નિર્ણય કરી દીધો અને જરાય કચવાટ વગર પોતાની તમામ વિદેશીઓ દ્વારા મિલમાં બનેલી સાડીઓની હોળી કરી દીધી. આમ, રવિશંકર મહારાજ કર્મયોગમાં પૂરેપૂરા લાગી ગયા.

રવિશંકર મહારાજ એકવાર લૂંટારાઓની ટોળી રહેતી હતી તે જંગલમાં તેમને મળવા ગયા. ચારે બાજુ ગાઢ અંધકાર છવાયો હતો બન્ને બાજુ રહેલી ટેકરીઓની વચ્ચેથી વહેતું હતું એક નાનું સરખું ઝરણું વાતાવરણને ભયંકર બનાવી દે તેવો જીવજંતુઓનો અવાજ..ક્યાંક રાની પશુઓની પણ ગર્જના.. એ કશાની પરવા કર્યા વિના રવિશંકર આગળ વધી રહ્યા હતા. ત્યાં એક ભારેખમ અવાજ તેમના કાને પડયો. ‘ખબરદાર’ એક ડગલું પણ આગળ વધીશ તો ગોળી છુટશે અને વીંધાઇ જઇશ. રવિશંકર અટકી ગયા. કેટલાક બંદુકધારી લૂંટારાઓ બહાર આવ્યા અને એમને ઘેરી લીધા. એમને જોઇને રવિશંકર હસી પડયા.

અને કહેવા લાગ્યા- તો તમે જ છો એ બહાદુર લૂંટારાઓ. લૂંટારાઓએ પૂછ્યું- તું કોણ છે અને અહીં કેમ આવ્યો છે ? રવિશંકર મહારાજે કહ્યું – હું પણ એક લૂંટારા જેવો જ છું. પણ તમારા કરતા જરા જુદા પ્રકારનો ! તમે આપણા ભાઇભાંડુઓને લૂંટો છો. જે નિર્દોષ લોકો છે. હું આપણી ભૂમિ પર કબજો કરીને બેસી ગયેલા વિદેશીઓને ભગાડવા, એમના સુખચેન લૂંટવા ભેગા થયેલા સભ્યોની ટોળીનો એક સભ્ય છું.

મહાત્મા ગાંધીજી એના આગેવાન છે. હું ઇચ્છું છે કે તમે નિર્દોષ ભારતીયોને લૂંટવાનું બંધ કરી દો. તમારી શક્તિ અને બહાદુરીનો ઉપયોગ અંગ્રેજોને હરાવવા માટે કરો. એમણે લૂંટી લીધેલી સ્વતંત્રતાને પાછી મેળવવા અમારી સાથે જોડાઇ જાવ. મહાત્મા ગાંધીજીએ અંગ્રેજ સરકાર સામે બગાવત શરૃ કરી છે. તેમાં સામેલ થઇ જાવ. રવિશંકર મહારાજે અનેક ડાકુઓનું હૃદય પરિવર્તન કરી એમને જીવનનો સાચો રાહ બતાવ્યો હતો.

ભૂદાન આંદોલનનો પ્રચાર કરતાં રવિશંકર મહારાજ સાબરકાંઠાના એક ગામમાં રોકાયા હતા. એમની મર્મસ્પર્શી વાણી અને નિર્મળ જીવનશૈલીથી અનેક લોકો પ્રભાવિત થતા અને પોતાની જમીન દાનમાં આપી દેતા. એક દિવસ એક વૃદ્ધા તેમની પાસે આવી અને કહેવા લાગી- ‘મહારાજ! મારી પાસે દસ બકરીઓ છે તેમનું મારે દાન કરી દેવું છે.’ મહારાજે એક અત્યંત ગરીબ છોકરો જે એની ઘરડી માનું મજૂરી કરી ભરણપોષણ કરતો હતો તે શોધી તેને દસ બકરીઓ દાનમાં આપી દીધી. બીજે દિવસે તે વૃદ્ધ સ્ત્રી રવિશંકર પાસે આવીને કહેવા લાગી- ‘મહારાજ ! કાલે મને બહુ સરસ ઊંઘ આવી.

મારી બકરીઓ એ ગરીબ છોકરાના કામમાં આવી તેનાથી મને બહુ સંતોષ થયો. હવે મને થાય છે કે મારે મારા બે મકાનોમાંથી એક મકાનનું પણ દાન કરી દેવું જોઇએ. મારે રહેવા માટે એક મકાન પૂરતું છે.’ રવિશંકર મહારાજે તે વૃધ્ધાના ઉમદા વિચારને વધાવી લીધો અને તેને કહ્યું- ફરી પાછા એવા કોઇ જરૃરિયાતવાળાને શોધી કાઢો જેની પાસે મકાન ના હોય ! તે વૃદ્ધાએ શોધીને કહ્યું – મહારાજ ! એક રબારી છે. તેને ત્રણ સંતાનો છે. સાવ તૂટેલી ઝૂંપડીમાં રહે છે. ઠંડી,ગરમી અને વરસાદ બધી ઋતુઓમાં તેનું કુટુંબ હેરાન થાય છે.

રવિશંકર મહારાજે તેને બોલાવ્યો અને તેને આ વૃદ્ધા પોતાનું મકાન આપવા માંગે છે તે જણાવ્યું. તે રબારી તો રાજીનો રેડ થઇ ગયો. તે રવિશંકર મહારાજનો આભાર માની તેમના પગે પડવા જતો હતો ત્યારે તેને તેમ કરતાં રોકી તે કહેવા લાગ્યા- ”ના, ભાઇ ના, મને નહી, આ ઘરડા માજી ને પગે લાગ જે તને દાનમાં પોતાનું મકાન આપી રહ્યા છે. બીજી એક વાત સાંભળ- તુ એમનું મકાન તો લે છે, પણ એ જીવે ત્યાં સુધી એમની સેવા કરતો રહજે !” આ સાંભળી તે વૃદ્ધ સ્ત્રી બોલી ઉઠી- ‘ના, ના, મહારાજ! એવી કોઇ શરત ના મૂકશો. હું મારી સેવા કરાવવા માટે મકાનનું દાન થોડું આપી રહી છું ? મારે રહેવા એક મકાન જોઇએ. આ વધારાનું છે એટલે આપું છું, હું વેચું તો એના મને પૈસા તો જરૃર મળે પણ એને આવા જરૃરિયાતવાળાને દાનમાં આપી જે સંતોષ મેળવી રહી છું એ વધારે મોટો છે !’ રવિશંકર મહારાજ પાસે રહીને આવા અનેક લોકોમાં પરોપકાર વૃત્તિ જાગી હતી

સાદાઈમાં જીવન ગુજારનાર શ્રી રવિશંકર મહારાજે આખી જીંદગી એક ટંક માત્ર લુખ્ખી ખીચડી જ ખાધી હતી.

રવિશંકર મહારાજના સમાજ સુધારણા કાર્ય પર ગુજરાતી લેખક ઝવેરચંદ મેઘાણીએ માણસાઈના દીવા નામની નવલકથા લખી હતી, જેને ગુજરાતી વાચકોએ ખૂબ પસંદ કરી હતી. પન્નાલાલ પટેલે પણ તેમના જીવન પર જેને જીવી જાણ્યું (૧૯૮૪) નવલકથા લખી છે.

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :- Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ ફેરફાર કરવો નહી.

ટીપ્પણી