સ્ટોક માર્કેટના શેરનેં ફેર બદલ કરી અમીર કેમ બનવું એ રાકેશ ઝુનઝુનવાલા પાસેથી શીખવા જેવું છે…

રાકેશ ઝુનઝુનવાલાને વ્યાપક રૂપે ભારતીય વોરન બફેટ તરીકે ઓળખાય છે. સ્ટોક માર્કેટના શેરનેં ફેર બદલ કરી
અમીર કેમ બનવું એ રાકેશ ઝુનઝુનવાલા પાસેથી સીખવા જેવું છે. શેર બજારનાં રાજા તરીકે ઓળખાતા મોટા માથા
પાસેથી આ ૧૧ ટીપ્સ સીખવા જેવી છે. આ ટીપ્સને ધ્યાનમાં રાખવાથી શેર બજારમાં કોઈ વ્યક્તિ નિષ્ફ્ળ નહીં જાય.

શેર બજારમાં વહેલા એ પહેલાનાં ધોરણે ચાલવુ એ અનિવાર્ય નથી.સૂચકાંક અનુસાર સેન્સેક્સ અને નિફ્ટીએ ૨૦ ટકા
રીટર્ન ચુકવેલુ છે. 11 ટિપ્સ પર એક નજર નાખો, જે રોકાણકારોનેં શેરબજારમાં નિષ્ફળ થતા અટકાવી શકે છે,
નુકસાન ઘટાડી શકે છે અને નફો કરી શકે છે.

૧. મેં પ્રેસ અને પત્નિઓ માટે એ જ સીખ્યુ છે “એ લોકો કહીં પણ કહે તો વાતોં પર રીએક્શન ના આપવું”

રોકાણકારો ઘણીવાર અખબારો અને મીડિયામાં સ્ટોક ભલામણો પર જાય છે પરંતુ તેઓ ભાગ્યે જ
વ્યવસાયનાં તથ્યો જાણે છે. આવા રોકાણકારો ઘણીવાર ખોટ કરી નાખે છે, કારણ કે તે પરિબળોને માપવામાં અસમર્થ
છે.

૨. તેમાંથી વલણ અને લાભોનું અનુમાન કરો. વિચાર શ્રેણીથી અલગ ચાલવું જોઇએ.

વેપારીઓ અથવા રોકાણકારો શેરબજારમાં સ્ટોકમાં ટીપ્સને અનુસરે છે. આ એક સારી વાત નથી કારણ કે રોકાણનો
હેતુ વ્યક્તિથી વ્યક્તિને અને સમય સમય પર અલગ અલગ હોઈ શકે છે. તેથી પોતાને પૂછો કે તમે શા માટે કોઈ
ચોક્કસ સ્ટોક ખરીદો છો?

૩. વ્યવસાયમાં રોકાણ કરો, કોઈ કંપની નહીં

સામાન્ય રીતે, રોકાણકારો વિરુદ્ધ કરે છે, એટલે કે જો કોઈ ચોક્કસ કંપનીનો સ્ટોક ખરીદવા માટે ઉશ્કેરાય છે. લોકો
વ્યવસાયની પ્રકૃતિને જાણ્યા વગર તે ખરીદે છે.

૪. રોકાણ ત્યારે કરો જ્યારે સ્ટોક લોકપ્રિય નથી.

રોકાણકારો આ કુશળતાના અભાવના કારણે કારણ કે ઘણી વખત તેઓ કંપની અને તેના બિઝનેસનીં તપાસ નથી
કરતા. કંપનીના શેર ત્યારે ખરીદે છે જ્યારે કંપની સ્ટોક લોકપ્રીય બને છે. જ્યારે શેરી વિક્રેતાઓ પણ તેના વિશે વાત
કરવાનું શરૂ કરે છે ત્યારે ખરીદે છે અને એ જ એમની સૌથી મોટી ભૂલ છે.

૫. જો તમને આજે તક દેખાય છે તો જડપી લો!
યોગ્ય સમય માટે ખૂબ જ રાહ ન જુઓ. તમને બિઅનેસની સારી તક દેખાય છે તો આજે જ ખરીદો. પરંતુ તેનો અર્થ એ નથી કે તમે બ્રેડનાં પેકેટનીં “ઍક્સપાઇરી ડેટ” જોતા જ ભૂલી જાઓ.
૬. ભૂલોથી શીખો નુકસાન લેવાનું શીખો
રોકાણકારોએ શેરબજારમાં કરેલા ભૂલોમાંથી શીખવા માટે એક ઇરાદાપૂર્વક પ્રયાસ કરવો જોઈએ, કારણ કે દરેક ભૂલ પોતે એક પાઠ હશે. રોકાણકારોએ ખોટને પચાવતા શીખવું જોઈએ, કારણ કે એકનો નફો અને એકને નુકસાન થાય છે.
૭. હંમેશા ભરતી સામે જાઓ, જ્યારે અન્ય વેચાણ કરે છે ત્યારે ખરીદો અને બીજા ખરીદે છે ત્યારે વેચાણ કરો.
જ્યારે લોકો સ્ટોકનું વેચાણ કરે છે ત્યારે તમે ખરીદશો તો તમને ઓછા ભાવમાં વધુ સ્ટોક ખરીદી શકશો. અને પછી માર્કેટનેં પલટાવા દો. જ્યારે લોકો ખરીદશે ત્યારે તમે તમારા સ્ટોકનું વેચાણ કરો.
૮. શેરબજારમાં ભાવનાત્મક રોકાણ એ નુકસાનને પ્રેમ કરવા જેવુ છે
કોઈ કારણોસર લાગણીશીલ બની કંપનીને વળગી રહો નહીં: “આ મારા પિતાની પ્રિય કંપની હતી”, અથવા આવા અન્ય કારણોસર સ્ટોક ખરીદો નહીં. હંમેશા વ્યવસાય સાથે પ્રેમમાં પડો. તમારી લાગણીઓથી પરે તમે તમારા તર્ક-વિતર્કને ધ્યાનમાં રાખી નિર્ણય લો.
૯. સ્ટોક ન્યુઝ અને મોટા ઇન્વેસ્ટરનું વિચારા વિનાં અનુસરણ કરવુ.
રોકાણકારોની આદત હોય છે એ ખોટી અફવાનેસાચી માની સ્ટોક ખરીદી લેતા હોય છે ઉદાહરણ જોઇએ તો કોઇ મોટા રોકાણકારે ફલાની કંપનીનાં સ્ટોક ખરીદવાનું નક્કી કર્યુ છે. એનો મતલબ નેથી કે એ કંપની સારી છે. મોટા રોકાણક્કરો દ્વારા સ્ટોકનીં ખરીદી કરવી એ અફવાનાં કારણે કંપનીના ઘણા શૅર વેચાતા હોય છે થોડા સમય પછી એ રોકાણકાર એ કંપનીથી જોડાયેલો નથી હોતો.
૧૦. ઇન્વેસ્ટમેન્ટનાં સમયને પાકવા દો. ધેર્ય રાખો અને ડાયમંડ મેળવો.
રોકાણકાર ઓછા નફાની ગણના કરી શેર ખરીદે છે અને વેચે છે. રોકાણકાર વ્યાપારી નથી બનતા પણ ટ્રેડર બને છે જેના કારણે નુકસાન થાય છે. રોકાણને સમય આપો વ્યાપારી બનો ટ્રેડર નહી. તમે બિઝનેસ ખરીદો છે શેર નહીં એટલુ યાદ રાખો.
૧૧. રોકડ તમારા હાથમાં રાખો જેથી નવી તકને જતી ના કરવી પડે.
જો તમારા હાથમાં રોકડા હશે તો તમે નવી તકને થામી શક્શો અને સારો એવો નફો થઇ શકે છે. રોકાણકારો બધા પૈસા રોકી નાખે છે. પૈસા હાથમાં ના રાખવા એ અત્યંત ખરાબ આદત છે. નવી તક હાથ માંથી જવાનાં યોગ છે.

લેખન સંકલન : દીપેન પટેલ

શેર કરો આ માહિતી તમારા મિત્રો સાથે અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી