રાજકોટનો ફેમસ “ચાપડી/તાવો” હવે સૌ કોઈ બનાવશે પોતાના ઘરે…જાણો, સ્ટેપ બાય સ્ટેપ રીત..

“ચાપડી તાવો” (Chapdi Tavo/ Undhiyu)

રંગીલા રાજકોટના લોકો આ વાનગી પાછળ દિવાના ! જેવા કે રાજસ્થાની લોકો દાલ બાટી પાછળ…!! ઘણા લોકો ચાપડી ઊંધિયું પણ કહે છે…હિરલબેન લાવ્યા છે રાજકોટનું પ્રખ્યાત ચાપડી ઉંધીયાની કાઠ્યાવાડી ચાપડીની રેસિપી ….

15-16 ચાપડી માટે

સામગ્રી :

2 મોટા બાઉલ ઘઉંનો જાડો લોટ,
1/4 બાઉલ રવો,
1/4 બાઉલ ચણાનો લોટ,
તલ,
જીરું,
વરિયાળી,
તેલ (લાડવામાં મોણ દઈ તેવી રીતે),
મીઠું,
હુંફાળું પાણી,

ચાપડીની રીત:

– એક વાસણમાં ઘઉંનો જાડો લોટ લો.

એમાં રવો, ચણાનો લોટ, જીરું, વરિયાળી, તલ, તેલનું મોણ દઈ બરાબર મિક્સ કરવું.

– હુફાળા પાણી વડે લાડવાના મુઠીયા બનાવી તેવો લોટ તૈયાર કરવો, નહીં બહુ કઠણ કે ન ઢીલો…

– હવે તેને હાથ વડે કે પાટલી પર મસળી ગોળ ગોળ નાની ચાપડી થેપી લેવી,

  • ત્યારબાદ તળી લેવી.

– પહેલા ફાસ્ટ તાપે પછી મીડીયમ તાપે તળવી જેથી અંદર સુધી ચોપડી ચડી જાય.

– તો તૈયાર છે ચાપડી, તાવો ચાપડી ચોળીને મતલબ હથેળી વડે ચાપડીનો ભુક્કો કરી તેમાં તાવો નાખી ખાવાનો હોય…

– ચાપડી ચા જોડે પણ બહુ જ ટેસ્ટી લાગે છે.

તાવો ચાપડી ચોળીને મતલબ હથેળી વડે ચાપડીનો ભુક્કો કરી તેમાં તાવો નાખી ખાવાનો હોય…

તાવો બનાવવાની રીત :

તાવા સબ્જી માટેની સામગ્રી :

૧.૫ બાઉલ પલાળેલા મિક્ષ કઠોળ (મગ, ચણા, વાલ, ચોળી),
૧ બાઉલ લીલા વટાણા,
૧ બાઉલ લીલા તુવેરના દાણા,
૧ બાઉલ બટેકા,
૧ બાઉલ ગાજર,
૧ બાઉલ રીંગણા,
૧.૫ બાઉલ કોબી,
૧ બાઉલ વાલોળ-પાપડી,
૧/૨ બાઉલ દુધી,
૧ બાઉલ ફ્લાવર,
૧ બાઉલ ટમેટા,
૧ બાઉલ ડુંગળી,
૧ મરચુ,
નાનો ટુકડો આદુ,
૭-૮ કળી લસણ,
૧ ચમચી રાઈ,
૧ ચમચી જીરું,
ચપટી હિંગ,
૧/૨ નંગ બાદીયા,
ટુકડો તજ,
૨-૩ લવિંગ,
૩-૪ મરી,
તમાલપત્ર,
૧ સુકું લાલ મરચું,
લીલો લીમડો,
૧ ચમચી ગરમ મસાલો,
૨ ચમચી લાલ મરચું,
૧ ચમચી હળદર,
૨ ચમચી ધાણાજીરું,
મીઠું,
તેલ,
કોથમીર,

તાવાની રીત:

– સૌ પ્રથમ આદુ મરચા લસણની પેસ્ટ બનાવી.

– કુકરમાં મગ, ચણા, વાલ, ચોળી, લીલા વટાણા, લીલા તુવેરના દાણાને પલાળવા .

-અને પછી કુકરમાં બાફી લેવા.


– કુકરમાં બટેકા, ગાજર, વાલોળ-પાપડી, દુધી, કોબી, ફ્લાવર, રીંગણા, થોડું પાણી અને મીઠું મિક્ષ કરી ૩ સીટી કરી લેવી.

– શાકના માપમાં વધ ઘટ કરી શકાય અને શાક વધારાના નાખવા હોય કે આમાંથી ન નાખવા હોય તો તે આપના પરિવારના સ્વાદ અને ગમા અણગમા અનુસાર ફેરફાર કરી શકાય.

– હવે એક કડાઈમાં 5-7 મોટા ચમચા તેલ મૂકી રાઈ, જીરું, બાદીયા, તજ, લવિંગ, મરી, તમાલપત્ર, સુકું લાલ મરચું, લીલો લીમડો, હિંગનો વધાર કરી તેમાં આદુ મરચા લસણની પેસ્ટ અને ડુંગળી ઉમેરી સહેજ કૂક કરી ટમેટા ઉમેરવા.

– ટમેટા થોડા ચડે એટલે તેમાં બાફેલ કઠોળ ઉમેરી બરાબર હલાવી બાફેલ શાકને મેશ કરી મિક્ષ કરવું.

– હવે તેમાં ગરમ મસાલો, લાલ મરચું, હળદર, ધાણાજીરું, મીઠું નાખવું.

– છેલ્લે લીંબુનો રસ ટેસ્ટ મુજબ ઉમેરવો, કોથમીર ભભરાવીને મિક્ષ કરી લેવું.

– તો તૈયાર છે તાવો, તાવો ચાપડી ચોળીને મતલબ હથેળી વડે ચાપડીનો ભુક્કો કરી તેમાં તાવો નાખી ખાવાનો હોય…

તાવો બનાવવા માટે નો વિડીયો નીચે જુઓ :

 

રસોઈની રાણી: હિરલ રાકેશ ગામી (જામનગર)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

 

ટીપ્પણી