ચીઝી મીક્ષ દાળ રગડો વીથ બિન્સ સમોસા – New And Unique Recipe

સામગ્રી:
રગડા માટે:

૧ કપ સફેદ વટાણા ૬/૭ કલાક પલાળી ને બાફેલા,
૧ કપ મીક્ષ દાળ બાફેલી(ચણા દાળ,તુવેર દાળ,મગછડી દાળ),
૧ મોટી ડુંગરી ઝીણી સમારેલી,
૧ મોટુ ટમેટુ ઝીણુ સમારેલુ,
૧ મોટી ચમચી ગરમ મસાલો,
૧ મોટી ચમચી લાલ મરચું પાવડર,
અડધી ચમચી હળદર,
મીઠુ સ્વાદ અનુસાર,
૨ ચમચી ખાંડ,
ઍક લીંબુ,
૨ ચમચી મસાલા સીંગ,
વઘાર માટે થોડુ તેલ,

સમોસા માટે:

૨ બટેટા બાફેલા,
૧ કપ મીક્ષ કઠોળ ૬/૭ કલાક પલાળી ને અધકચરા બાફેલા(રાજમા,મગ,મઠ અને દેશી ચણા),
૧ ડુંગરી ઝીણી સમારેલી,
૧ મોટી ચમચી આદૂ-મરચા ની પેસ્ટ,
૧ નાની ચમચી ગરમ મસાલો,
૧ નાની ચમચી લાલ મરચુ પાવડર,
મીઠુ સ્વાદ અનુસાર,
અડધુ લીંબુ,
થોડીક કોથમીર,
૧ બાઉલ મેંદો,
તેલ તળવા માટે,

સવીઁગ માટે:

લીલી ચટણી,
ખજૂર-આંબલી ની ચટણી,
લસણ ની ચટણી,
મસાલા સિંગ,
નાયલોન સેવ,
ખમણેલુ ચીઝ,
ઝીણી સમારેલી ડુંગરી,
ઝીણી સમારેલી કોથમીર,

રીત:
સમોસા બનાવવા માટે
ઍક પેન મા થોડુ તેલ લઈ ગરમ થાય ઍટલે તેમા ડુંગરી ને ગુલાબી રંગ ની સાતળવી પછી તેમા આદૂ-મરચા ની પેસ્ટ,બધા સૂકા મસાલા,બાફેલા બટેટા તથા બાફેલા કઠોળ બધુ નાખી મીક્ષ કરી લેવુ.
મેંદા ના લોટ માં મીઠુ,તેલ ૨/૩ પાવરા તથા જરુર મુજબ પાણી નાખી કડક લોટ બાંધવો.
લોટ માથી ઍકસરખા લૂવા કરી લેવા તેમાથી પુરી વણી વચ્ચે પૂરણ ભરી સમોસા નો આકાર આપી તેલ મા ગુલાબી રંગ ના તળી લેવા.

રગડા માટે:
ઍક લોયા મા તેલ ગરમ થાય ઍટલે તેમા ઝીણી સમારેલી ડુંગરી નાખવી ડુંગરી ને ગુલાબી રંગ ની થાય ત્યા સુધી સાતળવી પછી તેમા મસાલા સીંગ તથા બધા સૂકા મસાલા નાખી દેવા સરખુ મીક્ષ કરી ટમેટા નાખી દેવા ટમેટા જરાક ચડવા દેવા ત્યારબાદ તેમા બાફેલા વટાણા તથા બાફેલી મીક્ષ દાળ નાખી દેવી જરુર મુજબ પાણી ઍડ કરવુ રગડો ઉકળી જાય ઍટલો ચડવા દેવો.

હવે ઍક ઉંડી ડિશ લઈ તેમા પહેલા બે સમોસા ના કટકા કરી ને નાખવા તેના પર ગરમા ગરમ રગડો ૨/૩ ચમચા નાખવો તેના પર બધી જાત ની ચટણી,છીણેલુ ચીઝ,નાયલોન સેવ,મસાલા સીંગ,સમારેલી ડુંગરી તથા કોથમીર ભભરાવવુ.

રસોઈની રાણી : યોગીતા વાડોલીયા(રાજકોટ)

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી