“રાગી ઉપમા” – બનાવો અને ઘરમાં બધાને પણ ખાવા માટે ફોર્સ કરો..

“રાગી ઉપમા”

સામગ્રી :

બે વાડકી રાગીનો લોટ,
અેક ટેબલ સ્પૂન બાજરીનો લોટ,
બે ટેબલ સ્પૂન રવો-સોજી,
મીઠું સ્વાદ અનુસાર,
દોઢ વાડકી દહીં,
અેક ટી સ્પૂન વાટેલા અાદુ-મરચાંની પેસ્ટ,
અેક લીલા મરચાના ટુકડા,
ત્રણ ટી સ્પૂન લીંબુનો રસ,
દોઢ ટી સ્પૂન ખાંડ,
અડધો કપ બારીક સમારેલી ડુંગળી,
અેક ટેબલ ઝીણી સમારેલી પાલક,
અેક ટેબલ સ્પૂન છીણેલું કોપરું,
બે ટેબલ સ્પૂન સમારેલી કોથમીર,
વઘાર માટે તેલ,
બે ટી સ્પૂન અડદની દાળ,
જીરું,
મીઠો લીમડો,
મીઠું સ્વાદ અનુસાર

રીત :

સાૈ પ્રથમ રાગી અને બાજરીનો લોટ, સોજીને ધીમા તાપે અેક ટેબલ સ્પૂન તેલ મૂકીને ગુલાબી રંગના શેકી લેવા. કઢાઈમાં અેક ટેબલ સ્પૂન તેલ મૂકીને જીરું, તજ, લવિંગ, હિંગ, અડદની દાળ, ડુંગળી મરચાના ટુકડા, મીઠો લીમડો, પાલક નાખી ધીમા તાપે સાંતળવું.

તેમાં ત્રણ વાડકી પાણી, અાદુ-મરચાંની પેસ્ટ, લીંબુનો રસ, ખાંડ, દહીં નાખી થોડી વાર ઊકળવા દેવું. તેમાં શેકેલો લોટ ઉમેરી દેવો. જરૂર પડે વધુ પાણી ઉમેરી શકાય. પાણી બળી જાય અેટલે તેના ઉપર કોથમીર અને કોપરું નાખી સર્વ કરવું.

રસોઈની રાણી : મેઘા પટેલ (આણંદ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી