બહુ ચર્ચિત એપ્લિકેશન આધારિત જકડી રાખતી નવલકથા – રહસ્યમય સારાહાહ – ભાગ ૪

- Advertisement -

જો તમે ભાગ એક, બે અને ત્રણનહિ વાંચ્યો તો આ રહી લીંક : ભાગ – ૧ભાગ – ૨ભાગ – ૩

દેસાઈ કોન્સ્ટેબલને સૂચનાં આપતાં બોલ્યો કે સૌ પ્રથમ શિવાંશને અને સંજનાને પોલીસ સ્ટેશનમાં બોલાવો. મને શરુઆતથી શંકા છે કે એ બંને જણાં નક્કી કોઈ વાત છુપાવી રહ્યાં છે. ત્યાં સુધી હું રાજીવ મહેતાનાં બંગલે મુલાકાત લેતો આઉ છું.

પોલીસ સ્ટેશનમાં એકબાજું ઈન્સ્પેક્ટર દેસાઈ સંજનાની પુછપરછ કરી રહ્યો હોય છે જયારે બીજી બાજું સબ ઈન્સ્પેક્ટર શિવાંશની ઉલત તપાસ કરી રહ્યો હોય છે.

‘તો મિસ સંજના,તમારાં ફ્રેંડ સર્કલનાં એક પછી એક ત્રણ મિત્રોનાં મૌત થઈ ગયાં છે ને તમે કહો છો તમને કંઈ જ ખબર નથી આ બાબત વીશે.સાચ્ચે સાચ્ચું બોલી જવામાં જ ભલાઈ છે તમારી. શું શિવાંશે આ બધાં ખુન કર્યા છે? કે પછી તમે બંનેએ ભેગાં મળીને આ ખુનને અંજામ આપ્યો છે?’
‘ના સર, મને સાચ્ચેમાં કંઈ નથી ખબર.અને હું શું કામ મારાં મિત્રોનું મર્ડર કરું?’

‘એ વાતનું કારણ જાણવા જ તમને અહીં બોલાવામાં આવ્યાં છે. સીધી રીતનાં કહી દો. પહેલાં હરનિશનો એક્સિડેન્ટ,પછી ક્રૃતિકાનું ડીસ્કોથેકમાં ખુન ને હવે વિશાલનું એનાં જ ઘરમાં મૌતની છલાંગ લગાવવી.જરુર આ દરેક ઘટનાક્રમનો એકબીજા સાથે સંબંધ છે અને એ સંબંધ શું છે એ તમે જ જણાવો તો સારું રહેશે બાકી અમને બીજાં રસ્તા પણ આવડે છે.’
સંજનાને પોતાની વાતથી ધીલી પડેલી જોઈ દેસાઈએ છેલ્લો દાવ રમ્યો. અને એ સફળ ગયો.

‘સર,અમને પાંચેય ને છેલ્લાં કેટલાંક સમયથી સારાહાહ પર ઘમકીભર્યા મેસેજીસ આવે છે.’ અને સંજનાએ ઈન્સ્પેક્ટર દેસાઈને એ રહષ્યમયી સારાહાહ મેસેજીસ વીશેની બધી જ વાત કહી દીધી.
‘ઓહકે. તો આ મેટર છે.તમે લોકોએ અમને આ વાત શરુઆતમાં જ કેમ ના કહી દીધી?’

‘વિશાલે એક પ્રાઈવેટ ડિટેક્ટિવ હાયર કર્યો હતો. એ છુપીરીતે આનાં પર તપાસ કરી રહ્યો હતો. ઈનફેક્ટ એને કોઈ મહત્વની વાત પણ ખબર પડી હતી અને એ જ વાત કરવાં એ વિશાલને સાંજે મળવાં પણ આવાંનો હતો.’
‘એ ડિટેક્ટિવ કોણ હતો એની તમને જાણ છે?’

‘ના,વિશાલે એનાં વિશે વધું કંઈ જ ચર્ચા નહોતી કરી. અને એનાં વિશે અમારાં ત્રણ સિવાય કોઈને નહોંતી ખબર.’
‘એનો મતલબ એમ કે શિવાંશને પણ આ વાતની ખબર હતી.’
‘અફકોર્ષ સર. એને તો ખબર જ હોયને.’
‘ઓકે.યુ મે લીવ નાવ. બટ કેરફુલ. અને હા, તમારો સેલફોન અહીં જમા કરાવો પડશે સારાહાહ મેસેજ વિશે વધું તપાસ કરવાં અંગે.’

ઈન્સ્પેક્ટર દેસાઈ સંજનાને ઘરે રવાના કરીને શિવાંશ જોડે આવે છે ને એને સારાહાહનાં મેસેજીસ વિશે વધું પુછે છે. શિવાંશ પણ એજ કહે છે જે સંજનાએ કહ્યું હોય છે. દેસાઈ શિવાંશનો મોબાઈલ પણ પોતાની પાસે રાખી લે છે અને એને હોસ્ટેલ જવાં રજા આપે છે.

‘હેલ્લો, હું સ્વીટ હોમ બોય્ઝ હોસ્ટેલનો રેક્ટર બાલાસુબ્રમણીયમ બોલું છું. અહીં અમારી હોસ્ટેલમાં રહેતાં એક યુવકનું ખુન થઈ ગયું છે.તમે જલ્દી અહીં કોઈને મોકલો. અહીંનો માહોલ અફડાતફડી વાળો બની ગયો છે.બીજા બોય્સમાં ગભરાટ ફેલાઈ ગયો છે.’ શહેરની વચ્ચે જ આવેલી બોય્ઝ હોસ્ટેલનાં તામીલ રેક્ટર બાલાસુબ્રમણીયમે પોલીસ હેલ્પલાઈન નંબર પર કોલ કરીને હોસ્ટેલમાં ખુન થયાંની વાત કરી.આ હોસ્ટેલ ઈન્સ્પેક્ટર દેસાઈનાં પોલીસ સ્ટેશનની જ હદમાં હતી એટલે દેસાઈ જ હોસ્ટેલ પર જાય છે.ત્યાં પહોંચીને એને જે વાતનો સંદેહ હતો એજ બન્યું હતું. શિવાંશ આ જ હોસ્ટેલમાં રહેતો હતો અને ખુન પણ એનું જ થયું હતું. શિવાંશની લાશ એનાં રુમમાં હતી.એનાં મોં માંથી ફીણ નિકળ્યું હતું અને એનો ચહેરો પણ વાદળી ઝાંય વાળો થઈ ગયો હતો.

‘શિવાંશનો રુમ પાર્ટનર કોણ છે?’
‘સર હું.’ એક યુવાન ટોળામાંથી બહાર આવીને દેસાઈ સામે આવીને ઊભો રહી ગયો.

‘જયારે શિવાંશ જોડે આ બનાવ બન્યો ત્યારે તું કયાં હતો?’
‘સર હું ત્યારે અમારાં રુમમાં જ હતો. જયારે શિવાંશ આયો ત્યારે હું વાંચી રહ્યો હતો. એ લગભગ અઢી વાગે આયો હતો. આઈને કપડાં પણ બદલ્યાં વગર જ સીધો એની ડાયરીમાં કંઈક લખવા લાગ્યો. પછી અચાનક જ એને પેટમાં દુખે છે એમ મને કહ્યું અને એનાં મોંમાંથી ફીણ નિકળવાં લાગ્યું ને એ પડી ગયો. હું તરત જ નીચે દોડતો ગયો અને રેક્ટર બાલા સર ને બધી વાત કરી.અમે ઉપર આયાં તો એ એમજ પડયો હતો. બાલા સરે પછી તમને કોલ કર્યો.’

‘કયાં છે એની ડાયરી? એમાં એ રોજ લખતો હતો કે આજે પહેલીવાર લખી રહ્યો હતો?’

‘હા સર,શિવાંશ એમાં રોજ રાત્રે લખતો હતો. હું એની ગેરહાજરીમાં એ વાંચી ના લઉં એટલે એનાં લોકરમાં જ રાખતો હતો. આ રહી ડાયરી.’ શિવાંશ ની લાશની બાજુમાં પડેલી ડાયરી તરફ ઈશારો કરતાં એ યુવક બોલ્યો.
દેસાઈ એ ડાયરીને એવિડન્સ પ્રુફ તરીકે લઈને પ્લાસ્ટીકની ટ્રાન્સપરન્ટ બેગમાં એને સાવધાનીપુર્વક મુકે છે.બીજી તપાસ કરીને શિવાંશની ડેડબોડીને પોસ્ટમોર્ટમ માટે રવાનાં કરી ઈન્સ્પેક્ટર દેસાઈ પોલીસ સ્ટેશન પહોંચે છે. કંઈક બહું જ મોટી રમત રમાઈ ગઈ છે આ પાંચેય દોસ્તોનાં ગૃપ સાથે. એક પછી એક ચાર-ચાર મૌત થઈ ગયાં એ પણ એકબીજાનાં ખાસ દોસ્તોનાં.

અને આ બધું જ એ રહષ્યમયી સારાહાહ મેસેજનાં કારણે થયું છે. કોણ હશે એ માણસ? સારાહાહ પર મેસેજ કોણ કરે છે? આઈ.પી એડ્રેસ પરથી પણ ખબર ના પડે? દેસાઈ મનમાં પોતાની સાથે જ વાતો કરી રહ્યો હતો. એની ઉંઘ જ ઊડી ગઈ હતી.ત્યાં એનાં માઈન્ડમાં ઝબકારો થયો અને એને શિવાંશની ડાયરી ખોલીને વાંચવાનું શરુ કર્યૃ. એક પછી એક પેજીસ વાંચતો ગયો એમ એમ એ આસ્ચર્યચકીત થતો ગયો.
‘કેસ સોલ્વ થઈ ગયો.’ મનોજ ગાડી નીકાળ આપડે ખુની આ શહેર છોડીને ભાગી જાય એ પહેલાં જ એને પકડવા જવાનું છે.’ ડ્રાઈવરને બુમ પાડતો સ્ફુર્તીથી દેસાઈ તાડુકયો.

ઈન્સ્પેટર દેસાઈ મારતી ગાડીએ સંજનાનાં બંગલે જઈ પહોંચ્યો. ઘરે પોલીસને સંજના વિશે પુછતાં જોઈને સંજનાનાં મમ્મી પપ્પા હેબતાઈ ગયાં.
‘સંજના કયાં છે?’
‘શું થયું? ખુની પકડાઈ ગયો?’ સંજનાનાં મમ્મી બોલ્યાં.
શિવાંશનું પણ ખુન થઈ ગયું છે અને અમને એ ખુની કોણ છે એ પણ ખબર પડી ગઈ છે.સંજના કયાં છે?’ દેસાઈ ચારેતરફ નજર દોડાવતો બોલ્યો.
‘આટલી રાત્રે તો એનાં રુમમાં સુઈ જ ગઈ હોય ને છોકરી !’ સંજનાનાં પપ્પા બોલ્યાં.

‘ઓકે. તો એને ફટાફટ નીચે બોલાવો.’
સંજના રુમ અંદરથી બંધ હતો. એ દરવાજો નહોંતી ખોલી રહી. આખરે દેસાઈએ દરવાજાને લાત મારીને તોડી નાંખ્યો.અંદર સંજનાનો મૃતદેહ પંખા સાથે દુપટ્ટો બાંધીને લટકી રહ્યો હતો.લેડી કોન્સ્ટેબલએ સંજનાનાં શરીરને નીચો ઉતાર્યો અને એની નસ તપાસી તો એને માલુમ થયું કે સંજનામાં હજી જીવ છે. દેસાઈ તાબડતોડ એમ્બ્યુલન્સ બોલાવે છે ને સંજનાને હોસ્પિટલ પહોંચાડે છે.બીજા દીવસે એ હોશમાં આવે છે ને દેસાઈની કડક પુછપરછ સામે હાર માનીને બધી જ વાત જણાવી દે છે. બપોરનાં પ્રેસ કોન્ફરન્સમાં દેસાઈ આખી મર્ડર સિરીઝની વાત પ્રેસ સમક્ષ કહે છે.

‘હરનિશ,ક્રૃતિકા,ડિટેક્ટિવ અને શિવાંશ આ ચારેયનાં ખુન સંજનાએ કર્યા હતાં જયારે વિશાલનું મૌત દારુ અને ગાંજાના મિક્સ નશાનાં કારણે હોશ અને શરીર પર કાબુ ગુમાવતાં ટેરેસ પરથી નીચે પડી જવાંથી થયું હતું. શિવાંશનું ખુન કર્યા બાદ સંજના એનો મકસદ પુરો થતાં પોતાને ફાંસી આપી દીધી હતી પણ અમે અણીનાં સમયે પહોંચી જઈને એને બચાવી દીધી છે.સંપુર્ણ સ્વસ્થ થયાં બાદ એને કસ્ટડીમાં લઈને કોર્ટમાં રજુ કરવામાં આવશે.

આ આખી મર્ડર સિરીઝ રચવા પાછળનું મુખ્ય કારણ આજથી એક વર્ષ પહેલાં હાઈવે પર થયેલ એક અકસ્માત બાદ રચાયું હતું. વિશાલ,હરનિશ,સંજના,ક્રૃતિકા અને શિવાંશ એક દીવસની પિકનીક માટે શહેરનાં છેવાડે આવેલ વિશાલનાં ફાર્મહાઉસ પર ગયાં હતાં. ત્યાં આગળ દારુ અને ડ્રગ્સની મહેફીલ જામી હતી.અને સંજનાને આ બધાંથી ચીડ હતી એટલે એ બહાર એકલી બેઠી હતી. એને કંટાળો આવતો હતો એટલે સંજનાએ એનાં પ્રેમી

શૌરીનને મળવાં માટે બોલાવે છે. શૌરીન પિત્ઝાશોપમાં જોબ કરતો હતો. પિત્ઝાશોપમાં અવારનવાર જતી સંજનાની નજર શૌરીન સાથે મળી ગઈ હતી. પછી એ લોકો બહાર બે-ત્રણ વાર મળ્યાં હતાં. સંજના અને શૌરીન એકબીજાનાં ગળાદુબ પ્રેમમાં હતાં. અહીં વિશાલ અને બીજા દોસ્તોએ સંજનાને મુર્ખ બનાવીને દારુ પિવડાવી દીધો ને ત્યારબાદ નશામાં ધુત હાલતમાં જ એ લોકો ઘરે આવાં નિકળી ગયાં. નશામાં શૌરીન એને મળવાં આવી રહ્યો છે એ વાત સંજના ભુલી ગઈ હતી.

એને કાર ડ્રાઈવ કરવાનું રટણ કરતાં વિશાલે સંજનાને કાર ડ્રાઈવ કરવાં આપી. આગળ હાઈવે પર એક વળાંક પર સંજનાએ ફુલ સ્પિડમાં ટર્ન માર્યોને સામેથી આવી રહેલાં શૌરીનનાં બાઈકને એટલી જોરથી ટક્કર મારી કે એ રસ્તાની બહાર રેલીંગ વટાવીને બાઈક સાથે પડયો. ગભરાઈ ગયેલ સંજનાને ડ્રાઈવર સીટ પરથી ઉતારીને વિશાલ બેસી ગયો. શૌરીન જીવે છે કે મરી ગયો એ જોયાં જાણ્યાં વગર જ એ લોકો ત્યાંથી ભાગી ગયાં. બીજાં દીવસે સંજનાને બધી વાત યાદ આવે છે ને એને ખબર પડે છે કે એને જ શૌરીનનો એક્સિડેન્ટ કરીને મારી નાંખ્યો હતો. જો એનાં ફ્રેંડ્સએ એને ઉલ્લુ બનાવીને દારુ ના પિવડાવ્યો હોત તો આજ શૌરીન જીવતો હોત.શૌરીનનાં મૌત માટે એનાં જ ફ્રેંડ જવાબદાર હતાં એટલે એને મનમાં જ બદલો લેવાની ગાંઠ વાળી દીધી હતી અને એ યોગ્ય મૌકાની રાહ જોવાં લાગી.

જયારે સારાહાહ વિશે એને ખબર પડી ત્યારે એને આખો પ્લાન બનાવી નાંખ્યો. સૌ પ્રથમ એને નવો મોબાઈલ લઈને એમાં સારાહાહ ઈન્સ્ટોલ્ડ કરીને પોતાને જ મેસેજ કર્યોને એનાં ફ્રેંડ્સને એની વાત કરી. રાત્રે જયારે વિશાલ એને ઉતારીને બીજા મિત્રોને ઉતારવાં નિકળ્યો ત્યારે બહાર જ રસ્તા પર પાર્ક કરેલી સેકન્ડહેન્ડ ખરીદેલી કાર લઈને એ એમની પાછળ પાછળ ગઈ ને યોગ્ય સમય મળતાં એને હરનિશને ગાડીથી ઉડાવી દીધો.ત્યારબાદ પોતાને રુમમાં પુરી દીધીને એને કોઈ મારવા આયું છે એમ કહીને વિશાલને બોલાયો. જયારે એને ખબર જ હતી કે સામેનાં બંગલાનું વેચાણ થઈ ગયું છે ને ત્યાં મજુર બંગલાને તોડવા માટે આવ્યાં છે.

ત્યારબાદ ડીસ્કોથેકમાં ક્રૃતિકાને બોલાવા જવાનાં બહાને વોશરુમમાં જઈને ક્રૃતિકાના માથામાં પાછળભાગે બહાર પડેલ લોખંડના ફલાવર વાઝથી ઉપરાછાપરી વાર કરીને ખુન કરી નાંખ્યું ને ત્યારબાદ પોતે જ બુમો પાડીને બધાંને બોલાવ્યાં. જયારે વિશાલએ ડિટેક્ટીવ વિશે વાત કરી ત્યારે સંજનાએ છુપીરીતે વિશાલનો ફોન પોતાનાં ફોન સાથે સિન્કનોરાઈઝ્ડ કરી નાંખ્યો હતો. આથી વિશાલ કોની સાથે વાત કરે છે એનાં નંબર એને ખબર પડી જતી હતી.આવી જ રીતે સંજનાએ ડિટેક્ટિવનો નંબર મેળવી લીધો ને એનાં પરથી ઈન્ટરનેટ પરથી એની ઓફીસનું એડ્રેસ જાણીને એ વિશાલને મળવાં જાય એ પહેલાં જ એની ઓફીસમાં ખંજર વડે એનું ખુન કરી નાંખ્યું. અમે શિવાંશ અને સંજનાને વિશાલનાં મૌત બાદ પોલીસ સ્ટેશન બોલાવ્યાં હતાં.

પોલીસ સ્ટેશનેથી શિવાંશ હોસ્ટેલ જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં સંજના એની રાહ જોતી ઊભી હતી.સંજના અગત્યની વાત કરવી છે એમ બહાનું કાઢી શિવાંશ સાથે કોફીશોપ પર ગઈ. ત્યાં આગળ શિવાંશ વોશરુમ ગયો ત્યારે સંજનાએ શિવાંશની કોફીમાં ઝેર મિલાવી દીધું.થોડીવારમાં ત્યાંથી એ બંને છુટા પડયાં. શિવાંશ હોસ્ટેલમાં આવીને નિત્યક્રમ મુજબ એની ડાયરીમાં આખાં દીવસ દરમ્યાન શું બન્યું એ લખી રહ્યો હતો ને ઝેરની અસર થઈને એ તરફડીને મૃત્યુ પામ્યો. પોતાનાં મકસદમાં સફળ થવાનો સંતોષ મેળવીને સંજના એનાં શૌરીનને મળવાં માટે પંખે ફાંસી દઈને જીવન ટુંકાવી દેવાનો પ્રયત્ન કર્યો પણ એ બચી ગઈ અને હવે ટુંકસમયમાં પોલીસની કસ્ટડીમાં હશે.’

સમાપ્ત

લેખક : કુનાલ જાની

આપ સૌ ને આ આખી નવલ કથા કેવી લાગી ? કોમેન્ટ માં જણાવજો !

ટીપ્પણી