રજવાડી આઈસ્ક્રીમ – બાળકોનો ફેવરીટ ને ટેસ્ટી ટેસ્ટી આઈસક્રીમ બનાવો હવે ઘરે…….

રજવાડી આઈસ્ક્રીમ

ઉનાળો આવી ગયો છે.. તો જમવાનું મળે કે ના મળે રોજે કઈ ને કઈ ઠંડુ ખાવા નું તો મન થાય જ છે. એમાં પણ બહાર ના ઠંડા-પીણા પીવા કે બહાર ના આઈસ્ક્રીમ ખાવા કરતા કેમ ઘરે જ બહાર જેવું જ સોફ્ટ અને ખુબ જ સરસ આઈસ્ક્રીમ બનાવીએ.

આ આઈસ્ક્રીમ ખાવા માં ખુબ જ ટેસ્ટી તેમજ હેલ્દી પણ છે. બાળકો ગમે તેટલી માત્રા માં આ આઈસ્ક્રીમ ખાય તો પણ ના પડવાની જરૂર પડતી નથી.

આ આઈસ્ક્રીમ માં ખુબ જ ફેટ વાળું દૂધ અને ઉનાળા માં રાહત આપતા તકમરિયા તેમજ ખુબ જ સારી માત્રા માં ડ્રાયફ્રુટ્સ ઉમેરવામાં આવે છે. તો ચલો બનાવીએ રાજ્વાળી આઈસ્ક્રીમ.

સામગ્રી:

  • ૨-૩ ગ્લાસ દૂધ,
  • કાજુ,
  • બાદામ,
  • કાળી દ્રાક્ષ,
  • લીલી દ્રાક્ષ,
  • અંજીર,
  • ખાંડ,
  • તકમરિયા.

(ડ્રાયફ્રુટ નું કોઈ પણ ચોકસ માપ લેવાની જરૂર નથી જે પણ ડ્રાયફ્રુટ જેટલી પણ માત્રા માં પસંદ હોય એટલા લઇ શકાય છે.)

રીત:

સૌપ્રથમ આપણે લઈશું ડ્રાયફ્રુટ્સ એના માટે મેં લીધા છે. કાજુ, બદામ, કાળી દ્રાક્ષ,લીલી દ્રાક્ષ, અને અંજીર. આમાં આપણા પસંદીના બધા જ ડ્રાયફ્રુટ ઉમેરી શકાય છે.હવે આપણે આઈસ્ક્રીમ બનાવવા માટે લઈશું દૂધ. ત્યાર બાદ જેટલા પણ ડ્રાયફ્રુટ્સ લીધા છે તેને પાણી માં પલાળી લઈશું જેથી તે સોફ્ટ થઇ જાય. બધા જ ડ્રાયફ્રુટ ને અલગ અલગ અથવાતો એક બાઉલ માં ભેગા પણ પલાળી શકાય છે. ત્યાર બાદ લીધા છે તકમરિયા જેને પાણી માં પલાળી લીધા છે.હવે બધા જ ડ્રાયફ્રુટ ને નીતરી લઈશું. અને મિક્ષ્ચરમાં પીસવા માટે મૂકી દેવા. તેમાં જરૂર પડે તો દૂધ ઉમેરી શકાય છે. જેથી ડ્રાયફ્રુટ જલ્દી થી અન ખુબ જ સારી રીતે પીસાઈ જશે.હવે ડ્રાયફ્રુટ પીસાઈ ગયા છે. તો તેને એક બાઉલ માં કાઢી લઈશું. તેને થોડા અધકચરા રાખવા જેથી જયારે શેક જોડે ડ્રાયફ્રુટ મોઢા માં આવશે તો ખુબ જ સરસ લાગશે.હવે આપણે લઈશું દૂધ. દૂધ અને તેમાં ખાંડ ઉમેરી ઉફાનો આવે ત્યાં સુધી ઉકાળી લેવું. જેથી દૂધ મીઠું થઇ જશે. હવે તેમાં ઉમેરીશું ડ્રાયફ્રુટ નું મિક્ષ્ચર. અને તેને મિક્ષ કરી ધીમી આંચ ઉપર થવા દેવું.દૂધ ને ધીમી આંચ ઉપર રાખી ખુબ જ ધીમે થી ચમચા વડે મિક્ષ કરતા રેહવું જેથી તે બેસી ના જાય. હવે આઈસ્ક્રીમ નો બેઝ તૈયાર થઇ ગયો છે તો તેને એક બાઉલ માં કાઢી ઠંડું થવા માટે મૂકી દઈશું.તે ઠંડુ થઇ ગયા બાદ તેને એક ટીન ના બોક્ષ માં કાઢી ઉપર થી પલાળેલા તકમરિયા ઉમેરો. અને તેને બંદ કરીદો.ત્યાર બાદ તેને ફ્રીઝર માં ૪ થી ૫ કલાક માટે સેટ થવા મૂકીદો. આઈસ્ક્રીમ બરાબર ના જામ્યું હોય તો જોઈ ને પાછુ થોડી વાર માટે પણ મૂકી શકાય છે.આઈસ્ક્રીમ તૈયાર થઇ ગયું છે. તેને ચેક કરી લેવું. બરાબર હોય તો ટીન ના બોક્ષ ને બહાર કાઢી લેવું. તો આઈસ્ક્રીમ સેર્વિંગ માટે તૈયાર છે.તો આઈસ્ક્રીમ ને એક ડીસ માં કાઢી તેના પર ખાંડ ની ચાસણીથી ગર્નીશ કરી ઉપર ડ્રાયફ્રુટ મૂકી સેર્વ કરો. આઈસ્ક્રીમ જોડે ગર્નીશ કરેલી ખાંડ ઓગળશે અને ડ્રાયફ્રુટ ના લીધે આઈસ્ક્રીમ ખુબ જ સરસ લાગે છે.

નોંધ: આઈસ્ક્રીમ બહાર જેવું સોફ્ટ ના થાય તો. પેલી વખત આઈસ્ક્રીમ ફ્રીઝ માં સેટ મુકો અને સેટ થઈ જાય ત્યાર બાદ આઈસ્ક્રીમ ને બહાર કાઢી તેમાં બ્લેન્ડર વડે પાછુ લીક્વીડ ફોર્મ માં લાવીદો અને પાછુ ફ્રીઝ માં સેટ થવા મુકો. અને ત્યાર બાદ જે આઈસ્ક્રીમ થશે એ બહાર જેવું જ સોફ્ટ અને ખુબ જ ટેસ્ટી થશે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

 

ટીપ્પણી