કેટલાક રમૂજી ગુજરાતી શબ્દો

દરેક ભાષાનું એક આગવું મહત્વ અને ઓળખ હોય છે. એક સર્વે મુજબ ભારતમાં 780 પ્રકારની ભાષા બોલવામાં આવતી હતી જેમાં છેલ્લા 50 વર્ષોમાં 220 જેટલી ભાષાઓ મરી પરવારી છે. અત્યારે ભારતમાં લગભગ 438 જેટલી ભાષાઓ બોલવામાં આવે છે. જેમાં ગુજરાતી ભાષા પોતાના લહેકાને લીધે ખૂબ પ્રચલિત છે. મરાઠી, પંજાબી અને સાઉથની ફિલ્મોનીમાં પણ ગુજરાતી શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે. ગુજરાતી ભાષા મીઠી ભાષા છે. જેમાં પણ ખાસ કરીને સૌરાષ્ટ્રની કાઠીયાડી બોલી, કચ્છી બોલી, સુરતી બોલીના શબ્દોમાં વધુ મીઠાશ જોવા મળે છે. એક ગુજરાતી કહેવત છે કે બાર ગાઉએ બોલી બદલાય એટલે કે લગભગ વીસ કિલોમીટરે બોલી બદલાય છે. આ માટે કહેવાય છે કે –

બાર ગાઉએ બોલી બદલે
તરુવર બદલે શાખા
પણ લખ્ખણ ન બદલે લાખા

માણસની ભાષા પરથી એ ક્યાંનો રહેવાસી હશે એનો અંદાજ મુકી શકાય છે. એ જ રીતે માણસની ભાષા એના સ્વભાવ અને સંસ્કારોની પણ છડી પોકારે છે. એક જ વાત બે રીતે કહી શકાય છે. પણ માણસ કેળવાયેલ ન હોય, સંસ્કારી ન હોય અથવા તામસી પ્રકૃતિનો હોય તો એની ભાષા સ્વાભાવિક રીતે જ બરછટ અને કડવી લાગે તેવી હોય છે. ઉદાહરણ તરીકે ‘લૅબુ, મૅઠું અને પૉણી આવ્યું એટલે સમજો મહેસાણા આવ્યું. જે માણસ એક વાક્યમાં બે-ત્રણ ગાળો બોલી દે તો સમજવું કે સુરતી લાલો છે. કાઠીયાવાડી લોકો વિયા ગ્યા (જતા રહ્યા), જામો પડી ગયો (વટ પાડી દેવો), મોજ આવી ગઇ (મજા આવી ગઇ), જેવા શબ્દોનો ઉપયોગ કરતા હોય છે.

કેટલાક રમૂજી ગુજરાતી શબ્દોઃ જો અર્થ ખબર ના હોય તો તમારા માતા-પિતા, ભાઈ-ભાડરું, સગા-વ્હાલાં, મિત્ર-બહેનપણી ને પૂછી લેજો!

૧) મકોડી પહેલવાન
૨) ચાકા જામ
૩) પોચું
૪) ગજવું
૫) કૌમુદિની
૬) રસમંજરી
૭) ચોટલી
૮) પોટલી
૯) ખેંપટ
૧૦) ચીપકું
૧૧) બકુડી
૧૨) પોપટ
૧૩) પોદડો
૧૪) મૂતરડી
૧૫) ડોબું
૧૬) દોઢ ડાહ્યો
૧૭) ચાંપલો
૧૮) વાયડો
૧૯) ચક્રમ
૨૦) પાયલી
૨૧) લઠ્ઠો
૨૨) ફાંકા ફોજદારી
૨૩) ચિંગૂસ
૨૪) ફેંકુ
૨૫) ખૂંટિયો’

બીજા કોઈ હોય તો કોમેન્ટમાં લખો.

ટીપ્પણી