રવાપાક – શીંગ પાકની જેમ બનાવો હવે રવા પાક, એકદમ ટેસ્ટી ને ક્રિસ્પી છે નોંધી લો બનાવવો હશે ત્યારે કામ આવશે

રવાપાક

શીંગપાક અને ટોપરાપાક તો કોમન છે બધા બનાવતા જ હશો પણ રવાપાક ક્યારેય ધરે ટ્રાય કર્યો છે કે નહિ?
અને જો ના ટ્રાય ના કર્યો હોયતો આજેજ ટ્રાય કરો એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનસે તો જલ્દી નોટ કરી લો આ રેસીપી,

સામગ્રી:
• ૧ વાટકી રવો
• ૧ વાટકી ખાંડ
• ૧ વાટકી ઘી
• થોડા કાજુ અને બદામના ટુકડા
• એલચી પાઉડર
• પાણી

રીત:

૧ કાજુ અને બદામના ટુકડાને એક લોયામાં એક ચમચી ઘી મુકીને લાઇટ બ્રાઉન કલરનાં રોસ્ટ કરી લેવા.

૨ જે લોયામાં કાજુ-બદામ રોસ્ટ કર્યા હોય તેમાજ એક વાટકી ઘી મુકીને રવાને લાઇટ બ્રાઉન કલરનો શેકી લેવો.

૩ એક પેનમા એક વાટકી ખાંડ નાખીને ખાંડ ડુબે તેટલુ પાણી ઉમેરવું અને એકતારી ચાસણી તૈયાર કરવી.

૪ શેકેલા રવામાં રોસ્ટ કરેલા કાજુ-બદામ એડ કરી દેવા.

૫ રવામાં ચાસણી એડ કરીને સતત ચમચાથી હલાવવુ સ્હેજ થીક થવા માંડે એટલે ઘી થી ગ્રીસ કરેલી ડિશમાં પાથરી દેવું અને થોડીવાર રહીને એકસરખા ચોરસ પીસ કરવા.

લ્યો તૈયાર છે રવાપાક તો તમે ક્યારે બનાવો છો?

રસોઈની રાણી : યોગિતા વાડોલીયા 

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી