રસગુલ્લા ભાવે છે ? હવે, આમ બનાવો ઘરે જ….

ચાલો બનાવીયે સૌના ફેવરેટ રસગુલ્લા ફક્ત ૩૦ મિનિટ માં.

રસગુલ્લા (Rasgulla)

સામગ્રી :

૧ લિટર દૂધ
૧/૨ ટે. સ્પૂન વિનેગર/લીંબુ નો રસ
૧ કપ ખાંડ
૨ ૧/૨ કર પાણી
૧ ટી સ્પૂન ખાંડ
૪-૫ બરફનાં ટૂકડા

રીત :

• દૂધ ગરમ કરી ઉભરો આવે એટલે નીચે ઉતારી ૨ મિનિટ પછી વિનેગર ઉમેરી દૂધ ફાટે એટલે કપડા થી ગાળી લો. ચોખ્ખું પાણી રેડી પનીર ધોઇ લો. હાથે થી કપડું દબાવી ને પાણી નિતારી લો.
• સ્ટીલ નાં કુકર માં ખાંડ, પાણી ઉમેરી ઉકળવા મૂકો.
• પનીર ને ૩-૪ મિનિટ સુવાળું થાય ત્યાં સુધી મસળો. પછી ૧ ટી સ્પૂન ખાંડ મિક્સ કરી બોલ્સ બનાવો. (૧૭-૧૮ જેટલાં બનશે)
• કુકર માં પાણી ઉકળી ગયું હશે. તેમાં બોલ્સ ઉમેરી ૩ સીટી વગાડો. રસગુલ્લા ની સાઇઝ ડબલ થઇ જશે. કુકર ઠંડુ પડે પછી રસગુલ્લા મોટા બાઉલ માં કાઢી બરફ નાં ટૂકડા ઉમેરો. ફ્રિઝ માં મૂકી ઠંડા સર્વ કરો.
તૈયાર છે સૌના ફેવરેટ રસગુલ્લા.

નોંધ :

• ગાય નું દૂધ લેવું. જો ફેટ વાળુ દૂધ હોય તો ગરમ કરી ફ્રિઝ માં મૂકી બીજા દિવસે મલાઇ કાઢી ઉપયોગ માં લેવું.
• કુકર નાં બદલે સ્ટીલ નાં તપેલા માં પણ રસગુલ્લા બનાવી શકાય. તપેલા માં ખાંડ, પાણી ઉમેરી ઉકળે એટલે બોલ્સ ઉમેરી ૧૫-૧૭ મિનિટ મિડિયમ ફાસ્ટ ગૅસ પર ઢાંકી ને ચઢવા દો. સમય પૂરો થતાં પહેલાં ઢાંકણ ખોલવું નહિં.
• રસગુલ્લા બની જાય એનાં બીજા દિવસે વધારે સારા લાગે છે.

રસોઇ ની રાણી : નિશા પ્રજાપતિ ( કંપાલા, યુગાંડા )

આપ સૌ ને મારી રેસીપી કોમેન્ટ માં કેવી લાગી અચૂક જણાવજો !

ટીપ્પણી