Rajagara no Shiro (રાજગરાના લોટનો શીરો)

1003761_150484731822644_1092268409_n

 

સુપ્રભાત મિત્રો,

ઘણા મિત્રો આખો શ્રાવણ મહિનો રહ્યા હશે તો તેમના માટે આજે આ ફીસ્ટ.

 

રાજગરાના લોટનો શીરો

 

સામગ્રી:

રાજગરાનો લોટ- 1 કપ

ખાંડ- 3/4 કપ

પાણી- 1 કપ

ઘી- 2 ટી સ્પૂન

સુકોમેવો

 

રીત:

• રાજગરાના લોટને કડાઈમાં ઘી લઈ શેકી લો(શરૂવાતમાં એમ લાગશે ઘી ઓછું છે પણ જયારે પાણી નાખી તૈયાર થાય એટલે ઘી ફૂટી નીકળશે).

• બીજી બાજુ ખાંડને કોઈ એક વાસણમાં ઓગળી લો.

• લોટ શેકાઈ જાય એટલે પાણી લોટમાં નાખી દો.

• લોટ પાણી શોષી લે અને વધારે પાણીની જરૂર લાગે તો નાખવું.

• સુકોમેવો નાખી સર્વ કરો.

 

રસોઈની રાણી: ગામી હિરલ (જામનગર)

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block