કિચન ટીપ્સ તમને બહુ ઉપયોગી થશે અને પેહલા તમે ક્યાંય નહિ વાંચી કે સાંભળી હોય….

હેલો કેમ છો મિત્રો? મજામાં જ હશો, તો આજે અમે તમારા માટે લાવ્યા છે તમને ઉપયોગી એવી રસોઈ બનાવતી વખતે કામ લાગે એવી થોડી ટીપ્સ.

૧. જો દાળ અથવા તો ગ્રેવી વાળા શાકમાં મીઠું વધારે પડી ગયું હોય તો તેમાં ઘઉંના લોટની નાની નાની ગોળીઓ બનાવીને નાખી દો અને થોડું ઉકળી જાય એટલે એ ગોળીઓ એમાંથી કાઢી લેવી. હજી પણ થોડું મીઠું વધારે લાગતું હોય તો એક સાદી બ્રેડ તેમાં નાખો અને શાક કે દાળ ઠંડુ થાય પછી બ્રેડ કાઢી લેવી.

૨. કોઈપણ રસાવાળા શાકમાં મરચું વધારે પડી ગયું હોય અથવા તો કોઈપણ બીજા કારણે વધારે તીખું લાગી રહ્યું હોય તો તેમાં દેશી ઘી અથવા બટર મિક્ષ કરી દો, તમે મલાઈ, દહીં કાતો પછી ફ્રેશ ક્રીમનો પણ ઉપયોગ કરી શકો છો. જો કોઈ સુકા શાકમાં (રસા વગરનું શાક) મરચું વધારે પડી ગયું હોય તો એક અલગ વાસણમાં થોડો ચણાનો લોટ શેકી લો અને તે પેલા તીખા શાકમાં નાખીને બરોબર હલાવી દો, આના કારણે શાક ટેસ્ટી પણ થઇ જશે અને તીખાશ પણ જતી રેહશે.

3. કોઈપણ ગ્રેવી બનાવતી વખતે જો ખટાશ વધુ ચડી ગઈ હોય તો એમાં એક ચમચી ખાંડ ઉમેરી દેવી જેથી ખટાશ ઓછી થઇ જશે.

4. સવારે ચણાનું શાક બનવાનું છે અને રાત્રે ચણા પલળવાનું ભૂલી ગયા હતા તો નો પ્રોબ્લેમ ચણાને કુકરમાં બાફવા મુકો ત્યારે તેમાં કાચા પપૈયાના ટુકડા નાખવા, ચણા સાથે બફાઈ ગયેલા પપૈયાને બરોબર મસળીને ચણા સાથે શાકમાં મિક્ષ કરી દેવા. તેના કારણે ચણા ખુબ ટેસ્ટી બનશે.

૫. રીંગણ અને બટાકા જેવા શાકને આપણે જયારે સમરિયે છીએ ત્યારે તે થોડા શ્યામ પડી જાય છે એના માટે તમે તે શાક સમારીને તરત મીઠાવાળા પાણીમાં પલાળી દો. અને કાપેલા સફરજનને શ્યામ થતા બચવા માટે કાપેલા સફરજન પર લીંબુ લગાવી દો.

6. દહીંનો ઉપયોગ કરીને જે શાક બનવાના હોવ એમાં એકવાર શાકનો દહીવાળો રસો ઉકળી જાય પછી મીઠું નાખવું તેના કારણે દહીં ફાટશે નહિ અને એ શાકને ધીમા તાપે સતત હલાવતા રેહવું.

૭. કઢીને હમેશા ધીમા તાપે ઉકાળો અને તેને સતત હલાવતા રહો જેથી તેમાં ગઠ્ઠા નહિ પડે અને તમારી કઢી એકદમ સ્મુધ થશે.

૮. શું તમે પનીરનું શાક બનાવો છો ત્યારે પનીર થોડું હાર્ડ થઇ જાય છે એના માટે તમારે પનીરને તળીને થોડીવાર ગરમ પાણીમાં પલાળીને રાખવું અને પછી ઉપયોગમાં લેવું આમ કરવાથી પનીર એકદમ સોફ્ટ રેહશે.

૯. તુરિયા અને દૂધીને કોઈપણ ઉપયોગમાં લેતા પેહલા ચાખી લેવું ઘણીવાર તે કડવું પણ હોય છે. બધું બની જાય અને એ કડવાશને લીધે બધું બગડે એના કરતા થોડું ચાખી લેવું સારું.

૧૦. ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં તાર બહુ થતા હોય છે તેના માટે જયારે ભીંડા ચઢી જાય પછી મીઠું નાખો અને સાથે લીંબુનો થોડો રસ પણ નાખી શકો છો.

૧૧. કોઈપણ ભરેલા શાકને ટેસ્ટી બનાવા માટે તેના મસાલામાં થોડો શેકેલી સિંગનો ભૂકો નાખવો, ટેસ્ટ સારો આવે છે એનાથી.

૧૨. શાકભાજીને હમેશા બરોબર ધોઈને વાપરવું જોઈએ અને તેના માટે તમારે સમારેલા શાકમાં મીઠું નાખીને તેને નવશેકા પાણીમાં થોડી વાર રાખીને પછી ધોઈને કાઢી લેવા.

૧૩. કોઈપણ લીલોતરી શાકના કલરને એવો ને એવો રાખવા માટે તેમાં થોડી ખાંડ નાખવી. (થોડી એટલે ચપટી જ)

૧૪. લીંબુ ફ્રીઝમાં ખુલ્લા રાખવાથી સુકાઈ જાય છે અને તેમાંથી રસ પણ બરોબર નીકળતો નથી તેના માટે લીંબુને બરાબર સાફ કરી અને કોરા કરીને લીંબુ પર કોપરેલનું તેલ લગાવી એક પોલીથીનમાં ભરીને પછી ફ્રીઝમાં મુકશો તો લીંબુ લાંબા સમય સુધી ફ્રેશ રેહશે.

૧૫. વધેલી બ્રેડ અથવાતો સેન્ડવીચ બનાવતી વખતે કાપેલી બ્રેડની સાઈડ ને સુકવીને મીક્ષરમાં ક્રશ કરીને એક એર ટાઇટ ડબ્બામાં ભરી લો જયારે તમે કોઈપણ રસાવાળું શાક બનાવો તો તેની ગ્રેવીમાં તેનો ઉપયોગ કરી શકો છો.

૧૬.રાયતાને ખાટું થતા બચવું હોય અને થોડીવાર પછી ખાવું હોય તો જયારે તમે રાયતું પીરસવાના હોવ ત્યારે જ તેમાં મીઠું ઉમેરો. તેના કારણે રાયતું જલ્દી ખાટું થશે નહિ…

૧૭. કારેલાની કડવાશ ઓછી કરવા માટે કરેલાને સમારીને ધોઈને કોરા કરીને તેની ઉપર મીઠું અને હળદર લગાવી એક કલાક સુધી મૂકી રાખવા, ભાતના ઓસામણમાં અડધો કલાક કરેલાને પલાળી રાખવાથી પણ તેની કડવાશ ઓછી થઇ જશે.

૧૮. જો તમારું રીંગણનું શાક ટેસ્ટી ના બનતું હોય તો તમે તેમાં પીસેલા ધાણા ના નાખશો.

૧૯. લસણને જલ્દી ફોલવા માટે પેહલા તેની કળીઓને અલગ અલગ કરીને થોડીવાર પાણીમાં પલાળી રાખવી. આના લીધે લસણ સરળતાથી ફોલાઈ પણ જશે અને તેના ફોતરા ગમે ત્યાં ઉડશે પણ નહિ.

૨૦. શાક સમારી લીધા પછી તમારા હાથ અને આંગળી પર નિશાન પડી ગયા હોય તો તેને ઓછા કરવા માટે તે નિશાન પર લીંબુનો રસ અથવા દૂધ ઘસી દેવું.

લેખન અનુવાદક : અશ્વિની ઠક્કર.

મિત્રો શેર કરો આ પોસ્ટ તમારી બધી મિત્રો સાથે અને રોજ અવનવી વાનગી અને જાણવા જેવું મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી