“રાજસ્થાની બટાકી” – ખુબ સરળ રીત છે તો ક્યારે બનાવશો? અને રેસીપી કેવી લાગી એ જરૂર જણાવજો..

“રાજસ્થાની બટાકી”

* સામગ્રી :-

* ૧૫0 ગ્રામ નાની બટાકી ,
* ૫૦ ગ્રામ લસણ,
* એક કપ દહી,
* ૨ ટી સ્પૂન લાલ મરચુ,
* ૧૧/૨ ટી સ્પૂન ધાણાજીરૂ,
* ૧/૨ ટી સ્પૂન ગરમ મસાલો,
* ૧/૪ ટી સ્પૂન હળદર,
* ૧/૨ ટી સ્પૂન જીરૂ,
* મીઠુ સ્વાદ મુજબ,
* તેલ,
* હિંગ,

* રીત :-

– સો પ્રથમ બટાકી ને બે સીટી વગાડી બાફવા. પછી તેને છોલી કાટા થી ( fork ) થી કાણા પાડી તેલ મા તળી લેવા .( ગુલાબી પડતા )
– લસણ ને મિકસર મા જીણુ વાટી લેવુ . દહી ને વલોવી લેવુ.
– હવે એક કડાઇ મા ૨ થી૩ ચમચી તેલ મૂકી જીરૂ નાખવુ. જીરૂ તતડે એટલે હીગં નાખી વાટેલુ લસણ નાખવુ .
– લસણ ને બરાબર સાતળવુ. તેલ છુટુ પડે એટલે બધા મસાલા કરી ફરી સાતળવુ. પછી દહી નાખી મિકસ કરવુ. ( દહી નાખતી વખતે ગેસ ધીમો રાખવો. )
– થોડુ પાણી નાખી એક ઉભરો આવે એટલે બટાકી નાખી મિકસ કરવુ.
– આ શાક ને પરાઠા સાથે સવૅ કરવા.

રસોઈની રાણી – કાજલ શેઠ (મોડાસા)

આપ આ વાનગી Whats App અથવા Facebook પર શેર કરી અમારો ઉત્સાહ અચૂક વધારજો !

ટીપ્પણી