રસ પાતરા – સૌ ગુજરાતી ઘરોમાં બનતા આ રસપાત્રાની નોંધી લો રેસિપી, બનાવવા હશે ત્યારે કામ આવશે …

રસ પાતરા

રસ પાતરા… આજે હું લઇ ને આવી છું. અપડા સૌ ગુજરાતીઓ ની ફેવરીટ વાનગી રસ પાતરા. જે ખુબજ ટેસ્ટી અને સરળ પણ છે. પાતરા ને અપડે પતાર્વેલીયા કે અળવી ના પાન તરીકે પણ ઓળખીએ છે. રસ પાતરા ને અપડે વઘારેલા પણ ખાઈ શકીએ અને ઢોકડિયા માં પણ. નાના બાળકો થી લઇ ને મોટા સુધી સૌ ને ખુબ જ પસંદ આવે છે. પાતરા ને અપડે નાસ્તા માં હોય કે જમવામાં ગમે ત્યારે ખુબ જ સરસ લાગે છે.

સામગ્રી:

૭-૮ અળવી ના પાન,

૨ વાડકા ચણા નો લોટ,

૧/૨ વાડકો રવો,

૨ ચમચી આદુ-મરચા ની પેસ્ટ,

૨ ચમચી ખાંડ,

૨ ચમચી મરચું પાઉડર,

૨ ચમચી ધાણાજીરું

૧/૨ ચમચી સાજી ના ફૂલ,

૧ ચમચી નમક,

૧ ચમચી ગરમ મસાલો,

૧/૨ ચમચી હળદળ.

૫-૬ પાન લીમડો,

૧ લાલ મરચું,

૧/૨ ચમચી તલ,

૧/૨ ચમચી જીરું,

૨ ચમચી તેલ,

૨ તમાલ પત્ર.

ગર્નીશ માટે:

ટમેટો સોસ,

કોથમરી,

જીણી સેવ,

ડુંગળી,

ખજુર- આંબલી ની ચટણી.

રીત:

રસ પાતરા બનાવવા માટે અપડે લઈશું સૌપ્રથમ અળવી ના પાન. બધા જ પાન ને પ્રોપર ધોઈ લઈશું અને ત્યાર બાદ તેની જાડી ડાળખીઓ કાતર વડે કટ કરી લઈશું.

ત્યાર બાદ પાતરા માં ભરવા નો મસાલો તૈયાર કરીશું. તેના માટે લઈશું. એક બાઉલ માં ચણા નો લોટ, રવો અને હવે તેમાં બધા જ મસાલા ઉમેરીસું. જેવા કે આદુ મરચા ની પેસ્ટ. જેમાં આદુ અને મરચા ને ધોઈ અને ક્રસ કરેલા છે. હવે લઈશું નમક, મરચું પાઉડર, હળદળ, ધાણાજીરું, ખાંડ, ગરમ મસાલો. ઉમેરીસું.

આ બધા ને હાથ વડે પ્રોપર મિક્ષ કરી અને તેમાં પાણી ઉમેરી બધું જ મિક્ષ કરી લઈશું. અને આપડી પાસે એક ખુબ જ સરસ મિક્ષ્ચર તૈયર થઇ જશે જેને અપડે સરળતા થી પાતરા ઉપર લગાડી સકીસું.

હવે આપડે લઈશું અળવી નું પાન જેમાં થી ધોઈ અને કડક ડાળખીઓ કાપી લીધી છે. હવે તેને કટ નથી કરવાનું આખું પણ એમજ રાખી. તેને ઉલટું કરી તેના ઉપર બનાવેલું મિક્ષ્ચર હાથ વડે લગાડીસું. અને લેયર એવું રાખવું કે જે બોવ જાડુ પણ નહિ અને પાતળું પણ ના રહે.

હવે આખા પણ ઉપર મિક્ષ્ચર લગાડાય જાય એટલે પાન ને બને છેડા થી ભેગું કરી તેના પર પાછુ બનાવેલું મિક્ષ્ચર

લગાડવું.

હવે તે લગાડાય ગયા પછી તેના રોલ વાડી લેવા. તે વળાય ગયા બાદ. ઢોક્ડીયું લઇ તેમાં ૨ ગ્લાસ જેટલું પાણી નીચે ગરમ કરવા મુકો. તે થઇ ગયા બાદ તેના પર ઢોકડિયા ની પ્લેટ મુકો અને તેના પર અપડા બનાવેલા પાતરા મૂકી. ઢોકડિયું બંદ કરી ૧૦-૧૨ મિનીટ સુધી થવા દો.

પાતરા બની ગયા બાદ કટર વડે તેના વચે ના ભાગ થી નાના નાના કટકા કરી લો. અને આ પાતરા હવે તૈયર છે તો અપડે તેને કોઈ પણ ચટણી હારે સેર્વ કરી શકીએ છીએ. અને હવે અપડે જોઈશું વઘારેલા પાતરા.

હવે એક પેન ગરમ કરી તેમાં પેહલા તેલ ઉમેરીસું. તેલ ગરમ થઇ ગયા બાદ તેમાં અપડે જીરું, તલ, તમાલ પત્ર, અને લાલ સુકું મરચું ઉમેરીસું.

હવે અપડે પેન માં ઉમેરીસું પાતરા અને તેના પર ઉમેરીસું મસાલા જેવા કે સ્વાદ પ્રમાણે નમક, મરચું પાઉડર,હળદળ, ગરમ મસાલો, અને ખાંડ. હવે તે બની જાય એટલે ગેસ બંદ કરી તેને ઉતારી લઈશું.

હવે પાતરા ને એક પ્લેટ માં લઇ. તેના પર ખજુર – આંબલી ની ચટણી ઉમેરીસું. ત્યાર બાદ સેવ, ડુંગળી, કોથમરી ઉમેરી પાતરા ને ગર્નીશ કરીશું. અને ટમેટો સોસ કોથમરી અને પાતરા પણ મુકીસું. તો તૈયાર છે ગરમા ગરમ રસ પાતરા ની પ્લેટ.

નોંધ: પાતરા માં ગર્નીશ કરતી વખતે દાડમ ના બી, પણ ખુબજ સરસ લાગે છે. તેમજ પાતરા ને વઘારવા જરૂરી નથી એમનેમ પણ એટલા જ સરસ લાગે છે. જેને આપડે કોઈ પણ ચટણી કે સોસ જોડે સેર્વ કરી શકીએ છીએ.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી