રતન ટાટાની આ 1,000 કરોડ રૂપિયાની દીવાળી ભેટને કેંસરના દર્દીઓ ક્યારેય નહીં ભૂલે

એકબાજું બધા દેશવાસીઓ દીવાળીનો ઉત્સવ મનાવવામાં મશગુલ હતા, ત્યાં બીજી તરફ એક વ્યક્તિ ગરીબ અને મજબુર લોકોના કલ્યાણ માટે સંપૂર્ણ શ્રદ્ધાથી સમર્પિત છે. તેઓ માત્ર વિચાર્યું જ નથી પણ લોકોના ઉદ્ધાર માટે એક ઉત્તમ ઉદાહણ રજુ કરતા કેંસરના દર્દીઓના કલ્યાણ માટે 1000 કરોડ રૂપિયાનું દાન પણ કર્યું છે. વિશાળ હૃદયના દર્શન કરાવનારા આ વ્યક્તિ બીજા કોઈ નહીં પણ ઉદ્યોગ પતિ રતનટાટા છે.

આપણે હંમેશા લોકોના કલ્યાણ હેતુ થનારા કેટલાએ પ્રકારના દાન-ભેટો વિષે સાંભળતા હોઈએ છીએ પણ રતન ટાટાનું આ પગલું એક ઉત્તમ અને અદ્વિતિય પહેલ છે. એક પ્રતિષ્ઠિત વ્યક્તિત્વ ધરાવતા ટાટાએ સાબિત કર્યું છે કે તમે ગમે તેટલી ઉંચાઈ પર પહોંચો પણ તમારે તમારી નજરમાં તે અભાવગ્રસ્ત લોકોને રાખવા જ જોઈએ જેમને મદદની જરૂર હોય છે.

ટાટા ટ્રસ્ટ, જે સમગ્ર દેશમાં કેન્સરના દર્દીઓની સંભાળ માટે કામ કરે છે, તે ખુદ ટાટા દ્વારા વ્યક્તિગત રીતે સંચાલિત કરવામાં આવે છે. રતન ટાટાએ કેન્દ્ર સરકારના અધિકારીઓ સમક્ષ દેશમાં ઝડપિ ગતિએ હોસ્ફિટલોની શ્રેણીમાં વિકાસ માટે પોતાની કટીબદ્ધતા દર્શાવી છે. તે હેઠળ પાંચ રાજ્યોમાં જવાબદારી નિભાવવામાં આવશે. જેના થકી આ રાજ્યોની સક્ષમતામાં ઘણું મોટું પરિવર્તન આવશે.

ઝારખંડ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ અને આન્દ્ર પ્રદેશમાં આ સુવિધાઓ નવેસરથી શરૂ કરવામાં આવશે. બીજી બાજુ પર્લ કેન્સર હોસ્પિટલ જે સમગ્ર દેશમાંથી આવતા કેન્સરના દર્દીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખે છે, તેના વિસ્તરણ માટે પણ કામ કરવામાં આવશે.

પર્લ હોસ્પિટલ, દેશની મહત્ત્વની કેન્સર હોસ્પિટલોમાંની એક છે, જ્યાં કેન્સરના દર્દીઓને મફત અથવા તો સબસિડી હેઠળ સારવાર આપવામાં આવે છે, તેમ છતાં લાંબી લાઈનો હોય છે અને સમસ્યાઓ વધતી જઈ રહી છે. કેટલાક લોકો મુંબઈ જેવા મોંઘા શહેરમાં રહેવાનો ખર્ચો નથી કરી શકતા જેના કારણે સારવારને વચ્ચે જ પડતી મુકે પાછા જતા રહેવું પડે છે. નવી યોજનાના આયોજનમાં આ સમસ્યાઓને પણ ધ્યાનમાં રાખવામાં આવશે.

કેન્દ્રિય પરમાણું ઉર્જા વિભાગ, જે પ્રધાનમંત્રિ કાર્યાલયની સીધી જ દેખરેખમાં છે, તેના એક અધિકારીએ જણાવ્યું છે કે રતન ટાટાએ વધારેવામાં વધારે સંવહનીય હોસ્પિટલો ખોલવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી છે અને સાથે સાથે પોતાની કંપનીને કોર્પોરેટ સામાજિક જવાબદારી હેઠળ વધારેમાં વધારે સહયોગ કરવાનું કહ્યું છે.
“1000 કરોડ રૂપિયાના દાનનો ઉપયોગ હોસ્પિટલના અનંત આધારભૂત સંરચનાના ઉપયોગમાં કરવામાં આવશે. તેનાથી ટાટા મેમોરિયલ હેસ્પિટલમાં ડોક્ટરોના પ્રશિક્ષણમાં પણ મદદ મળશે. ”

ટાટા ટ્રસ્ટે ગુવાહાટીમાં ‘કેન્સર કેયર ઇન્સ્ટીટ્યૂટ’ની સુધારણા માટે પહેલાં જ 540 કરોડ રૂપિયાનું દાન કર્યં્ છે અને આસામ સરકાર સાથેની સમજૂતિ પર પણ હસ્તાક્ષર કર્યા છે. તે રાજ્યના વિવિધ જિલ્લામાં હોસ્પિટલોની ક્ષમતાઓનો વિકાસ કરશે. 540 કરોડના આ પ્રોજેક્ટને ત્રણ તબક્કામાં પુરો કરવામાં આવશે.

“હું દિવ્ય ચરિત્ર્યવાળા રતન ટાટા અને ટાટા ટ્રસ્ટના સભ્યોને મળીને ખુબ જ ખુશ છું. આ કેન્સરની સંભાળ અને વ્યવસ્થાપનનો એક અનોખા લોકકલ્યાણકારી સરકારી સહભાગીતાનું નિર્માણ છે.” – અસમના સ્વાસથ્ય મંત્રી વિશ્વા શર્મા દ્વારા કરવામાં આવેલું ટ્વીટ છે.

જયપુર, રાજસ્થાનમાં ટાટા ટ્રસ્ટ દ્વારા દાનમાં આવેલા 200 કરોડ રૂપિયામાંથી નવી હોસ્પિટલની સ્થાપના કરવામાં આવશે. જો કે આ હોસ્પિટલની સ્થાપના માટેની સંપૂર્ણ કીંમત નથી પણ મોટાભાગનો ખર્ચો રાજ્ય સરકાર ભોગવશે. ઝારખંડની રાજધાની રાંચીમાં નવી હોસ્પિટલના નિર્માણ માટે 23.5 એકડ જમીન ફાળવવામાં આવી છે. વારાણસીમાં હાલની ‘ભારતીય રેલ્વે કેન્સર ઇન્સ્ટીટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર’ને વધારે સક્ષમ બનાવવામાં આવશે. તીરુમાલા, આન્દ્ર પ્રદેશમાં તિરુપતિ બાલાજી ટ્રસ્ટ નવા કેન્સર સેન્ટરના નિર્માણ માટે 25 એકડ જમીન આપશે.

“એકવાર નવા કે ક્ષમતાબદ્ધ થયેલા કેન્દ્ર કાર્યરત થશે તો ઉત્તર ભારતના દર્દીઓને મુંબઈ સુધી સારવાર માટે લાંબુ નહીં થવું પડે.”ટાટા મેમોરિયલના એક વરિષ્ટ ડોક્ટરે જણાવ્યું (સ્રોત)

પર્લ હોસ્પિટલમાં 700 બેડ છે જ્યારે ત્યાં વાર્ષિક 67,000 દર્દીઓની સારવાર કરવામાં આવે છે. અહીં દર વર્ષે 4.5 લાખ દર્દીઓની આગળની કામગીરીની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. સંપૂર્ણ ભારત તેમજ મધ્યપૂર્વના દેશોમાંથી લોકો અહીં આવે છે.

કેન્દ્ર સરકારની સાથેની બેઠકમાં અધિકારીઓનું કહેવું છે કે કેન્સર પીડિત એક તૃત્યાંશ(1/3) દર્દીઓ ઉત્તર ભારતથી આવે છે, માટે દેશના ઉત્તર ભાગમાં વધારે કેન્દ્રો ખોલવાની જરૂરિયાત છે.

કેન્સર દર્દીઓ માટે આ એક સારા સમાચાર છે. તે પોતાની સારવાર નજીકના વિસ્તારોમાં કરાવી શકે છે. સાથે સાથે આ તે ગરીબ દર્દીઓ માટે પણ વરદાન સમાન સાબિત થશે જેમને સારવાર માટે દૂરના રાજ્યોમાં રહેવાનો ખર્ચ ઉપાડવો પડે છે જેના માટે તેઓ સક્ષમ નથી હોતા. જીવન બચાવવા માટે ટાટાનો આ પ્રયત્ન અત્યંત પ્રશંસાને પાત્ર છે. સાથે સાથે તેમનું આ પગલું માનવતાને, સંપત્તિ, હોદ્દો અને અન્ય ભૌતિક આકર્ષણો પહેલાં રાખવાની પ્રેરણા આપે છે.

રતન ટાટાની આ પહેલની પ્રશંસા તમે કોમેન્ટ બોક્ષમાં કરી શકો છો અને આ પોસ્ટને શેયર પણ કરો.

લેખન-અનુવાદક: અશ્વિની ઠક્કર

ગર્વ થવો જોઈએ આપણને આ ભારતીય પર, શેર કરો અને તમારા મિત્રોને પણ જણાવો આ રસપ્રદ માહિતી.

ટીપ્પણી