આજે ઘરે બેઠા બનાવો રાજકોટની ફેમસ ચટણી…

રાજકોટની ફેમસ ચટણી (Rajkot Ni Famous Chatni)

સામગ્રી:

૧કપ આખા શીગંદાણા
૫ નંગ સમારેલા લીલાં મરંચા
૧/૨ટી.સ્પૂન લીમ્બૂ ના ફૂલ
૧/૪ટી.સ્પૂન મીઠું
ચપટી હળદર

રીત:

શીંગદાણાના દાણા ને ૪-૫કલાક પલાળી દો. હવે મિક્સર જાર માં બધી વસ્તુઓ ભેગી કરી પીસી લો.ફાઇન પેસ્ટ કરી લો બસ તૈયાર છે ટેન્ગી અને સ્પાઈસી ચટણી આને વેફર,ચીપ્સ,ભજીયા,ચેવડા, તથા અન્ય સાથે ખાઈ શકાય.

આ ચટણી સુકી જ ૪-૫મહીના ફ્રિઝ માં સાચવી શકાય.પણ પીસતી વખતે પાણી જરા પણ ના નાખવું સુકી જ વાપરી શકાય અથવા જયારે જેટલી વાપરવી હોય તેટલી માં પાણી કે દહીં ઉમેરી ને વાપરી શકાય.

રસોઈની રાણી : ભાવિષા.પ્રવીણભાઈ.ભીન્ડે (કચ્છ)

બનાવો અને બધાને ચખાડો, બધાને ભાવશે. શેર કરો અને લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી