અચાનક મેહમાન આવી ચડે કે પછી મીઠાઈ ખાવાનું મન થાય, તો બનાવો ‘રવાના લાડુ’ એકદમ સરળ રીત છે.

રવાના લાડુ

ફટાફટ , સરળ રીતે અને ઓછી સામગ્રીથીં બનતી વાનગીઓ મને બહુ જ પસંદ પડે. એમાય જો સ્વાદિષ્ટ મીઠાઈ એવી રીતે બનતી હોય તો શું જોઈએ !! મેહમાન આવી ચડે ઓચિંતા કે મીઠાઈ ખાવાનું મન થઇ, બાળકોને કૈક ઘરનું બનાવીને આપવું હોય ત્યારે ટ્રાય કરો આ રવાના લાડવા .. રવો અને ખાંડ બસ બેજ મુખ્ય સામગ્રી, જે લગભગ દરેકના ઘરે કાયમ માટે હોય જ .

ચાલો જોઈએ સરળ રીત .. આપ પણ જરૂર ટ્રાય કરજો . બહુ જ સ્વાદિષ્ટ બને છે .

સામગ્રી :

• ૧/૪ વાડકો ઘી,
• ૬-૮ કાજુ , કટકા કરી લેવા,
• ૧૫-૨૦ સુકી દ્રાક્ષ / કિશમિશ,
• ૧ વાડકો રવો,
• ૧/૪ વાડકો નારિયલનો ભૂકો (Desiccated coconut ),
• ૨/૩ વાડકો ખાંડ,
• ૧/૪ વાડકો પાણી,
• ૨/૩ ચમચી એલૈચી ભૂકો,
• ૨ મોટી ચમચી દૂધ.

રીત :

સૌ પ્રથમ રવા ને મિક્ષેરમાં pulse થી જરા ભુકો કરી લો . આમ કરવાથી રવો એકસરખો દળદાર થઇ જશે અને લાડૂ એકદમ મોઢામાં ઓગળી જશે ..


કડાયમાં ઘી ગરમ કરો. આંચ ધીમી રાખવી. એમાં કાજુના ટુકડા અને કિશમિશ ઉમેરો . કિશમિશ ફૂલી જશે અને કાજુના ટુકડા થોડા બ્રાઉન કલર થાય ત્યાં સુધી શેકો.પછી એમાં ક્રશ કરેલો રવો ઉમેરો.

ધીમી આંચ પર શેકો . રવામાંથી સરસ સુંગધ આવશે જેમ જેમ શેકાશે .. રવો બળીના જાય એનું ધ્યાન રાખવું. હવે એમાં નારિયલનો ભૂકો ઉમેરો. ૧ min શેકી ગેસ બંધ કરી દો .


બીજી બાજુ , એક કડાયમાં ખાંડ અને પાણી મિક્ષ કરી ચાસણી તૈયાર કરો. ૧ તારની ચાશણી બનાવવી.

ચાસણી હમેશા ધીમા આંચ પર બનાવવી અને વચ્ચે વચ્ચે હલાવતા રેહવું . બની જાય એટલે ગેસ બંધ કરી દો . હવે આ ચાસણીમાં શેકેલો રવો અને નારિયલનો ભૂકો ઉમેરો. એલૈચી ભૂકો પણ ઉમેરો.

સરસ રીતે હલાવી મિક્ષ કરી લો. એક min પછી જોશો તો રવો બધી જચાસણી ચૂસી લેશે .

જરૂર મુજબ ૨-૩ ચમચી દૂધ ઉમેરો અને લાડુ બનાવી લો.

બસ તૈયાર છે રવાના લાડુ .

૧૫ દિવસ સુધી આ લાડુ બગડતા નથી .

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી