લોકલાગણી ને માન આપી ને આજે માણીશું “રગડા પેટીસ”

394371_529988327038270_2018205817_nસામગ્રી:પેટિસ માટે:

3 બટાટા

1/4 ટેબલસ્પૂન ધાણા પાવડર

1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો

1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1/4 ટેબલસ્પૂન જીરુ

1/4 ટેબલસ્પૂન હળદર

બ્રેડનો ભૂકો

તેલ

સ્વાદ અનુસાર મીઠું

 

રગડા માટે:

1 ટેબલસ્પૂન ચાટ મસાલો

1/2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ

1 કપ દેશી વટાણા

1/4 ટેબલસ્પૂન બેકિંગ સોડા

1/4 ટેબલસ્પૂન તેલ

1/4 કપ દહીં

1 ડુંગળી

1 ટમેટું

1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો

1/4 ટેબલસ્પૂન હળદર

1/2 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર

લીલા ધાણા

સ્વાદ અનુસાર મીઠું

 

રીત:

 

પેટિસ માટે:

– બટાટાને ધોઈને બાફી લો અને પછી સ્મેસ કરી લો.

– બટાટાને એક બાઉલમાં લઈને તેમાં આદુ-લસણની પેસ્ટ, ધાણા પાવડર, જીરુ, હળદર અને મીઠુંઉમેરો

– બરાબર મિક્સ કરીને નરમ કણક બાંધો.

– હવે તેમાં બ્રેડનો ભૂકો મિક્સ કરો અને બરાબર મિક્સ કરો.

– તેમાંથી નાની પેટિસ વાળી લો.

– એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પેટિસને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.

– તળેલી પેટિસને ટિશ્યુ પેપર પર રાખીને ડ્રાય કરીને બાજુ પર રાખી દો.

 

રગડા માટે:

 

– વટાણાને ધોઈને 6-8 કલાક માટે પલાળી રાખો.

– ચણાને બેકિંગ પાવડર નાંખીને પ્રેશર કૂકરમાં બાફી લો.

– એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીને સમારીને તેમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો.

– તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર પાવડર. ગરમ મસાલો, ચાટ પાવડર, લાલ મરચાનો પાવડર ઉમેરીને 30 સેકન્ડ માટે સાંતળો.

– હવે તેમાં ટમેટાં અને મીઠું ઉમેરો.

– કઢાઈને ઢાંકીને મધ્યમ આંચ પર 3-5 મિનીટ માટે ઉકાળો.

– તેમાં બાફેલા ચણા, પાણી અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો.

– ફરીથી ઢાંકીને 3-4 મિનીટ સુધી ઉકળવા દો.

 

રગડાં પેટિસ:

 

– સાથે આંમલીની ચટણી અને ફૂદિનાની ચટણી બનાવી શકો છો.

– એક પ્લેટમાં પેટિસ લો. તેના પર રગડો રેડીને પાથરો.

– તેના પર આંમલીની ચટણી અને ફૂદિનાની ચટણી પર મૂકો.

– તમે ઈચ્છો તો તેના પર સેવ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

સૌજન્ય : સુરતી જમણ

ટીપ્પણી