રસ મલાઈ – બંગાળી વાનગી છે પણ સૌની ફેવરીટ છે રસગુલ્લા જેવી જ ટેસ્ટી પણ તો ટ્રાય કરો

રસ મલાઈ

રસ મલાઈ , એક એવી બંગાળી મીઠાઈ જે પૂરી દુનિયા માં પ્રખ્યાત છે . રૂ જેવા પોચા રસગુલ્લા ને જાડુ કરેલા દૂધ સાથે પીરસો.. કેસર , એલૈચી , જાયફળ નો સ્વાદ રસ મલાઈ માં ચાર ચાંદ લગાવશે . ડ્રાય ફ્રુટ થી સજાવેલી રસ મલાઈ એકદમ ઠંડી પીરસવામાં આવે છે. રસ મલાઈ ૨ રીતે બનાવાય છે

૧. બજારના તૈયાર રસગુલ્લા સીધા રબડીમાં નાખીને
૨. ઘરે રસ ગુલ્લા બનાવી ..

બીજી રીત લાંબી છે પણ ખુબ જ સ્વાદિષ્ટ બને છે . તો ચાલો બાળકો અને પરિવારને આપીએ ઘરની બનાવેલી રસ મલાઈ , જે છે સ્વાદિષ્ટ અને ભેળસેળ વિનાની ..

સામગ્રી :

પનીર બનાવા માટે

• ૧.૨૫ લીટર ફૂલ ફેટ દૂધ
• ૨-૩ ચમચી લીંબુ (આપ દહીં કે વિનેગર પણ વાપરી શકો )

ખાંડની ચાસણી બનાવવા

• ૧ વાડકો ખાંડ
• ૨ ચપટી એલૈચીનો ભૂકો

રબડી બનાવવા

• ૦.૭૫ લીટર ફૂલ ફેટ દૂધ
• ૧/૨ વાડકો ખાંડ (સ્વાદ અનુસાર વધારે ઓછી કરવી )
• થોડા કેસરના તાંતણા
• ૧ ચમચી એલૈચીનો ભૂકો
• ૧/૪ ચમચી જાયફળનો ભૂકો
• બદામ અને પીસ્તા , સજાવટ માટે

રીત :

રીતમાં સૌ પ્રથમ આપણે રબડી બનાવાની રીત જોઈશું . રબડી એટલે જાડું કરેલું ફ્લેવરફૂલ દૂધ . પોણો લીટર દૂધ જાડા તળિયા વાળા તપેલામાં ગરમ મુકો.

૨ ચમચી ગરમ દૂધમાં કેસરને પલાળી લો. તપેલાનું દૂધ જયારે ઉકાળવા માંડે એટલે એમાં પલાળેલું કેસર , ખાંડ, એલૈચી અને જાયફળનો ભૂકો ઉમેરો .. માધ્યમ આંચ પર ઉકાળો .

થોડી થોડી વારે હલાવતા રેહવું . એ વખતે તપેલા માં ઉપર જે મલાઈ જામે એને સાઈડ પર કરતા જાઓ . દૂધ અડધું થઇ જાય ત્યારે ગસ બંધ કરી લેવો .

હવે આપણે બનાવીશું પનીર ,

એના માટે તપેલા માં દૂધ લો . દૂધ ઉકાળવા માંડે એટલે એમાં લીંબુ \નો રસ ઉમેરો .. ગેસની આંચ ધીમી રાખી , દૂધને હલાવતા જાઓ.

ધીમે ધીમે આપ જોશો કે દૂધ ફાટતું જાશે અને લીલા કલરનું પાણી છુટુ પડશે .. હવે આ ફાટેલા દૂધને પાતળા કપડામાં ગાળી લો .

એના પર ૧ ગ્લાસ તાજું પીવાનું પાણી નાખી હાથથી મસળી લો. પનીર સાફ થઇ જશે અને ઠંડુ પણ . કપડાને ગાંઠ મારી થોડી ઉચાય પર ટીંગાડી દો . ૪૦-૪૫ મિનીટ માટે રાખી દો અને બધું વધારાનું પાણી નીકળી જવા દો ..

ત્યારબાદ પનીરને મોટી થાળીમાં લઇ , મસળો. આપ જોશો કે પનીરમાં કોરુ હશે અને એક આછી ભીનાશ હશે અને એટલું હોવું જ જોઈએ , વધારે પડતું કોરું પડેલું પનીર રસ મલાઈ બગાડી દેશે .

૩-૪ મિનીટ માટે પનીરને મસળો , વધારે-ઘી છુટું પડે એટલું મસળવું નહિ .

હળવા હાથે મસળો અને નાની ડિસ્ક જેવો આકાર આપો . કિનારીઓને એકસરખી કરી લેવી .. બધી બનાવી ઢાંકીને રાખી દો .

ખાંડની ચાસણી બનાવવા માટે ૧ વાડકો ખાંડ અને ૩ વાડકા પાણી લો . માધ્યમ આંચ પર રાખો જ્યાં સુધી ખાંડ પૂરી રીતે ઓગળી ના જાય . હલાવતા રહો .હવે એમાં પનીરની ડિસ્ક ઉમેરો . ઢાંકી ને ૮-૯ min માટે ઉકાળો . તમે જોશો કે ડિસ્ક ડબલ સાઈઝ ની થઇ ગઈ હશે . ગેસ બંધ કરી ૧ કલાક માટે એમ જ રેહવા દો ..

 

ઉકાળવા માંડે એટલે એમાં એલૈચી ભૂકો ઉમેરો ..

ત્યારબાદ એક એક કરી ડિસ્ક ને કાઢો , હળવેથી નીચવી રબડીમાં ઉમેરો .

નીચવવા માટે હાથથી અથવા ૨ ચમચીની વચ્ચે કરી શકો . રબડીમાં ઉમેરી માધ્યમ આંચ પર ૩-૪ min માટે ઉકાળો . ઉપરથી બદામ પીસ્તાની સજાવટ કરો

.. એકદમ ઠંડી કરી પીરસો રસ મલાઈ …

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી