અકબરે પોતાની દીકરીઓને આખી જિંદગી રાખી હતી કુંવારી રાખી હતી, કારણ જાણી તમે દંગ રહી જશો

ઈતિહાસના શહેનશાહોની વાત કરીએ તો લોકોના મનમાં અકબર બાદશાહ માટે હિન્દુ વિરોધી અને એક ક્રુર શાસક તરીકેની છબી બનેલી છે. પરંતુ તમે અકબરની એવી ઘણી વાતો નહિ જાણતા હોવ. બહુ ઓછા લોકો જાણે છે કે, બાદશાહ અકબરે ત્રણ દીકરીઓ હતી અને અકબરે ત્રણેયને આખી જિંદગી કુંવારી રાખી હતી.

હકીકતમાં અકબર એવો રાજા હતો, જેને પોતાની આન,બાન, શાનથી વધીને કંઈ ન હતું. પોતાની શાન ખાતર તે કોઈ પણ હદ સુધી જવા તૈયાર હતું, પરંતુ પોતાની દીકરીઓના લગ્ન તે કરતા, તો દીકરીના પિતા હોવાને નાતે તેને દીકરીઓના સાસરી પક્ષ સામે હંમેશા ઝૂકીને રહેવું પડતું. બસ, આ જ કારણે અકબરે પોતાની દીકરીઓને કુંવારી રાખી હતી. તેમજ અકબર દ્વારા બનાવવામાં આવેલી આ પરંપરાને ઔરંગઝેબ, જહાંગીર અને શાહજહાએ પણ કાયમ રાખી હતી. આ રાજાઓએ પણ પોતાની દીકરીઓના લગ્ન કરાવ્યા ન હતા.

હરમમાં કિન્નરોની ફૌજ

બાદશાહ અકબરના હરમ એટલે કે, જ્યાં તેમની બેગમના રૂમ હતા, ત્યાં કોઈ પણ પુરુષોને જવાની પરમિશન ન હતી. આ કારણે જ તેમણે પોતાની બેગમની સુરક્ષા માટે કિન્નરોને રાખ્યા હતા. તેમની દરેક બેગમની સેવા માટે કિન્નરોની ફૌજ રહેતી. જે દિવસરાત બેગમોની સેવા કરતા હતા. ફિલ્મ જોધા અકબર અને સીરિયલ જોધા અકબરમાં પણ તમે જોયું હશે કે, બાદશાહ અકબરની બેગમોની સેવામાં કિન્નર રહેતા હતા.

હિન્દુ રાજાએ કરાવ્યા હતા અકબરના અગ્નિ સંસ્કાર

બાદશાહ અકબરને ઘણા લોકો હિન્દુ વિરોધી હોવાનું માને છે અને કહે છે કે, ઔરંગઝેબ પણ અકબરના પદચિન્હો પર જ ચાલતો હતો. ઔરંગઝેબે હિન્દુઓ સાથે બહુ જ ક્રુર વ્યવહાર કર્યો હતો. તેને કારણે હિન્દુઓ પરેશાન થઈ ગયા હતા. તેથી ઔરંગઝેબનો બદલો લેવા માટે  એક હિન્દુ શાસકે અકબરની કબર ખોદાવીને તેમાંથી હાડકા કાઢ્યા હતા અને તેના અગ્નિ સંસ્કાર કર્યા હતા.

પહેલાના રાજાઓ માટે પોતાની આન, બાન અને શાનથી વધુ કંઈ જ ન હતું. તેથી તેઓ પોતાની શાન યથાવત રાખવા કોઈ પણ હદે જવા તૈયાર હતા. ભારતમાં અકબર જેવો રાજા કોઈ ન હતો. તેનામાં અનેક ખામી હતી, પરંતુ તેમાં કેટલીક ખૂબીઓનો ભંડાર ભરેલો હતો, જેને કારણે તેને લોકો શહેનશાહ કહેતા હતા.

લેખન.સંકલન : તૃપ્તિ ત્રિવેદી 

ઐતિહાસિક માહિતી જાણવા માટે લાઇક કરો અમારું પેજ : ” જલ્સા કરોને જેંતીલાલ”

ટીપ્પણી