બહુ ચર્ચિત એપ્લિકેશન આધારિત જકડી રાખતી નવલકથા – રહસ્યમય સારાહાહ – ભાગ ૨

- Advertisement -

જો તમે ભાગ એક નહિ વાંચ્યો તો આ રહી લીંક : રહસ્યમય સારાહા ભાગ – ૧  

વિશાલની વાતને દરેક મિત્રોએ મુક સંમતી આપી દીધી હતી કે પોલીસ ફરીયાદ કરીશું તો એ ગોઝારો ભુતકાળ એમને જ ભરખી જશે. કોઈ એમની વાત સાંભળી ના જાય એટલે કોઈએ પણ એ વિષય પર આગળ ચર્ચા ના કરી અને પોતપોતાનાં ઘરે જતાં તો રહ્યાં પણ દરેકનાં મનમાં એ રહષ્યમયી સારાહાહ નો મેસેજ ભમી રહ્યો હતો.’ત્રણ દીવસ પછી વધુ એક મૌત થશે.’ સંજના એટલી બધી ડરી ગઈ હતી કે એને મનોમન નિર્ણય લઈ લીધો હતો કે એ ઘરની બહાર જ નહીં નીકળે.

ક્રૃતિકા એનાં મામાની દીકરીની સગાઈ એટેન્ડ કરવાં આઉટ ઓફ સીટી ગઈ હતી જયારે વિશાલ અને શીવાંશ કઈ બનાવ બન્યો જ ના હોય ને ઘમકી આપનારની ખીલ્લી ઉડાવતા હોય એમ કોલેજ આવતાં હતાં.પરંતુ એ બન્ને કોલેજમાં એમને મેસેજ કોણ મોકલે છે એની છુપી રીતે શોઘખોર કરતાં હતાં. બંને ને ડાઉટ હતો કે એ મેસેજ મોકલનાર એમની જ કોલેજની વ્યક્તિ હતી. એ કોઈ છોકરો પણ હોઈ શકે છે અથવા છોકરી પણ હોઈ શકે છે આથી વિશાલ અને શીવાંશ બહું સાવધાનીથી તપાસ કરી રહ્યાં હતાં. એકસમયે વિશાલને પ્રાઈવેટ ડિટેક્ટીવ ને તપાસ સોંપવાનો વિચાર પણ આયો હતો. પણ શીવાંશએ હાલ એની જરુર નથી કહીને એનાં વિચાર પર પુર્ણવિરામ મુકાવી દીધું.

આખરે એ ત્રીજો દીવસ આઈ ગયો જેની એ મેસેજમાં વાત થઈ હતી. ડરી ગયેલી સંજના બીમારીનું કારણ બતાવીને ત્રણ દીવસથી ઘરે જ હતી.એ એનાં રુમની બહાર પણ નહોંતી નીકળી અને રુમનાં બધી જ બારી બંધ રાખી હતી એને. દીવસ તો જેમતેમ કરીને પસાર થઈ ગયો પણ રાતનાં એને સતત એ રહષ્યમયી મેસેજનાં જ વિચારો આવતાં હતાં. શું જેનું મૌત થવાનું છે એ હું જ હોઈશ તો? પણ હું તો મારાં ઘરમાં જ છું તો મને એ મને કેવી રીતે મારી શકશે. ના..ના, મને કઈ નહીં થાય પણ બીજા દોસ્તો નું શું? ક્રૃતિકા એનાં મામાની દીકરીની સગાઈમાં ગઈ છે ત્યાં એને કંઈ થઈ જશે તો? વિશાલ અને શીવાંશ ને મેં ના પાડી હતી તો પણ કોલેજ જતાં હતાં. જાણે કોલેજ જવાંથી એમને એ રહષ્યમયી વ્યક્તિ મળી જવાની હોય એમ ! આવાં અનેક વિચારોથી વ્યથિત થઈને સંજના ત્રણ દીવસથી બંધ બાલ્કની માં જઈને ઠંડી હવા ખાવા જાય છે.

ઉપર આકાશ તરફ જોઈ રહેલી સંજના ની નજર અચાનક જ સામેનાં ઘરનાં ઢાબાં પર ઢુંઢળા દેખાઈ રહેલાં એક પડછાયા પર મંડરાય છે. ત્યાં અંધારામાં કોઈ વ્યક્તિ બેઠી હોય એમ લાગી રહ્યું હતું. એ એકપછી એક લગાતાર સીગારેટ જેવી વસ્તુનાં કશ લઈ રહ્યો હતો. સંજના થોડી ઝીણી નજર કરીને એ પડછાયાને ઓળખવાનો પ્રયત્ન કરે છે તો એને ખબર પડે છે કે એ પડછાયો એની જ તરફ જોઈ રહ્યો છે.ત્યાં જ એનાં મનમાં ફાળ પડે છે કે સામેનો બંગલો તો બંધ છે. ત્રિવેદી અંકલ તો આ બંગલો બંઘ કરીને કાયમ માટે એમનાં દીકરા સંજયનાં ત્યાં અમેરીકા રહેવાં જતાં રહ્યાં છે તો આ વ્યક્તિ એમનાં બંગલાની ટેરેસ પર છે એ કોણ છે?

શું આ વ્યક્તિ એ સારાહાહ રહષ્યમયી મેસેજ મોકલનાર તો નહીં હોયને!! આ વિચાર આવતાં જ સંજના દોડીને એનાં બેડ પર લપાઈને બેસી જાય છે ને વિશાલને કોલ કરે છે.

‘હેલ્લો વિશાલ.અહીં મારાં ઘરની સામેનાં બંધ બંગલાની ટેરેસ પર એક વ્યક્તિ બેઠી છે ને એ મારી તરફ જ જોઈ રહી છે.મને બહું જ બિક લાગી રહી છે. એ વ્યક્તિ આપણને મેસેજ મોકલનાર જ લાગે છે મને. તું જલ્દી આવ અને મને બચાવ. પ્લીઝ.’ સંજના રડતાં રડતાં બોલી.

‘તું ચિંતા ના કર હું પાંચ જ મિનીટ્સમાં ત્યાં આવું છું. ત્યાં સુધી તું તારાં રુમની બહાર ના નીકળતી.’

વિશાલ મારતી ગાડીએ સંજના નાં ઘર નજીક પહોંચી જાય છે. સંજના નો બંગલો રોડસાઈડ હતો. વિશાલ સંજના નાં બંગલાથી થોડે દુર ગાડી પાર્ક કરી ચુપકેથી રસ્તાની સામે આવેલાં એ બંધ મકાનનાં આંગણમાં ઘુસી જઈને ટેરેસ પર પહોંચી જાય છે. ત્યાં જઈને વિશાલ જુએ છે તો એ પણ ચોંકી જાય છે. સંજના સાચું કહી રહી હતી. અહીં એક વ્યક્તિ બેઠેલી હતી જે બીડી ના કશ મારી રહી હતી. એ વ્યક્તિ એક પુરુષ હતો. એને જોઈને વિશાલ ગુસ્સે થઈ જાય છે ને એને આજેતો પતાવી જ નાંખવાનો હોય એમ દોડતો જઈને એનાં પેટ પર લાત મારે છે. અચાનક થયેલ હુમલાંથી એ વ્યક્તિ નીચે પડી જાય છે ને વિશાલ એની છાતી પર ચઢીને બે-ત્રણ ફેંટ મારે છે.

‘બોલ, કોણ છે તું સાલ્લા હરામખોર. તને શું હતું કે તું પકડાઈશ નહીં? તું અમને મારવાની ઘમકી આપતો હતો ને જો આજ તારો કાળ તારી છાતી પર નાચ કરી રહ્યો છે. આજ તને કોઈ બચાવી નહીં શકે.’ ગુસ્સાથી ધુંવાપુંવા થતો વિશાલ બોલ્યો.

‘અરે..અરે.. સાહેબ આ શું કરો છો? મેં કર્યૃ શું છે એ તો કહો?’ પોતાનું ગળું દબાવી રહેલ વીશાલનાં હાથો ને બે હાથથી હડસેલી ને એ પુરુષ બોલ્યો.
‘શું કર્યૃ છે એમ સાલ્લા કમજાત!!!’
છેલ્લાં એક અથવાડીયાથી અમને લોકોને મેસેજ કરીને હેરાન કરી રહ્યો છું ને પુછે છે મેં શું કર્યૃ!!’

‘અરે સાહેબ, હું તો આજે જ અહીં આયો છું. હું તો તમને ઓળખતો પણ નથી કે નથી તમારો નંબર મારી પાસે તો હું કયાંથી મેસેજ કરું તમને!’
‘કોણ છે તું? અહીં આ બંધ મકાન પર શું કરી રહ્યો છું?’
‘હું તો મજુર છું સાહેબ. કાલ સવારથી આ બંગલો તોડીને નવું મકાન બનવાનું કામ ચાલું થવાનું છે એટલે આજ સાંજથી જ અહીં આઈ ગયો છું.’
‘જુઠ્ઠું ના બોલ.’

‘અરે સાહેબ મારી દેવીનાં સમ. મારાં બીજા સાથી મજુરો છે. જો એ પણ આઈ ગયાં ઉપર.એમને પુછી લો. મારાં કોન્ટ્રાક્ટર જોડે વાત કરાવું તમારી.’
વિશાલની બુમો સાંભળી નીચેથી મજુરો ઉપર દોડી આયાં હતાં અને કંઈ ખબર ના પડતાં બાઘાની જેમ ઉભાં ઉભાં તમાશો જોઈ રહ્યાં હતાં.
વિશાલને હવે લાગ્યું કે રઘવાટમાં કાચું કપાઈ ગયું છે. એની બુમો સાંભળી આજુબાજુનાં લોકો પણ જાગી જશે તો પોતે મુસીબતમાં ફસાઈ જશે. આ બધાં હોબાળાથી બાજુનાં ઘરની લાઈટ પણ ચાલું થઈ ગઈ હોય એમ લાગતું હતું. એટલે એ ઉતાવળમાં માફ કરશો કહીને ત્યાંથી નીકળી ગયો.

ગાડીમાં બેસીને એને સૌથી પહેલાં સંજનાને ફોન જોડયો અને બધી હકીકતથી વાકેફ કરી. સંજના ત્રણ દીવસથી ઘરમાં બારી-બારણાં બંધ રાખી પુરાઈ ને બેઠી હતી એટલે એને એ વાતની ખબર નહોંતી કે સામેવાળો ત્રિવેદી અંકલનો બંગલો વેચાઈ ગયો હતો ને ત્યાં એ બંગલો તોડીને નવો બંગલો બનવાં જઈ રહ્યો હતો.

બીજાં દીવસે ચારેય દોસ્તો કોલેજની કેન્ટીનમાં ભેગાં થયાં. ક્રૃતિકા એનાં મામાનાં ત્યાંથી સગાઈનો પ્રસંગ પુરો થઈ ગયો હોવાથી પાછી આઈ ગઈ હતી.

‘જોયું ને… અમે તો કહેતાં જ હતાં કે આ કોઈ મજાક જ કરી રહ્યું છે આપડી સાથે. પણ, તમે બંને માનતી નહોંતી.’ વિશાલ પોતાની આગાહી સાચ્ચી પડી હોય એમ ઉત્સાહમાં બોલ્યો.

‘એજ ને.. જો એ વ્યક્તિ સાચું બોલતી હોત તો આજે ચોથો દીવસ થયો અને આપડે ચારેય અત્યારે અહીં બેઠાં ના હોત.બસ એકવાર એ વ્યક્તિ કોણ છે એ ખબર પડી જાય એટલી વાર છે. પછી જો એનાં એવાં હાલ કરીએ છીએ કે બીજાંને મેસેજ કરવાનું જીંદગીભર વિચારશે પણ નહીં.’ શીવાંશ બોલ્યો.
‘અરે યાર..! ત્યાં સગાઈમાં મને ગુમસુમ જોઈને મામી પુછતાં હતાં શું થયું છે? કેમ ચુપચાપ છે? એમને કોણ કહે કે કોઈ રહસ્યમયી વ્યક્તિ અમને સારાહાહ પર મારી નાંખવાની ઘમકીઓ આપે છે..!!’
‘તે ભુલમાં કંઈ કહી નથી દીધુંને કોઈને?’ વિશાલ બોલ્યો.

‘અરે ના બાબા ના. પાગલ સમજે છે મને કે કહું ! મેં મામી એમ કહ્યું કે મારી સગાઈ કયારે થશે એની ચિંતા થાય છે.’ હસીને આંખ મારતી ક્રૃતિકા બોલી.
સંજનાને ચુપચાપ બેસેલી જોઈને વિશાલ બોલ્યો, ‘ચલો સાંજે કયાંક બહાર જઈએ.’

જાણે મોકાની રાહ જોઈને બેઠો હોય એમ શીવાંશ તરત જ બોલ્યો,’ શહેરમાં એક નવો ડીસ્કોથેક ખુલ્યો છે ત્યાં જઈએ.’

ઓકે તો ડન. સાંજે આપડે ત્યાં મળીએ.’મજાં આવશે ઘણાં સમયથી ડીસ્કોથેક માં નથી ગયાં અને મુડ પણ ફ્રેશ થઈ જશે આપડો.’ ક્રૃતિકા ખુશ થતી બોલી.
શિવાંશએ અગાઉથીજ કહી દીધું હોય છે કે એ ડાઈરેક્ટ ડીસ્કોથેક પર મળશે આથી વિશાલ સંજના અને ક્રૃતિકાને પોતાની કારમાં લઈને ડીસ્કોથેક જવાં નિકળે છે.

‘મેં તમારાથી એક વાત છુપાવી છે.હરનીશનાં સારાહાહ આઈડી પર આજે સવારે એક મેસેજ આયો છે.’ વિશાલ કચવાટ સાથે બોલ્યો.
‘વ્હોટ !!!’ સંજના અને ક્રૃતિકા બંને એકસાથે બોલી ઉઠી.

‘શું મેસેજ આયો છ? અને હરનિશનો ફોન તારી પાસે કયાંથી આયો? સવારથી મેસેજ આયો હતો તો તે અમને સવારે જ કેમ ના કહ્યું?’ સંજના પ્રશ્નોની ઝડી ખડકતી બોલી.

‘જયારે હું હરનિશને એનાં ઘરે ડ્રોપ કરવાં જતો હતો ત્યારે હરનીશએ સાચ્ચેમાં સોનલનાં આઈડી પર મેસેજ કર્યો છે કે નહીં એ ચેક કરવાં એની નજર ના પડે એમ એનો મોબાઈલ લઈ લીધો હતો. હું એને મોબાઈલ આપી જ દેવાનો હતો બીજા દીવસે પણ એની પહેલાં જ એનો એક્સિડેન્ટ થઈ ગયો.’

‘ઓહકે. અને મેસેજ શું આયો છે?’ ક્રૃતીકા ડર સાથે બોલી.
‘મેસેજમાં લખ્યું છે કે મૌતને ચહેરા સામે રમતી જોઈ ને કેવી મજા આઈ હશે એ વાત તમે સંજના પાસેથી જાણી જ લીધી હશે.મૌતનો ખૌફ જરુરી છે અને એજ ખૌફ તમને બતાવા માટે મેં મેસેજ કર્યો હતો. હવે સાંભળો. આજે તમારાંમાંથી એકનું ખુન થશે અને આજે મજાક નથી કરી રહ્યો.’ વિશાલ એકસ્વાસે બોલી ગયો.

‘ઓહ માય ગોડ આ મેસેજ આયો હતો તો પણ તું કંઈ જ બોલ્યો નહીં અમને? આપડે ડીસ્કોથેક જવાનો પ્લાન કેન્સલ કરીને પાછાં જતાં રહીએ.’ ક્રૃતીકા બોલી.

‘ના,કોઈએ પણ ઘરે જવાંની જરુર નથી કે ના ચિંતા કરવાની જરુર.મેં એક પ્રાઈવેટ ડીટેક્ટીવને કામ સોંપયું છે ને એ પણ છુપાવેશે ડીસ્કોથેકમાં હાજર હશે.એ મેસેજ કરનાર જે કોઈ પણ હશે હવે એની ગરદન બહું થોડાંક જ સમયમાં મારાં હાથોમાં હશે. બસ તમે બંને એવું બિહેવ કરજો કે તમને એ મેસેજ કરનારની ઘમકીની કંઈ જ અસર નથી થઈ. એ આપોઆપ સામે આવી જશે.’ વિશાલ પોતાની બુદ્ધી પર ગર્વ લેતો ભરપુર વિસ્વાસ સાથે બોલ્યો.

ડીસ્કોથેકમા ‘પીયા મોરે બોલે બોલે મુવ યોર બોડી હોલે હોલે…’ગીત પર યુવાબદન હીંડોળા લઈ રહ્યું હતું જયારે શીવાંશ બારકાઉન્ટર પર ટુંક સમયમાં આવનારી એ હસીન પળોનાં વિચારોમાં ખોવાયેલો માર્ટીનીના સ્લોવલી સ્લોવલી ઘૂંટ ભરી રહ્યો હતો.હકીકતમાં ડીસ્કોથેકમાં જવાનો તો એનો પ્રિપ્લાન હતો.શીવાંશને આ પળનો બેસબ્રીથી ઈંતેજાર હતો અને જેેમ -જેમ એ પળ ધીમે ધીમે નજીક આઈ રહી હતી એમ-એમ એની ધડકનો તેજ થઈ રહી હતી. આજે એ એનાં દીલની વાત બધાંની સામે ક્રૃતિકાને કહેવાનો હતો.

એકતરફી પ્રેમમાં પાગલ શીવાંશને એમ કે એ ક્રૃતિકાને પ્રેમ કરે છે એ વાત કોઈને ખબર નથ પણ હકીકતમાં એ વાતથી ક્રૃતિકા સહીત એનું આખુ ગૃપ વાકીફ હતું.શીવાંશએ બધી જ તૈયારીઓ કરી રાખી હતી. આ ડીસ્કોથેકનો માલિક અને શહેરભરમાં પ્રખ્યાત એવો ડીજે શેનોય એનો દોસ્ત હતો. એની જોડે બધી જ વાત કરી દીધી હતી શિવાંશે કે કયારે શું કરવું. શેનોય એક ગીતની ધૂન વગાડશે ને શિવાંશ જઈને એક પગ પર નમીને ક્રૃતિકાને પ્રપોઝ મારશે ને જેવી ક્રૃતિકા હા પાડે એવું જ ડીસ્કોથેકની સિલિંગ પરથી રંગબેરંગી કાગળો નો વરસાદ એમની પર થશેને ફોગ સ્પ્રેનો છંટકાવ થશે. શિવાંશ વિચારોમાં ખોવાયેલો જ હતો ને ડીજે શેનોયે એનાઉંસ કર્યૃ.
‘ફ્રેંડસ, હીઅર કમ્સ અ સ્પેશ્યલ મોમેન્ટ ફોર અ સ્પેશ્યલ ફ્રેંડ. આ ગીત મારાં દોસ્ત શિંવાંશની ખાસ ફરમાઈશ પર વગાડવાં જઈ રહ્યો છું. લેટ્સ સે ઓલ ધી બેસ્ટ ટુ શિવાંશ.’

કહે દુ તુમ્હે..
યા, ચુપ રહું..
દીલ મેં મેરે આજ કયાં હેં..
શિવાંશ એક પગે ઘુંટણથી નમીને ક્રૃતિકા ને ગુલાબ આપતાં બોલ્યો,
‘આઈ લવ યુ ક્રૃતિકા. ડુ યુ?’
ડીસ્કોથેકમાં હાજર દરેકની નજર ક્રૃતિકા નાં જવાબની રાહ જોતી હોય એમ એના પર મંડરાયેલી હતી.
‘વ્હોટ દ …

નો વે શિવાંશ. સોરી,આઈ ડોન્ટ લવ યુ.’
ગુસ્સાથી સમસમીને ક્રૃતિકા બોલી અને ડીસ્કોથેકમાં થોડીક ક્ષણો માટે સોંપો પડી ગયો.થોડીવારમાં જ કંઈ ના બન્યું હોય એમ ડીસ્કોથેક ‘તું પ્રેમી, મેં પ્રેમી.. તમ્મા તમ્મા લોગે.. ની ધૂન પર થીરકવા લાગ્યું.
શિવાંશ નું મોઢું પડી ગયું હતું અને ગુસ્સાથી લાલચોળ થઈ ગયો હતો.આજ એની નજર સામે એના સપનાંને એની જ સપનાંની રાજકુમારીએ રદ્દીનાં કાગળનો ડુચો બનાવીને એના જ ચહેરા પર છુટો ઘા મારી તોડી નાંખ્યુ હતું.
વિશાલ શિવાંશને બાવડેથી પકડીને એક ખુણે લઈ ગયો જયાં પહેલેથી સંજના અને ક્રૃતિકા ઉભાં હતાં.

‘તારામાં અક્કલ બક્કલ જેવું કંઈ છે કે નહીં ટણપા ! આપડે નાજુક પળોમાંથી પસાર થઈ રહ્યાં છીએ ને આવાં સમયે આમ કોઈ પ્રપોઝ મારતું હશે!!’ વિશાલ અકળાઈને બોલ્યો.
‘તને શું લાગતું હતું કે મને ખબર નથી કે તું મારી નજીક આવાંના પ્રયત્ન કરી રહ્યો છે એમ ! હું તારી એ બધી બાલીશ હરકતોને ઈગ્નોર કરતી હતી.શિવાંશ,તું હંમેશા મારાં માટે એક ફ્રેંડ જ રહ્યો છું અને રહીશ.મેં તને કયારેય એ નજરથી નથી જોયો જે નજરથી મને તું જોઈ રહ્યો છે.’
‘પણ મારાંમાં શું કમી છે?હું તને બેપનાહ મોહબ્બત કરું છું ક્રૃતિકા.હું તારી સાથે લગ્ન કરવાં માંગુ છું. આઈ પ્રોમીસ હું તને કયારેય દુ:ખી નહીં થવા દઉં.’

‘શિવાંશ તું શું બોલી રહ્યો છે એનું તને ભાન પણ છે? તું પોતાની જાતને શું સમજે છે હેં? લગ્ન બરાબરી વાળાં સાથે થાય અને તું મારાં લેવલનો નથી જ કે હું તારી સાથે લગ્ન કરવાં તૈયાર થઉં.બેટર છે કે તું તારી ઔકાતમાં રહે સમજયો ઈડીયટ.’
‘ઔકાત…

ઔકાત ની વાત કરે છે મારી આગળ !! તું શું મને મારી ઔકાત બતાવાની હતી હવે હું તને તારી ઔકાત બતાવીશ જોઈ લેજે.’
શરાબનાં નશામાં ધુત શિવાંશ ગુસ્સામાં બોલ્યો.
‘આઈ ગયોને તારી ઔકાત પર હરામી ! આઈ હેટ યુ.’ ક્રૃતિકા પરાણે આટલું બોલી શકી ને વોશરુમ તરફ રડતી રડતી જતી રહી.
વિશાલ શિવાંશને રોકે એ પહેલાં જ શિવાંશ બારકાઉન્ટર તરફ જતો રહ્યો.
‘વિશાલ, આ બધું શું થઈ ગયું ! શિવાંશએ આવું નહોતું કરવું જોઈતું. બધો જ મુડ બગાડી નાંખ્યો એનાં એકતરફી પ્રેમએ.મારે હવે અહીં એકપળ પણ નથી રહેવું..શિવાંશ ભલે અહીં બેઠો ચલ આપડે ઘરે જઈએ.’

‘સાલો, મારાં હાથની થપ્પડો ખાશે એટલે બધો જ નશો ઉતરી જશે એનો.’
‘ના એને અત્યારે અહીં કંઈ ના કરતો. જે હશે એ કાલે કહેજે એને.ક્રૃતિકા આવે એટલે આપડે અહીંથી જતાં રહીએ. અને તે શિવાંશ ને હરનીશનાં મોબાઈલ પર આવેલાં મેસેજની વાત કહી હતી કે નંઈ?’
‘માંઈ ગયો સાલો.ભલેને મરતો.તું જા અને જઈને ક્રૃતિકાને બોલાવતી આય.’

સંજના ક્રુતિકાને બોલાવા વોશરુમ તરફ જાય છે. સંજનાની પાછળ પાછળ જ વિશાલ શિવાંશને પેલાં રહસ્યમયી સારાહાહ વાળાં મેસેજથી વાકેફ કરવાં બારકાઉન્ટર તરફ જાય છે. પણ શિવાંશ ત્યાં નથી હોતો.વિશાલ ચારે તરફ નજર દોડાવીને એને શોધે છે પણ શિવાંશ એને કયાંય નથી દેખાતો એટલે એને ફાળ પડે છે કે શિવાંશ રહસ્યમયી મેસેજની જાળમાં તો નહીં ફસાઈ ગયો હોય ને !! એ જઈને બારટેન્ડરને એનાં વિશે પુછે છે. બારટેન્ડરે જવાબ આપતાં કહ્યું કે એને શિવાંશને વોશરુમ તરફ જતો જોયો હતો. વિશાલ પણ વોશરુમ તરફ જાય છે. એ જેવો વોશરુમની નજીક પહોંચવાનો જ હોય છે ત્યાં જ એક તીણી ચીસ એની કાને પડે છે.

‘આ,અવાજ તો સંજના નો છે.’ મનમાં બોલતો વિશાલ એ અવાજ તરફ દોટ મુકે છે.એ અવાજ ગર્લ્સ વોશરુમમાંથી આવ્યો હતો. સંજના વોશરુમનો દરવાજો ખોલીને બહાર દોડી આવીને ચીસો પાડવા લાગી.
‘ખુન…ખુન… ક્રૃતિકા નું ખુન થઈ ગયું !!!’

ક્રમશ: રહસ્યમય સારાહાહ – ભાગ ૩ આવતી કાલે સાંજે ૭ ૪૪ ના પબ્લીશ થશે..

લેખક : કુનાલ જાની

ટીપ્પણી