બહુ ચર્ચિત એપ્લિકેશન આધારિત જકડી રાખતી નવલકથા – રહસ્યમય સારાહાહ – ભાગ ૧

- Advertisement -

શહેરનાં પોશ એરીયામાં આવેલી શેઠ નાનજી મહેતા કોલેજ એનાં હાઈ પ્રોફાઈલ સ્ટાન્ડર્ડનાં કારણે જુવાનોની ફેવરાઈટ કોલેજ હતી.કોલેજની સ્થાપના તો વર્ષો પહેલાં થઈ હતી અને નાનજી મહેતાની દુરંદ્રષ્ટી એટલી કે એ સમયે પણ એમને એ દરેક આધુનિક સુવિધા વસાવાનો આગ્રહ રાખ્યો હતો જે એ સમયનાં મોટા શહેરોની કોલેજમાં પણ નહોંતી. કોલેજનું ઉદઘાટન કરવાં રાજયનાં ગવર્નર આયાં હતાં.

જેમ જેમ સમય વિતતો ગયો એમ એમ શેઠ નાનજી મહેતા કોલેજનો દબદબો વઘતો ગયો. એ સમયે મઘ્યમ અને ગરીબ ઘરનાં હોશીયાળ અને ભણવાં માટે તત્પર ને દેશને કામ આવે એવાં વિઘ્યાર્થીઓને પ્રાઘાન્ય આપતી શેઠ નાનજી મહેતા કોલેજમાં હવે નાનજી મહેતાના પૌત્ર રાજીવ મહેતા મેનેજીંગ ટ્રસ્ટી હતાં. બદલાતાં સમયની સાથે સાથે કોલેજ પણ આધુનિક માળખામાં ફેરવાઈ ગઈ હતી.

વિધ્યાર્થીઓને આધુનીક સુવિધા પુરી પાડવાં અને કોલેજનું મેઇન્ટનેસ સંભાળવા બીઝનેસમેન રાજીવ મહેતા એ કોલેજની હાઈપ્રોફાઈલ વર્ગને જ પોસાય એટલી ફીસ કરી દીધી હતી. શેઠ નાનજી મહેતા કોલેજ હવે એન.જી મહેતાના નવા નામથી ઓળખાય છે. અહીં હવે મા-બાપ એમનાં સંતાનોને ભણવાં ઓછું પણ એમનું સામાજીક સ્ટેટસ ઉંચુ જળવાઈ રહે એ માટે થઈને એડમીશન અપાવે છે અને એમનાં સંતાનો પણ ભણવાને હાંસીયામાં ધકેલીને મા-બાપનાં અહમને વધુને વધુ પોષતા હોય એમ ભણવાં સિવાયની બાબતોને વધું મહત્વ આપતાં હોય એવાં છે.નાનજી મહેતા નો પ્રપૌત્ર અને રાજીવ મહેતાનો પુત્ર પણ આ જ કોલેજનો વિધ્યાર્થી હતો.

રોજની માફક જ કોલેજની કેન્ટીન સ્ટુડેન્ટ્સ થી ભરેલી હતી. કેન્ટીનનાં દરેક ટેબલ પર સ્ટુડેન્ટ્સનાં નાના નાના ગ્રૃપ ટોળે વળી બેઠાં હતાં.કોક ટેબલ પર ચીઝ સેન્ડવિચ,એક્ષપ્રેસો કોફીની જયાફતો થતી હતી તો વળી કોક ટેબલ પર બેઠેલી છોકરીઓ બાજુનાં ટેબલ પર બેઠેલ છોકરાઓની નજરથી બચવા પોતાનાં મિની સ્કર્ટને નીચે ખેંચતી હતી. વળી અમુક સ્પોર્ટ્સ કેટેગરીથી એડમીશન લીધેલ સ્ટુડેન્ટ્સ ગઈકાલની મેચમાં શીખર ધવન અને વિરાટ કોહલીએ મારેલી સેન્ચ્યુરી પર ચર્ચા કરતાં હતાં. આવાં જ ઘોંઘાટભર્યા માહોલમાં એન.જી મહેતા કોલેજની કેન્ટીનના એન્ટરન્સ તરફ થનગનતા મોરલા સમી ચાલે આશરે છ ફુટની ખડતલ કાયાનો ફુટડો જુવાન લીવાઈસનું જીન્સ ને ટીશર્ટ અને આંખો પર રેબેનના ગોગલ્સ ચડાવીને આગળ વધી રહ્યો હતો.અને પાછળથી કોલેજની કેન્ટીનનાં ટેબલ પર બેઠેલાં જુવાનીનાં ઉંબરે બેસી ગયેલાં એનાં ટીખળી દોસ્તો એના નામની બુમો પાડી રહ્યાં હતાં.

‘વિશાલ-વિશાલ-વિશાલ…’
વિશાલ અને હરનીશ વચ્ચે શરત લાગી હતી કે જે વ્યક્તિ કેન્ટીનમાં પહેલી એન્ટર થાય એને વિશાલએ કીસ કરવાની. વિશાલ શરત પુરી કરવા ગમે તે હદે જઈ શકે એવો છોકરો હતો.આધુનિક લુખ્ખેશની કેટેગરીમાં સ્થાન પામતો વિશાલ ઝનુની,ગુસ્સેલ સ્વભાવનો સ્વામી હતો. અને જો ભુલેચુકે કંઈ ઉંચનીંચ થઈ જાય તો પણ એને કોલેજમાં કોઈ કંઈ જ કહીં શકે એમ નહોતું. કારણકે કોલેજના મેનેજીંગ ટ્રસ્ટી રાજીવ મહેતાનો એ એકનો એક લાડકવાયો પુત્ર છે એટલે કંઈ પ્રોબ્લેમ થાય તો પણ એને કોઈ બોલે એમ છે નહીં કારણકે આ કોલેજ એનાં બાપની જ હતી અને વિશાલ એનો પુરેપુરો એડવાન્ટેજ લેતો હતો.વિશાલ જેવો કેન્ટીનનાં એન્ટરન્સે પહોચ્યો ત્યારે જ સામેથી કાળા રંગનું સ્કર્ટ પહેરેલી મદમસ્ત યૌવના સાક્ષાત રંભા સ્વરુપ સંજના અંદર આવી રહી હતી.

એને જોઈને વિશાલ તરત જ બોલી ઉઠયો, ‘ઓહ શીટ! સંજના!!’

સંજના વિશાલના ડેડ રાજીવ મહેતાનાં બિઝનેસ પાર્ટનર સંજય શાહ ની છોકરી અને વિશાલની બાળપણની દોસ્ત હતી.એટલે નાછુટકે વિશાલને શરત હારવી પડી. પરંતુ પોતાનાં ગુસ્સા પર કાબુ ગુમાવી વિશાલ બરાડી જ પડયો.

‘સંજુડી, થોડી લેટ આવી હોત તો આ કોલેજ તારા વિના સુની ના પડી જાત…’

‘વ્હોટ હેપન્ડ?’ અચાનક વિશાલનાં બરાડાથી ડઘાઈ ગયેલી સંજના એટલું જ બોલી શકી.આમેય સંજના ડરપોક કીસમની,શાંત છોકરી હતી.સંજના અને વિશાલ ઉત્તર-દક્ષિણ ધ્રૃવ સમાનનાં સ્વભાવનાં હતાં તેમછતાં પણ બંને પાક્કા દોસ્તો હતાં.કયારેક કયારેક તો બંનેનું અન્ડરસ્ટેંડીંગ જોઈને એમનાં દોસ્તો પણ અવાચક થઈ જતાં.

‘જો તું ના આવી હોત તો વિશાલ શરત જીતી જાત. વિશાલ અને હરનીશ વચ્ચે શરત લાગી હતી.જે વ્યક્તિ કોલેજની કેન્ટીનમાં પહેલી આવે એને વિશાલએ કીસ કરવાની.’
ટેબલ પર બેઠેલી વાયડી કૃતિકા બોલી ઉઠી.

‘થેન્કયું સો મચ સંજના, જો આજે તું ના આવી હોત તો હું ફરીથી શરત હારી જાત. એ વિશાલ્યા, લાય શરતના પાંચ હજાર.’ ખુશીનાં મારે ઉછળી પડેલો હરનીશ બોલ્યો.

ગુસ્સાથી ધુંવાપુવા થયેલ વિશાલએ જોરથી ટેબલ પર હાથ પછાડયો અને ગ્લાસ ઉછળીને શિવાંશ પર જઈ પડયો.એ જોઈ શીવાંશની સામે બેસેલી ક્રૃતિકા હસી પડી.

‘બકા, જો સંજનાના આવત ને બીજું કોઈ આવત ને તો પણ તું શરત પુરી ના જ કરી શકત એટલે આમ ખોટો ગુસ્સો ના કર.’ ક્રૃતિકાનાં હસવાથી સમસમી ગયેલો શિવાંશ ઠંડે કલેજે વિશાલના ઘાવ પર મીઠું ભભરાવતાં બોલ્યો.

‘શું બોલ્યો શીવલા? હું વિશાલ રાજીવ મહેતા શરત ના પુરી કરી શકું એમ.!!’
વિશાલ તાડુકયો.

‘સ્ટોપ ઈટ ગાયઝ.આવી વાહિયાત શરત તે કંઈ હોતી હશે કંઈ!! જો કોઈ ગર્લની જગ્યાએ મેડમ કે સર આવત તો શું વિશાલ એને કીસ કરવાં જાત!’ વિશાલને વચ્ચેથી જ આગળ બોલતાં કાપીને સંજના બોલી.

‘હા, શરત જીતવા કરી જ દેત કીસ જો તું ના આવી હોત તો.’ વિશાલ ફરી તાડુકયો.

‘આ બધાં જ કારસ્તાન આ નપાવત હરનીશ્યા નાં જ છે. એને જ વિશાલને શરત લગાવા પ્રોત્સાહીત કર્યો હતો.’ ક્રૃતિકા બોલી.

‘તો શું વિશાલ નાનો છોકરો છે કે હું કહું એમ કરવાં માની જાય? મને વિશ્વાસ હતો વિશાલ પર કે મારો જીગરી યાર કોઈ પણ શરત જીતી શકે છે.’ વિશાલનાં અહમને પોષતો હરનીશ મસ્કા મારતો બોલ્યો.

‘વાહ..વાહ..વાહ..!
શું મસ્ત મસ્કા માર્યા છે હરનીશ..!!’
હરનીશની બાજુમાં બેઠેલો શીવાંશ હરનીસની સામે હાથ ઉંચો કરી આંગળીઓ રમાડતો મશ્કરી નાં સ્વરે બોલ્યો.

‘ગાયઝ લેટ્સ ચેન્જ ધી ટોપીક. આવી લોઅર લેવલની વાહીયાત શરતો પરની ચર્ચા પર પુર્ણવિરામ લાવો. ગાયઝ, ડુ યુ નોવ અત્યારે એક નવી એપ આવી છે સારાહાહ નામ ની જે સોશીયલ મીડીયા પર ધુમ મચાવી રહી છે? ‘ચુપ બેસેલી કૃતિકા બોલી.

‘એમાં એવો કોન્સેપ્ટ છે કે કોણે આપણને મેસેજ કર્યો એ ખબર જ ના પડે.હકીકતમાં એ એપ સાઉદી અરબની કન્ટ્રીઝમાં તો કયારની ધુમ મચાવી રહી હતી.સારાહાહ નો અર્થ સાઉદી ભાષામાં ઓનેસ્ટી થાય છે.એટલે કે કોઈ પણ વ્યક્તિ કોઈણ વ્યક્તિને એનાં વિશેનો મત આપવા એ એપનો યુઝ કરી શકે છે. તમે એનાં વિશે ખરું-ખોટું કંઈ પણ લખી શકો છો અને એ વ્યક્તિને ખબર પણ ના પડે કે કોણ શું બોલ્યું એનાં વિશે.’ સારાહાહના પોતાનાં અદભુત ગ્યાનને પ્રદર્શીત કરતો શીવાંશ બોલ્યોં.

‘હા યાર, એનાં વિશે તો મેં પણ સાંભળ્યું છે પણ આવી એપનો ટ્રસ્ટ ના કરાય.’ વિશાલ બોલ્યો.

‘અરે, મે તો કાલે પેલી ફર્સ્ટ યરની સોનલને આઈ લવ યુ નો મેસેજ પણ કરી દીધો. હવે આજે હીરલ,માનસી,સીમા અને પેલી ચીબાવલી આકાંક્ષા નો વારો.’ આંખ મારતો હરનીશ બોલ્યો.

‘સાલ્લા, સોનલ તારી ભાભી છે..’ વિશાલ ફરી તાડુકયો.

‘હાહાહાહા. સોનલ પણ વિચારતી હશે એને આઈ લવ યુ કોણે કીધું.’ કૃતિકા બોલી.

‘જો ડીયર, જે દીવસે એ તારાંથી પટી જશે એ દીવસથી સોનલ મારી ભાભી. પણ ત્યાં સુધી રાહ ના જોતાં ચાંસ મારવામાં કયાં વાંધો છે? કા એ મારી ભાભી બનશે કા તારી.’
નખશીખ સજ્જન હરનીશ ઠાવકાઈ કરતો બોલ્યો.

‘લોલ,હવે આ બંને સોનલ માટે શરત ના લગાવે તો સારું છે.’ ક્રૃતિકા શીવાંશને હવામાં હાથમાં તાલી આપતાં બોલી.

‘ગાયઝ, મારે પણ એક મેસેજ આવ્યો છે સારાહાહ પર.’ સંજના ડરતી ડરતી બોલી.

બધાં મિત્રોનું ધ્યાન સંજના પર કેન્દ્રીત થઈ ગયું.

“અરે વાહ, તને પણ કોઈએ આઈ લવ યુ કહ્યું કે શું?” હરનીશ ટીખળ કરતો બોલ્યો.

“જેનો દોસ્ત વિશાલ હોય એને આઈ લવ યુ કહેવાની હીંમત કોણ કરે?’ શીવાંશ આંખ મારતો બોલ્યો.

“જસ્ટ શટ અપ” સંજના ગુસ્સે થઈને બુમ જ પાડી બેઠી.
“કામ ડાઉન બેબી. જસ્ટ રીલેક્ષ. ટેલ અઝ શું મેસેજ આયો છે?” સંજના શાંત પાડતી ક્રૃતિકા બોલી.
ફરીથી ચારેયની આંખો સંજના નાં મોબાઈલ તરફ મંડાઈ ગઈ હતી.

સંજના ડરતાં ડરતાં બોલી, “મને કાલે રાત્રે સારાહાહ પર મેસેજ આવ્યો હતો કે આ અમાસની રાત્રે તારાં એક મિત્ર નું ખુન થઈ જશે.”

આ વાત સાંભળી ચારેય જણાં જોર જોરથી હસવાં લાગ્યાં.

“વ્હોટ અ જોક મેન! સાલું લોકોનું મગજ પણ જબરું ચાલે છે.તારાં એક મિત્રનું મૌત થશે.” હસવાનું માંડ રોકતો હરનીશ બોલ્યો.

“હવે તો ભગવાન પણ સારાહા યુઝ કરવાં લાગ્યાં છે.” એકદમ શાંતીથી શીવાંશ બોલ્યો.

“લોલ. જો સામે રીપ્લાય આપવાનું ઓપ્શન હોતને તો હું એમ જ પુછત એ અંતરયામીને કે મારાં મનનો માણીગાર મને કયારે મળશે પ્રભુ?” ક્રૃતિકા નિસાસો નાંખતી બોલી.

“સાલો હરામખોર. લાય તો મોબાઈલ. હું પણ જોઉં શું લખ્યું છે ટણપાએ.” એઝ યુઝયલ ગુસ્સો મગજમાં ભરી રાખતો છ ફુટીયો હલ્ક ગુસ્સામાં સંજના નાં હાથમાંથી ફોન ઝુંટવી ને મેસેજ વાંચવા લાગ્યો.

“તમે આમ મજાક ના કરો યાર. મને બહું ડર લાગે છે. કોણ હશે એ? શું એની વાત સાચ્ચી હશે તો?” વ્યથિત થયેલી સંજના વિશાલનાં હાથમાંથી ફોન પાછો લેતાં બોલી.

“અરે ડાર્લીંગ, એવું કંઈ ના હોય. તું આમ ઘભરાય ના. જેને મેસેજ કર્યો એને ખબર હશે કે તું બહું ડરપોક છું એટલે તને ડરાવા માટે જ આવો મેસેજ કર્યો છે.” સંજના નો હાથ પકડીને ક્રૃતિકા બોલી.

“સંજુ હું છું ને. હમણાં જઈને પકડી લાવીશ એ હરામીને.” ભરપૂર ઓવરકોન્ફીડેન્સ થી વિશાલ બોલ્યો ને ચારેય એની સામે જોવાં લાગ્યાં.

“એ તો સંજુનું ધ્યાન બીજે દોરવા બોલ્યો હતો અને તમે મને કમ ના આંકો. હું એને ગમ્મે તેમ કરીને શોધી બતાવું એવો છું. વિશાલનાં નામનાં સિક્કા ફરે છે કોલેજમાં.”
“જો, આ રહ્યો વિશાલનાં નામનો સિક્કો.” એમ કહી હરનીશએ થમ્સઅપનો બીલ્લો જમણાં હાથનાં અંગુઠાથી હવામાં ઉછાળ્યો. પાંચેય મિત્રો જોરથી હસી પડયાં.

“બાય ધ વે અમાસ આજે જ છે સંજના.” શીવાંશએ મમરો મુકયો.
“સ્ટોપ ઈટ શીવાંશ.સંજુ જસ્ટ ચીલ. આવાં ફાલતું મેસેજને મહત્વ આપીને તું તારી ખુદની વેલ્યું કમ ના કર.ચાલો મુવી જોવાં જઈએ.” ક્રૃતિકા બોલી.

‘આ શીવાંશ બહું જ ઠંડા કલેજાનો છે.’ ક્રૃતિકા કોઈને સંભળાય નહીં એમ ધીમેથી બોલી.
પાંચેય વિશાલની લેન્ડ ક્રૃઝરમાં સવાર થઈને સાંજનાં શો નું મુવી જોવાં જાય છે. મુવી જોયાં બાદ શરત હારેલાં વિશાલએ ડીનર ની પાર્ટી આપી જે પતાવી બધાં
ઘર તરફ પાછાં ફરે છે. સૌ પહેલાં ક્રૃતિકા-સંજનાને એનાં ઘરે ડ્રોપ કરીને શીવાંશને એની હોસ્ટલ પર ઉતારી વિશાલ હરનીસને એનાં ઘરે ડ્રોપ કરવાં નીકળે છે.

“તે સાચેમાં સોનલને મેસેજ કર્યો હતો સારાહાહ પર?” વિશાલએ હરનીશને પુછયું.

“અરે ના રે બાબા. એતો તને ચિડાવા માટે બોલ્યો હતો બાકી તારો ક્રશ એ મારો પણ ક્રશ. સોરી તારો ક્રશ એ મારી ભાભી.” આંખ મીચકાવતો હરનીશ બોલ્યો.

“સાલા લબાડ મને તારાં પર ડાઉટ છે જ કે તે મેસેજ કર્યો જ હશે.” ઉગ્ર થઈને વિશાલ બોલ્યો.

“હાહાહાહા… લે આ મારો ફોન ને ચેક કરીલે પોતાની જાતે જ.સાલું વિશ્વાસ નામની તો ચીજ જ નથ રહી આ દુનિયામાં.!” ઈમોશનલ બ્લેકમેઈલીંગનો ઉસ્તાદ હરનીશ બોલ્યો.

“હા,લાય તારો ફોન. અત્યારે તો ડ્રાઈવ કરું છું પણ રાતે જોઈશ.”

“ના,હું તને મોબાઈલ નહીં જ આપું. રાતે તારી ઓફીસીયલ ભાભી જોડે વાત કરવાની છે.અને અહીં જ મેઈન રોડ પર ઉભી રાખ. મારે પપ્પાનાં દવાખાને જઈને ઘરે જવાનું છે.” હરનીશ બોલ્યો.

વિશાલએ ગાડી સાઈડમાં ઉભી રાખી દીધી. અને હરનીશને ખબર ના પડે એમ ગાડીનાં ડેશ પરથી શિફતાઈ પુર્વક એનો મોબાઈલ સેરવી લીધો. હરનીશ ગાડીમાંથી ઉતરીને ચાલવાં લાગ્યો. એ દરમ્યાન વિશાલ મોબાઈલ હરનીશ ને બોલાવી પાછો આપવાં માટે ઉતાવરમાં ચેક કરવાં લાગ્યો.
ત્યાંજ જોરદાર અવાજ સાથે હરનીશનું શરીર હવામાં ફંગોળાઈને રસ્તા પર પડયું. અચાનક બની ગયેલાં બનાવથી ડઘાઈ ગયેલો વિશાલ ગાડીમાંથી ઉતરી હરનીશ પાસે દોડી ગયો પણ અફસોસ હરનીશનું પ્રાણ પંખેરુ ઉડી ગયું હતું.

એક બેફામ સ્પિડે જતી કારની ટક્કર વાગવાથી હરનીશ હવામાં ઉછળીને જમીન પર પટકાયો હતો. વિશાલ એની તરફ આવે એ પહેલાં જ હરનીશનું કરુણ મૌત થઈ ગયું હોય છે.વિશાલ દોડતો જઈને રસ્તાની પેલે પાર આવેલાં હરનીશનાં પપ્પાનાં ક્લિનીક પર જઈને એમને હરનીશનાં એક્સિડન્ટ ની દુર્ધટનાથી વાકેફ કરે છે.એકનાં એક વ્હાલાસોયા દીકરાની લાશ પોતાની આંખ સામે પડેલી જોઈને ડોકટર રસ્તોગી રસ્તા પર જ ફસડી પડયાંને ચૌઘાર આંશુ સાથે એવી પોક મૂકી કે એ સાંભળી મૌત પણ ફફડી પડે.

હરનીશની મમ્મી હરનીશનાં જન્મનાં બે દીવસ બાદ જ ગુજરી ગયાં હતાં. આઘાતમાં સરી ગયેલાં ડોકટર રસ્તોગીએ બીજા લગ્ન નહોતાં કર્યા.પત્નીનાં અકાળ મૃત્યુ થી ગમગીન ડોકટર દારુનાં રવાડે ચડીને પોતાનો ગમ દુર કરતાં હતાં.હરનીસનો ઉછેર એનાં દાદા-દાદીએ જ કર્યો હતો. જે દીવસે હરનીશનાં દાદી ગુજરી ગયાં ત્યારે જતાં જતાં એમને ડોકટરને દારુ છોડી દઈને હરનીશનાં ઉછેરની જવાબદારી સોંપી હતી. બસ એ જ ઘડીથી ડો.રસ્તોગીએ હરનીશ માટે થઈને પોતાનાં દુ:ખનાં હમસફરને છુટાછેડા આપી દીધાં.

દાદીનાં અવસાન બાદ થોડાં સમયમાં હરનીશનાં દાદા પણ ગુજરી ગયાં.ડો. રસ્તોગીએ હરનીશને કયારેય એમની ખોટ સાલવા નહોંતી દીધી. રસ્તોગીની ઈચ્છા તો હરનીશ ડોકટર બને એમ જ હતી જેથી ભવિષ્યમાં એમનું કલિનીક હરનીશ જ સંભાળી શકે. પણ હરનીશ ને ડોકટરીમાં રસ નહોતોં એનાં તો સપનાં જ કંઈક અલગ હતાં. હરનીશ ફાઈનાંસ સાથે એમબીએ કરીને વિદેશ સ્થાઈ થવાનું વિચારતો હતો. દીકરાનાં સપનાં સાકાર થાય એ માટે ડો. રસ્તોગીએ પોતાનાં સપનાં કોરાણે મુકી દીધાં.

અને આજે એ જ દીકરાનો નિષ્પ્રાણ દેહ ડો.રસ્તોગીની સામે પડયો હતો. જાણે કોઈ નિષ્ઠુર કાળભક્ષી ઓળો પ્રેમથી ઉછેરેલાં છોડને પગથી કચડી ગયો હોય.છોડ પર ઉગતાં ફુલની સફળતા પણ એ જોઈ ના શકયો ને પોતાની જીવનભરની પુંજી રસ્તા પર વિખરાયેલી જોઈને દીલમાં ઉઠતી વેદનાઓને ના જીરવાતા એ લાચાર બાપ હરનીશ નાં માથાને પોતાનાં ખોળામાં લઈને એનાં કપાળને ચુમી હ્રદય વિચલીત કરતું જે કલ્પાંત કરે છે કે સમય પણ બે ઘડી થોંભાઈ જઈને એ બાપની દયનીય સ્થિતી પર મૌન પાળવા મજબુર થઈ જાય.

અચાનક જ ઘટી ગયેલ ઘટનાક્રમથી સુધબુધ ખોઈ બેઠેલ અવાચક વિશાલ પોલીસ વાનની સાઈરનની ગુંજથી જબકી ગયો. પોલીસએ વિશાલની પુછપરછ કરી ઘટનાસમયે સ્થળ પર ઉભેલાં લોકોનાં બયાન લીધાં. ગાડીનો નંબર કોઈએ જોયો નહોતો. બસ એક સફેદ રંગની કાર હતી જે સ્પિડમાં આવીને રસ્તો પાર કરી રહેલાં હરનીશને ફંગોવીને ભાગી ગઈ. અંધાળું હતું એટલે કોઈને સ્પષ્ટ નંબર નહોતો વંચાયો. રસ્તાની સામેની બાજુ આવેલ સીસીટીવીના ફુટેજ લઈ પોલીસએ પંચનામું કર્યું. ત્યાં સુધીમાં એમ્બ્યુલન્સ પણ આઈ ગઈ હતી. દીકરાનાં જવાનાં ગમમાં રડી રડીને ડો.રસ્તોગી અર્ધબેભાન થઈ ગયાં હતાં એમને યોગ્ય સારવાર આપી હરનીશનાં બોડીને પોસ્ટમોર્ટમ માટે લઈને એમ્બ્યુલન્સ જતી રહી. આ બાજું વિશાલ પણ ભારે હ્રદયે ત્યાંથી ઘરે જવાં નીકળ્યો. ત્યાંથી નીકળતાં પહેલા એને હરનીશનાં એક્સિડેન્ટની અને એનાં કરુણ મૃત્યુની વાત એનાં પિતા અને દોસ્તોને ફોન કરીને કહી દીધી હતી.

બીજાં દીવસે હરનીશનાં અંતીમ સંસ્કાર થઈ ગયાં બાદ બાકીના બધાં મિત્રો ભેગાં થયાં. કોઈને પણ વિશ્વાસ નહોતો થતો કે હંમેશા હસતો હસાવતો હરનીશ હવે એમની વચ્ચે નથી રહ્યો.

‘સમય પણ કયારે કંઈ ચાલ રમી જાય એ કોને ખબર પડે છે! હજું તો કાલ રાત સુધી હરનીશ આપડી સાથે હતો ને આજે એ આપણને છોડીને કાયમ માટે જતો રહ્યો.’ ક્રૃતિકા આંખમાં આઈ ગયેલાં આંશુને રુમાલથી લુછતાં બોલી.

‘હું તો એને ઘરે જ ઉતારવાનો હતો પણ એ બોલ્યો મારે પપ્પાનું કામ છે એટલે એને ત્યાં જ ઉતરી જવાનો આગ્રહ કર્યો. જો મને ખબર હોત કે આવું કંઈક થશે તો હું એને ઉતરવા જ ના દેત.’ વિશાલ બોલ્યો.
‘સારાહાહ પર આવેલો એ મેસેજ સાચ્ચો પડયો.સાચ્ચેમાં આપડા એક મિત્રનું મોત થયું. હું કહેતી હતી પણ કોઈએ મારી વાતને ગંભીરતાથી ના લીધી. બધાં હસતાં હતાં મારી વાત પર. જુઓ હરનીશનો એક્સિડેન્ટ કરીને એ અજાણી વ્યક્તિ હવે તમારી પર હસી રહી છે.’ સંજના બોલી.

શીવાંશ ચુપ જ હતો. કદાચ એને હરનીશનાં મોતનો ધક્કો લાગ્યો હતો.

‘હા યાર, હવે તો મને પણ ડર લાગે છે સારાહાહ નો. હું તો એને ડીલીટ જ મારી દઉં છું મારાં મોબાઈલમાંથી.’ ક્રૃતિકા બોલી.

‘ગાયઝ મારે સારાહાહ પર એ રહસ્યમયી વ્યક્તિનો મેસેજ આયો છે.’ ક્રૃતીકા ફોન પછાડતી બોલી.
વ્હોટ…!!!
ત્રણેય જણાં બોલી ઉઠયાં.

‘શીવાંશ જો તો શું લખ્યું છે એને?’ સંજના બોલી.

‘કેવી લાગી હરનીશની સરપ્રાઈઝ એક્ઝીટ? તમને તો એ વાત મજાક જ લાગી હશે પણ એ મજાક નહોંતી જ. મજાક બહું ગમે છેને તમને? ચલો બીજી એક મજા કરાઉ. આગલાં ત્રણ દીવસમાં તમારાં ચારમાંથી એકની પણ હરનીશની જેમ જ સુખદ એકઝીટ થશે. એન્જોય ધી ફીઅર ફ્રેંડ્સ. મૌત તમારો પીછો કરી રહી છે.’

‘એની તો…!!!
આ ફક્ત ને ફક્ત એક કો ઈન્સીડન્ટ છે અને આ વ્યક્તિ એનો ફાયદો ઉઠાવી રહી છે ધેટ્સ ઓલ.’ ફેંસલો સુનાવતો હોય એમ વિશાલ બોલ્યો.

‘હા, સાચ્ચી વાત કહી વિશાલએ. અહીં કોઈ કાલનાં એક્સિડેન્ટને ઢાલ બનાવી આપણને ડરાવા માટે જ આવી વાત કરી રહ્યું છે.’ શીવાંશ બોલ્યો.

‘ગાયઝ, તમે બંને વાતની ગંભીરતા સમજો. આપડે પોલીસને બધું કહી દેવું જોઈએ એમ નથી લાગતું તમને?’ ડરી ગયેલી સંજના બોલી.

‘મને પણ એમ જ લાગી રહ્યું છે કે આપડે પોલીસ કંમ્પલેઈન કરવી જોઈએ.’ ક્રૃતિકા બોલી.

‘ના, જો આપડે પોલીસ પાસે જઈશું તો આપડો ભુતકાળ એમની સામે આવી જવાં નો ચાંસ છે અને આ મેસેજને કારણે આપડે બધાં જ ભરાઈ જઈશું. હું કોઈ ચાંસ લેવા નથી માંગતો.’ સિગરેટ સળગાવીને કશ મારતો વિશાલ બોલ્યો.

ભુતકાળમાં બનેલ એ ઘટનાની વાત સામે આવતાં જ બધાં ચુપ થઈ ગયાં.

ક્રમશ: રહસ્યમય સારાહાહ – ભાગ ૨ આવતી કાલે સાંજે ૭ ૪૪ ના પબ્લીશ થશે..

લેખક : કુનાલ જાની

ટીપ્પણી