રગડા પેટીસ – સ્વાદમાં તીખી ને ચટપટી છે ને બનાવવામાં

રગડા પેટીસ

રોજ કઈ ને કઈ ડીનરમાં નવું જોઈતું હોય છે. રોજ શું અલગ અલગ બનાવવું તે સવાલ સતાવે છે. રોજ બાર તો જમવા નથી જઈ સગતા પણ બહાર જેવું બનાવી તો શકીએ જ ને તો ચાલો આજે બનાવીએ રગડા પેટીસ આમ તો એક સ્ટ્રીટ ફૂડ રેસીપી છે.  અને રગડા પેટીસ ખુબ જ ટેસ્ટી હોય છે. કેમ કે તેમાં ખાટો, તીખો અને ચાટપટો સ્વાદ હોય છે. રગડા પેટીસ માં ટીક્કી તેમજ ચણતી જોડે ખુબ જ સરસ લગે છે. બારે તો સરળતા રહી મળી રહે છે તેમજ ટેસ્ટી મદે છે તો ચાલો આવી જ ટેસ્ટી રગડા પેટીસ આજે ઘરે બનાવી લઇએ.

સામગ્રી:

૨૫૦ગ્રામ લીલા વાટાણા,

૪-૫ નંગ બટેટા,

મસાલા…

 મરચું પાઉડર, નમક, ધાણાજીરું, ગરમ મસાલો, ખાંડ, લીંબુ.

વઘાર માટે…

 લાલ મરચું,

 તમાલ પત્ર,

બાદયા…

જીરું, અને

લીમડા ના પાન

ગર્નીસીંગ માટે …

જીણી સેવ, ડુંગળી, કોથમરી, લાલ મરચું, અને ખજુર આંબલીની ખાટી મીઠી ચટણી.

રીત :

 સૌપ્રથમ લીલા વાટાણા ને ફોલી લેવા, ત્યાર બાદ. તેને અપડે કુકર માં બાફી લઈશું. હવે તેને ઠંડા થવા દેવા અને એક બાઉલ માં કાઢી લેવા. અને ચમચા વડે થોડા પીસી લેવા.

હવે એક પેન માં તેલ ગરમ કરી એમાં અપડે લાલ મરચું, તમાલ પત્ર,બાદયા, જીરું,  લીમડા ના પાન વઘાર કરવા માટે મુકીસું. અમથી કોઈ મસાલા તમને પસંદ ના હોય તો તમે અવોઇડ કરી શકો છો.

હવે બધા મસાલા પ્રોપર ચડી  જાય એટલે  અપડે રગડો વાઘારી લઈશું. તેમાં માટે અપડે અ મસાલા માં વાટાણા ઉમેરીસું ત્યાર બાદ તેમાં જરુર મુજબ પાણી ઉમેરી દેવું. ત્યાર બાદ તેમાં નમક, મરચું પાઉડર, ધાણાજીરું અને ગરમ મસાલો, ખાંડ અને લીંબુ  ઉમેરી તેને એકદમ ઉકળવા દેવું .

હવે ટીક્કી બનાવવા માટે અપડે બટેટા બાફી તેને મસળી લઈશું અને તેમાં નમક, મરચું પાઉડર, ધાણાજીરું, ગરમ મસાલો ઉમેરીં મિક્ષ કરી લેવું.

હવે તેમાં થી નાની નાની ટીક્કી બનાવી લઈશું. તેને પાતળી રાખવી જેથી પ્રોપર સેકાઈ જાય.

હવે તે ટીક્કી ને બ્રેડ ક્રમ માં રગદોળી લેવી. અને પછી એક પેન ગરમ કરી તેમાં તેલ ગરમ મુકો. ત્યાર બાદ બ્રેડ ક્રમ માં રાગ્ડોદેલી ટીક્કી એક પછી એક સેકી લેવી. તે ટીક્કી ને બને બાજુ સેકી લેવી.

હવે રગડાપેટીસ ને સેર્વ કરવા માટે એક પ્લેટ માં બનાવેલી ટીક્કી ગોઠવી લઈશું.

હવે તમાં આગળ બનાવેલો રગડો ઉમેરીસું. રગડો જાડો રહી જાય તો તેમાં પાણી ઉમેરી ઉકાળી ને તેને ઢીલો પણ સકી શકો છો.

હવે તેને ગર્નીશ કરવા માટે ઉમેરીસું સેવ, ડુંગળી, કોથમરી અને ખાટી મીઠી ચટણી. તો તૈયર છે બધા નું ફેવરીટ એવું સ્ટ્રીટ ફૂડ રગડાપેટીસ.

નોંધ: પેટીસ ને રાગ્દોડવા માટે અપડે બ્રેડ ક્રમ નો ઉપયોગ કરીએ છે. એ ના હોય તો અપડે તપકીર નો પણ ઉપયોગ કરી શકીએ છે.

રસોઈની રાણી : મેધના સચદેવ(જૂનાગઢ)

મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે મને ઉત્સાહ રહે…

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી