રેલ્વેમાં તમારે વારે તેહવારે મુસાફરી કરવાનું થાય છે તો ધ્યાનમાં રાખો આ માહિતી…

રેલવેમાં ભોજન મળે છે આ છે પ્રાઇસ લીસ્ટ, મુસાફરી કરવા સમયે તમારી સાથે રાખજો, અને ભોજન ખરાબ હોય તો કરો ફરિયાદ
તમે રેલવેમાં ખાદ્ય સામગ્રીની સંપૂર્ણ કિંમત લિસ્ટ ખબર હોવી જરુરી છે, આજે આપને આ પ્રાઈસ લિસ્ટ વિશે જાણકારી આપીશું

રેલવેના માર્ગેથી મુસાફરી દરમિયાન ખાવા-પીવાનાં પદાર્થોના સાચા ભાવથી આપણે અજાણ છીએ એટલે જ કર્મચારીઓ ભાવ કરતા વધારે પૈસાની માંગણી કરે છે. ક્યારેક કર્મચારીઓનેં પણ સાચા મુલ્યથી અજાણ હોય છે અને અજાણ્યે કર્મચારી તમારા પાસે વધારે પૈસા ઉઘરાવે છે. આ ઘટનાઓંથી બચવા માટે જનતાને રેલવેમાં અપાતી ખાધ સુવિધાનીં કીંમત આપણને ખબર હોવી જોઇએ.

૧. જનતા મીલ

રેલવેમાં સૌથી સસ્તો ખોરાક જનતા મીલ છે. એને જનતા ખાનાથી પણ ઓળખાય છે. ભારતીય રેલ મુજબ જનતા મીલમાં ૭ પૂરી અને શાક આપવામાં આવે છે, સાથે ૧૫ ગ્રામ અથાણું પણ દેવામાં આવે છે. રેલવે પ્લેટફોર્મ પર તેની કિંમત 15 રૂપિયા અને ટ્રેનની અંદર 20 રૂપિયા નક્કી છે. મુસાફરોથી વધારે પૈસાની માંગણી કરવી એ ગૈર કાનૂની છે.

૨. શાકાહારી ભોજન

રેલવેમાં શાકાહારી ભોજનમાં ૧૫૦ ગ્રામ ભાત, જીરા રાઇસ, પુલાવ અથવા જીરા રાઇસ આપવામાં આવે છે. સાથે ૨ પરોઠા, ૫ પૂરી અથવા ૪ રોટલી આપવામાં આવે છે. શાકમાં ૧૦૦ ગ્રામ મિક્સ વેજ અને ૧૫૦ ગ્રામ દાળ અથવા સાંભાર આપવામાં આવે છે. આ ઉપરાંત ૧૦૦ ગ્રામ દહીં અથવા ૪૦ ગ્રામ મિઠાઇ સાથે આપવામાં આવે છે. સાથે ૫૦ ગ્રામ અથાણું અને ૨૫૦ મીલી પાણી આપવામાં આવે છે. રેલવે પ્લેટફોર્મ પર શાકાહારી ભોજનનીં કીંમત ૪૫ રૂપીયા છે અને ટ્રેનની અંદર ૫૦ રૂપીયા છે.

૩. બિન-શાકાહારી ભોજન

આ ભોજનમાં શાકાહારી ખોરાક જેમ જ બધુ હોય છે. મિક્સ વેજની જગ્યા પર ૨ ઇંડાની કરીનોં સમાવેશ થાય છે. રેલવે પ્લેટફોર્મ પર બિન – શાકાહારી ભોજનનીં કીંમત ૫૦ રૂપીયા છે અને ટ્રેનની અંદર ૫૫ રૂપીયા છે.

૪. શાકાહારી નાસ્તા

શાકાહારી નાસ્તામાં 2 વેજ કટલેટ, 10 ગ્રામ બટર સાથે 2 બ્રેડ સ્લાઇસેસ અને 15 ગ્રામ ટોમેટો કેચપ આપવામાં આવે છે. બીજી ડિશમાં ૪ ઇડલી અને વજન ૨૦૦ ગ્રામ હોવુ જોઇએ. ૪ અળદનીં દાળના વડા જેનુ વજન ૧૨૦ ગ્રામ હોવું જોઇએ. ઇડલીની જગ્યાએ ઉપરા અથવા પૉંગલ પણ આપી શકાય છે. ભોજનનીં કીંમત ૨૫ રૂપીયા છે અને ટ્રેનની અંદર ૩૦ રૂપીયા છે.

૫. બિન-શાકાહારી નાસ્તા

બિન-શિકાહારી નાસ્તામાં 2 બ્રેડ સ્લાઇસેસમાં 10 ગ્રામ બટર, 2 ઇંડા, અને ટોમેટો કેચપને આપવાનો નિયમ છે. ભોજનનીં કીંમત ૩૦ રૂપીયા છે અને ટ્રેનની અંદર ૩૫ રૂપીયા છે.

૬. ચા, કોફી અને પાણી

રેલવેમાં ચા અને કોફીનો ભાવ પ્લેટફોર્મ અને સ્ટેશન પર 7 રૂપિયા છે. પાણીની વાત કરવા માટે 1 લિટર રેલ નીરની કિંમત 15 રૂપિયા અને 500 મિલી લિટર રેલિવે નીરની કિંમત 10 રૂપિયા છે.

વધારે કીંમત વસુલવા માટે અને ખરાબ ભોજન માટે ફરિયાદ

રેલવે સ્ટેશન અથવા ટ્રેનની અંદર તમે ખરાબ કવોલિટીનું ખાવાનું આપ્યું હોય અથવા કિંમતથી વધુ પૈસા વસૂલ થાય છે તો તે માટે ટોલ ફ્રી નંબર 1800-111-321 પર ફરિયાદ કરી શકાય છે. આ ઉપરાંત 9717630982 પર એસએમએસ દ્વારા પણ ફરિયાદ કરી શકાય છે.

લેખન સંકલન : અશ્વિની ઠક્કર

શેર કરો આ રસપ્રદ માહિતી તમારા મિત્રો સાથે અને દરેક મિત્રોને જાગૃત કરો. દરરોજ અવનવી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી