શિયાળામાં ઘીની બનાવેલી વાનગીઓ ખાવાથી તંદુરસ્તી સારી રહે છે. તો ચલો બનાવીએ રાગી પાક..

“રાગી પાક” (Ragi Paak)

રાગી નાં ઘણા ફાયદાઓ છે જેમાનો ખાસ ફાયદો સાંધાની તકલીફ દૂર કરવાનો છે.

સામગ્રીઓ :

૨૫૦ રાગી નો લોટ,
ઘી શેકવા માટે,
૨ ચમચી સૂંઠ,
૫૦ ગ્રામ ગુંદર નો ભૂક્કો,
ડબ્બા નો ગોળ (સ્વાદ અનુસાર ),

સજાવવા માટે :

કાજુ,બદામ નો ભૂક્કો
છીણેલું ટોપરું

રીત :

રાગી નો લોટ લઇ તેને ઘીમાં હળવો શેકવો ત્યારબાદ અેક પેન માં ઘી લઇને ડબ્બા નો ગોળ મિક્સ કરી શેકેલો લોટ નાખી સૂંઠ અને ગુંદર નો ભૂક્કો નાખી સારી રીતે મિક્સ કરી લેવું.
અેક થાળીમાં આછું ઘી લગાવી પેલું મિશ્રણ સારી રીતે પાથરી દેવું. છરી વડે આંકા પાડવા.કાજુ,બદામ નો ભૂક્કો અને છીણેલું ટોપરું નાખવું.

રસોઈની રાણી : કોમલ ઉપાધ્યાય (રાજકોટ)

શેર કરો આ હેલ્થી વાનગી તમારા ફેસબુક પર અને દરરોજ આવી અનેક વાનગી મેળવો અમારું પેજ લાઇક કરીને.

ટીપ્પણી