રસોડાની રંગત

કેકને લાંબા સમય સુધી તાજી રાખવવી હોય તો બવાબંધ ડબામાં ડબલ રોટી સાથે રાખવી.

ભાત બનાવતી વખતે તેમાં એક ચમચી ઘી તેમજ લીંબુનો રસ ભેળવવાથી ભાત સફેદ થશે તેમજ ખાવામાં વધુ સ્વાદિષ્ટ અને મુલાયમ લાગે છે.

જુવાર,બાજરી અને મકાઇની રોટલી કે રોટલો બનાવતી વખતે તુટી જતા હોય છે અથવા તો બરાબર બનતા નથી હોતા. આમ ન થાય માટે તેમાં ચપટી ઘઉંનો લોટ અને એકાદ બે બાફેલા બટાકા છુંદીને મિક્સ કરવા. તેનાથી સ્વાદ પણ સારો લાગશે તેમજ વણતા પણ ફાવશે.

ઇડલી બનાવાવ માટે ચોખા તથા અડદની દાળ જે પાણીમાં પલાળ્યા હોય તે જ પાણીનો વાટવામાં ઉપયોગ કરવો જેથી તેમાં રહેલા સત્વ વેડફાઇ નહીં. જીપાંદડાયુક્ત ભાજીને બાફતી કે રાંધવી વખતે ચપટી સાકર ભેળળવાથી તેનો લીલોછમ રંગ જળવાઇ રહે છે.

સલાડ બનાવતી વખતે ગાજર, કોબી, બ્રોકલી જેવા શાકને મીઠાના પાણીમાં એક મિનીટ ઉકાળવા અને પછી નીતારી લઇ બરફના પાણીમાં રાખી દેવા.જેથી ક્રિસ્પી રહે અને તેનો રંગ જળવાઇ રહે. સલાડમાં ઉપયોગમાં લેવાના ફળ જેવા કે સફરજન અને નાસપિતનેસમારી તેના પર લીંબુનો રસ લગાડીને રાખવો. સલાડની ભાજીના પાનને બરફના પાણીમાં ૨૦ મિનીટ સુધી રાખવા.

રોટલી કરવાના એક કલાક પહેલા જ લોટ બાંધી રાખવાથી રોટલી મુલાયમ પોચી થાય છે.

બટાકાને છાલ સહિત બાફવા જોઇએ.

કોલીફ્લાવરની સફેદી જાળવી રાખવા રાંધતી વખતે તેમાં એક ચમચો દૂધ અથવા તો એક ચમચો મિલ્ક પાવડર નાખવો.
પલાળેલા સાબુદાણાને ફ્રિજમાં થોડી વાર રાખી દેવાથી સાબુદાણાની ચિકાશ નહીંવત રહે છે.

પોપકોર્ન બનાવવાના એક કલાક પહેલા મકાઇના દાણા પર પાણી છાંટી દેવું. જેથી પોપકોર્નના દાણા ફુલેલા થશે.
બટાકા બાફતી વખતે પાણીમાં એક ચમચી મીઠું નાખવાથી બટાકા ફાટી જતા નથી.

દહીંવડા બનાવાની અડદની દાળને વાટતી વખતે તેમાં એક ચમચો કવો ભેળવવાથી દહી ંવડા મુલાયમ થાય છે.
ચટપટી મકાઇ બનાવા માટે એક મોટો ચમચો માખણ ગરમ કરવું. તેમાં અડધો કપ સમારેલા કાંદા અને પા કપ ઝીણી સમારેલા કેપ્સિકમ,અડદો કર અમેરિકન કોર્ન, એક લીલું મરચું.અડધી નાની ચમચી લાલ મરચાનો પાવડર, એક મટોો ચમચો ટામેટો સોસ તેમજ સ્વાદાનુસાર મીઠું ભેળવી તેજ આંચ પર સાંતળવું. કોથમીર સમારીને નાખવી.

ઇડલી બનાવાના મિશ્રણને વાટતી વખતે તેમાં ભાત તેમજ પોંઓ ઉમેરવાથી ઇડલી મુલાયમ પોચી થાય છે.

મગની દાળ, તુવેરની દાળ અને ચોખાને મિક્સ કરી તેની નરમ ખીચડી બનાવી તેમાં વઘાર માટે ઘી,જીરૃ, લીલામરચાના ઝીણા કટકા, ઝીણા સમારેલા લાલ મરચા,બોરિયા મરચાં નાખવા. સ્વાદિષ્ટ ખીચડી તૈયાર થશે.

શેકેલા પોંઆનો ચેવડો બનાવતી વખતે પૌંઆને શેકીને ચુલા પરથી નીચે ન ઉતારી લેતા તેને ધીમે તાપે ચુલા પ જ રાખવા અને ધીરે ધીરે હલાવતા જવું.એક વાસણમાં તેલ લઇ તેમાં રાઇ,હીંગ, લાલ મરચું, સુકા લાલ મરચા, લીમડો નાખી પૌંઆમાં નાખી દેવું. તેમજ સ્વાદાનુસાર મીઠું તેમચ હળદર નાખી બરાબર હલાવવું. આ ચેવડો મુલાયમ થાય છે તેમજ સ્વાદિષ્ટ પણ લાગે છે.

ટીપ્પણી