“રવા જીની ઢોસા” – પ્રસંગમાં જઈએ ત્યાં ચાખ્યા હશે હવે ઘરે જ બનાવો…

“રવા જીની ઢોસા”

સામગ્રી :

500 ગ્રામ રવાનું ખીરું (રવો+ દહીં +પાણી થી બનાવેલું),
2 વાટકી બટાટાનો મસાલો,
2 વાટકી સલાડ (કાંદા,કેપ્સીકમ,ગાજર,કોબી,),
લાલ મરચું,
કિચેન કિંગ મસાલો,
લાલ ચટણી,
ટોપરાની ચટણી,
ચીઝ,
બટર,
લાલ ચટણી માટે : 3 નંગ ટામેટા 1 કાંદો મરચું પાવડર સાંભાર પાવડર મીઠુ જીરુ તેલ,
ટોપરાની ચટણી માટે : 1/2 ફ્રેશ ટોપરૂ (અથવા ડ્રાય ) 2 લીલા મરચા ,લીમડાના પાન તેલ મીઠુ,

રીત :

-બધાં સલાડના શાક બારીક સમારીલો -લાલ ચટણીની બધી સામગ્રી ભેગી કરીને મિક્ષચરમાં પીસીલો,તેમા જરૂર મુજબ પાણી નાખવું (ચટણી બહુ પાતળી કરવી નહીં)
-ટોપરાની ચટણીમાં લીમડા સિવાય બધુ પીસી લઈ,લીમડાને વઘારીને એડ કરો. (જરૂર પ્રમાણે પાણી નાખવું)
-ઢોસાના તવા પર બટર ગ્રીસ કરી,ઢોસો ફેલાવો. -તેની ઉપર લાલ ચટણી લગાડો.
-તેની પર બટાટાનો માવો(મસાલા ઢોસામાં વાપરીયે તે ) લગાડીને બધાં સલાડ મુકો .અને જરૂર મુજબ મીઠુ ,મરચું અને કિચેન કિંગ મસાલો એડ કરો .હવે સ્મેસર થી બધુ એકરસ કરો અને જરૂર મુજબ બટર એડ કરો (ભાજીપાવની ભાજીને કરીયે તેમજ) ઉપર ચીઝ ભભરાવો .
-તેના પર ટોપરાની ચટણી લગાડીને,ફરતે બટર લગાડો અને પછી સાચવીને ઢોસાનો રોલ કરી લો .
-રોલ કટ -કરી એક પ્લેટ માં મૂકી તેના પિસ કરીને છીણેલું ચીઝ અને સાંભાર સાથે સર્વ કરો .

રસોઈની રાણી – રાની સોની (ગોધરા)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block