“રાઈતા મરચા” – શિયાળામાં ગરમાગરમ જમવાનું હોય અને એની સાથે આવા મરચા મળી જાય તો તો આ હા હા….

“રાઈતા મરચા”

આ શિયાળા માં મળતા મોળા મરચા નું અથાણું ફટાફટ અને સ્વાદિષ્ટ બનાવી શકાય. આશા છે આ મરચા તો બધા ને ભાવે જ , મને તાજા આથેલા મરચા બહુ જ ભાવે. સ્પેશિયલી ખાખરા અને થેપલા સાથે.

સામગ્રી :

• ૩૦-૪૦ નંગ મોળા મરચા
• ૧/૨ વાડકો રાઈ ના કુરિયા
• ૩ ચમચી મેથી ના કુરિયા
• ૧ ચમચી હળદર
• ૨ ચમચી મીઠું (વધારે ઓછું સ્વાદ પ્રમાણે , પણ અથાણા માં પુરતું મીઠું ઉમેરવું, નહિ તો બગડી જશે )
• ૧.૫ લીંબુ
• ૧.૫ ચમચી તેલ

રીત :

મરચા ને ધોઈ ને સુકા કરી લેવા. વચે થી કાપો કરી બીય બધા કાઢી લેવા ..


બેય કુરિયા ને મિક્ષેર માં થોડા કૃશ કરી લેવા. આમ કરવા થી કુરિયા ચાવવામાં નહિ આવે . હવે એમાં મીઠું , હળદર અને ૧/૨ ચમચી તેલ મિક્ષ કરો. બાકી નું તેલ આપણે છેલ્લે ઉમેરીશું .


હળવા હાથે બધું મિક્ષ કરી લો . આ મસાલો બીયા કાઢેલા મરચા માં ભરો.

એના પે ૧/૪ ચમચી મીઠું, લીંબુ અને બાકી નું તેલ ઉમેરો અને મિક્ષ કરો.

કાચ ની બરણી માં ભરો . એકાદ દિવસ પછી ઉપયોગ માં લઇ શકાય.

ફ્રીઝ માં મહિના ઓ સુધી સાચવી શકાય..

રસોઈની રાણી : રૂચી શાહ (ચેન્નાઈ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી