રાગીના લોટનો હેલ્થી શીરો – પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી ભરપૂર છે આ શીરો, તો નોંધી લો ને બનાવી ખવડાવો ઘરના દરેક સભ્યોને……

રાગીના લોટનો હેલ્થી શીરો

રાગી એક પોષક અનાજ છે. જે પ્રોટીન, કેલ્શિયમ અને આયર્નથી સમૃદ્ધ છે. રાગી પ્રોસેસિંગ અને પોલિશિંગના ઘણાં રાઉન્ડનો સામનો કરતો નથી અને તેનો તેનો મૂળ સ્વરૂપ ઉપયોગ કરી શકાય છે. રાગી નો ઉપયોગ વજન ઘટાડવામાં પણ થાય છે. રાગી થી ભૂખ પણ ઓછી લાગે છે. રાગી હાડકા મજબુત કરે છે. તેમજ તે વધતા બાળકો માટે તેમજ મોટી ઉમર ના લોકો માટે પણ ખુબ જ ફાયદારૂપ છે. રાગી માં રહેલા કેલ્શિયમ ના કારણે તે મહિલાઓ ના સ્વાસ્થ્ય નું સંપૂર્ણ ધ્યાન રાખે છે. રાગી હિમોગ્લીબીન વધારવામાં ખુબ જ ફાયદારૂપ છે. કારણકે રાગી માં આયર્ન ખુબ જ વધારે માત્રા માં આવેલું હોય છે. વાત-પિત કે કફ જેવી બીમારીઓ માં પણ રાગી ખુબ જ મદદ રૂપ છે.

કોલેસ્ટ્રોલની બીમારી માટે રાગી રેગ્યુલર લેવાથી ખુબ જ ફાયદો થાય છે. રાગી ના આટલા ફાયદાઓ જાણ્યા હવે એમ થતું હોય કે તો રાગી ના લોટ માંથી શું બનાવવું?? તો રાગી ના લોટ માંથી ઘણી હેલ્થી અને ટેસ્ટી રેસીપીસ બનાવી શકીએ છીએ. જેવીકે રાગી ની રોટલી, રાગી નું સૂપ, શીરો, હળવો, પાક, લાડુ, ઈડલી, ઢોસા વગેરે..તો ચાલો એમાની એક હેલ્થી રેસીપી આજે આપણે બનાવીશું રાગી ના લોટ નો શીરો.

સામગ્રી:

  • ૧ બાઉલ રાગી નો લોટ,
  • ૧ બાઉલ ગોળ,
  • ૧/૨ બાઉલ ઘી,
  • ૧/૨ બાઉલ ડ્રાયફ્રુટ્સ.

રીત:

સૌપ્રથમ આપણે લઈશું સામગ્રીઓ જેમાં છે રાગી નો લોટ. રાગી નો લોટ ના હોય તો રાગી ને મિક્ષ્ચરમાં પીસી સરળતા થી રાગી નો લોટ બનાવી શકાય છે. રાગી નો લોટ જેટલો પણ શીરો બનાવવો હોય એટલા પ્રમાણ માં લઇ શકાય છે. ત્યાએ બાદ લઈશું ગોળ મેં ૧ બાઉલ લીધો છે. તમે તમારા ગળાસ પ્રમાણે લઇ શકો છો. ત્યાર બાદ લઈશું ઘી. અને ડ્રાયફ્રુટ્સ. બાળકો માટે ખાસ બનાવવું હોય તો ચોકલેટ ના કટકા પણ ઉમેરી શકાય.હવે એક પેન માં ઘી ગરમ કરવા માટે ઉમેરીશું. ઘી ને એકદમ ગરમ કરી લેવું.હવે ઘી ગરમ થઇ ગયા બાદ તેમાં રાગી નો લોટ ઉમેરી શેકી લેવો. તેને ઘી માં ચમચા વડે ચલાવતા રેહવું. અને ધીમી આંચ ઉપર પાકવા દેવું.ત્યાએ બાદ હવે આપણે બીજી તપેલી માં પાણી ગરમ થવા માટે મુકીશું. પાણી ઉફાણો આવે એટલું ગરમ થવા દેવું.પાણી ઉકળી ગયા બાદ તેમાં ગોળ ઉમેરીશું. તેમાં ગોળ ની જગ્યા પર તમે ખાંડ પણ લઇ શકો છો. પરંતુ જો વજન ઘટાડવાના હેતુ થી કે સ્વાસ્થ્ય ને ધ્યાન માં લઇ બનાવતા હોય તો ગોળ આપણા શરીર માટે સારો રહે છે.હવે ગોળ ઉમેરી તેને પાણી માં ચમચા વડે ખુબ જ મિક્ષ કરી. અને ધીમી આંચ ઉપર થવા દેવું. ગોળ નું પાણી એકદમ ઉકાળી લેવું.હવે રાગી ના લોટ ને ચમચા વડે ચલાવતા રેહવું જેથી નીચે બેસી ના જાય. અને એમજ લોટ શેકાઈ જતા તેનો કલર પણ ડાર્ક થઇ જશે.ત્યાર બાદ ગરણી વડે ગાળી અને લોટ માં ગરમ ગરમ ગોળ નું પાણી ઉમેરવું. અને જ્યાં સુધી બધું જ ગોળ નું પાણી સોસાઈ ના જાય ત્યાં સુધી તેને મિક્ષ કરતા રેહવું.પાણી સોસાઈ ગયા બાદ આપણો શીરો તૈયાર થઇ જશે. જેમાં આપણે બની ગયા પછી આપણા મનપસંદ ડ્રાયફ્રુટ ઉમેરી શકીએ છીએ.તો તૈયાર છે. ગરમાગરમ શીરો. જેમાં કાજુ ઉમેરવાથી ખુબ જ ટેસ્ટી લાગશે તેમજ તેમાં બીજા પણ ડ્રાયફ્રુટ ઉમેરી શકાય છે.

નોંધ: શીરો બનાવ્યો તેવી જ રીતે પાક પણ બનાવી શકાય છે. જેને આપણે સ્ટોર પણ કરી શકાય છે. આ શીરા માં ગોળ ની જગ્યા એ ખાંડ ઉમેરી શકાય છે. તેમજ તેમાં ડ્રાયફ્રુટ જોડે ચોકલેટ પણ ઉમેરી શકાય છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી