‘રસગુલ્લા સબ્જી’ સ્વાદમાં ને દેખાવે એકદમ અનોખી સબ્જી છે હો આજે જ બનાવજો

રસગુલ્લા સબ્જી

ભોજન બાહ્ય સ્વાસ્થ્યની સાથે આંતરિક શાંતિને પણ અસર કરે છે. આપણું ભોજન જેટલું મનપસંદ  અને શુદ્ધ હશે તેટલો માણસ પ્રસન્ન રહે છે. જમવામાં રોજ રોજ એક ને એક સબ્જી પણ ભાવતી નથી હોતી. એટલે આજે એવી સબ્જી બનાવવી છે જે ખાઈને મન પ્રસન્ન બની જાય. મિત્રો આ એક એવી  સબ્જી છે જે તમે એવા સમયે બનાવીને પીરસી શકો. તો ચાલો બનાવીશું આપણે ‘રસગુલ્લાં સબ્જી’.

જરૂરી સામગ્રી :

૨૪ નંગ રસગુલ્લા અથવા અંગૂર,
ચાર નંગ ટમેટાંનો પલ્પ,
એક કપ દૂધ અથવા ક્રીમ,
ચાર ટેબલ-સ્પૂન ઘી અથવા બટર,
મીઠું સ્વાદ પ્રમાણે,

વાટવાનો મસાલો બનવવા માટે જરૂરી સામગ્રી :

ત્રણ નંગ કાંદા,
૧૦ નંગ કાશ્મીરી મરચાં,
એક ટુકડો આદું,
એક નંગ તજ,
ત્રણ નંગ એલચી,
બે લવિંગ,
એક ટેબલ સ્પૂન જીરુ,
એક ટેબલ-સ્પૂન કસુરી મેથી,
બે ચમચી ધાણા શેકેલા,
આઠ કળી લસણ,
બે નંગ ગ્રીન મરચાં,
અડધી ચમચી હળદર,

રીત :

રસગુલ્લાને ચાસણીમાંથી કાઢી હાથેથી દબાવી સાદા પાણીમાં ૧૦ મિનિટ રાખી પાણી કાઢી નિચોવી રાખવા.

ત્યારબાદ, ટમેટાને બાફીને પ્યુરી કરી રાખવી.  વાટેલા મસાલા માટેની બધી સામગ્રી મિક્સ કરી મિક્સર જારમાં વાટી નાખવો.

હવે એક પૅનમાં બટર ગરમ કરી વાટેલો મસાલો સાંતળવો.

એમાં ટમેટાંનો પલ્પ મિક્સ કરી બટર ઉપર આવે ત્યાં સુધી સાંતળવું પછી એમાં ઠંડું દૂધ અથવા ક્રીમ ઉમેરી અડધો કપ પાણી, મીઠું નાખી સ્લો ગૅસ પર ૧૦ મિનિટ ઉકાળવું.

છેલ્લે એમાં નિચોવેલા રસગુલ્લા નાખી મિક્સ કરી કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરવું.

રસોઈની રાણી :- કેતકી સૈયા

 મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી