Raj Kachori (રાજ કચોરી)

1794692_646560698714365_1001471777_n

 

મિત્રો ! રસોઈની રાણી એવા મિતલબેન પટેલ આપણા સૌ માટે લાવ્યા છે એક અનોખી રેસીપી, “રાજ કચોરી” :

 

*સામગ્રી –

-1 કપ મેદો

-1 ટી સ્પૂન અજમો

-2 ટી સ્પૂન ઓગાળેલુ ઘી

-1 બાફેલુ બટાકુ

-1/2 કપ ફેંટેલુ દહી

-1/4 કપ આમલીની મીઠી ચટણી

-1/4 કાપ લીલી ચટણી

-સ્વાદમુજબ મીઠુ

-દળેલુ લાલ મરચુ

-જીરા પાવડર

– તળવા માટે તેલ

-સજાવવા માટે દાડમ અને સેવ

 

*રીત –

૧. મેંદામાં મીઠુ, અજમો અને ઘી નાખીને પાણીની મદદથી કઠણ લોટ બાંધી લો.

૨. તેના લુઆ બાનવીને તેને વણો અને ગરમ તેલમાં તળી લો. બટાકા છોલીને મેશ કરો.

૩. એક પ્લેટમાં તળેલી રાજકચોરી મુકો. તેને વચ્ચેથી તોડી લો.

૪. તેમા બટાકા, દહી, ચટણી, મીઠુ, મરચું, જીરુ નાખો.

૫. દાડમના દાણા અને સેવથી સજાવીને તરત જ સર્વ કરો.

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block