“રગડા પેટીસ” – ખુબ સરળ અને ફટાફટ બની જશે.. પૂર્વતૈયારી કરીને રાખજો…

“રગડા પેટીસ”

સામગ્રી:

પેટિસ માટે:

3 બટાટા,
1/4 ટેબલસ્પૂન ધાણા પાવડર,
1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો,
1 ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ,
1/4 ટેબલસ્પૂન જીરુ,
1/4 ટેબલસ્પૂન હળદર,
બ્રેડનો ભૂકો,
તેલ,
સ્વાદ અનુસાર મીઠું,

રગડા માટે:

1 ટેબલસ્પૂન ચાટ મસાલો,
1/2 ટેબલસ્પૂન આદુ-લસણની પેસ્ટ,
1 કપ દેશી વટાણા,
1/4 ટેબલસ્પૂન બેકિંગ સોડા,
1/4 ટેબલસ્પૂન તેલ,
1/4 કપ દહીં,
1 ડુંગળી,
1 ટમેટું,
1/2 ટેબલસ્પૂન ગરમ મસાલો,
1/4 ટેબલસ્પૂન હળદર,
1/2 ટેબલસ્પૂન લાલ મરચાંનો પાવડર,
લીલા ધાણા,
સ્વાદ અનુસાર મીઠું,

રીત:

પેટિસ માટે:

– બટાટાને ધોઈને બાફી લો અને પછી સ્મેસ કરી લો.
– બટાટાને એક બાઉલમાં લઈને તેમાં આદુ-લસણની પેસ્ટ, ધાણા પાવડર, જીરુ, હળદર અને મીઠુંઉમેરો
– બરાબર મિક્સ કરીને નરમ કણક બાંધો.
– હવે તેમાં બ્રેડનો ભૂકો મિક્સ કરો અને બરાબર મિક્સ કરો.
– તેમાંથી નાની પેટિસ વાળી લો.
– એક કઢાઈમાં તેલ ગરમ કરો અને પેટિસને ગોલ્ડન બ્રાઉન રંગની થાય ત્યાં સુધી તળી લો.
– તળેલી પેટિસને ટિશ્યુ પેપર પર રાખીને ડ્રાય કરીને બાજુ પર રાખી દો.

રગડા માટે:

– વટાણાને ધોઈને 6-8 કલાક માટે પલાળી રાખો.
– ચણાને બેકિંગ પાવડર નાંખીને પ્રેશર કૂકરમાં બાફી લો.
– એક કઢાઈમાં તેલ ગરમ કરો. ડુંગળીને સમારીને તેમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યા સુધી સાંતળી લો.
– તેમાં આદુ-લસણની પેસ્ટ, હળદર પાવડર. ગરમ મસાલો, ચાટ પાવડર, લાલ મરચાનો પાવડર ઉમેરીને 30 સેકન્ડ માટે સાંતળો.
– હવે તેમાં ટમેટાં અને મીઠું ઉમેરો.
– કઢાઈને ઢાંકીને મધ્યમ આંચ પર 3-5 મિનીટ માટે ઉકાળો.
– તેમાં બાફેલા ચણા, પાણી અને દહીં ઉમેરીને બરાબર મિક્સ કરો.
– ફરીથી ઢાંકીને 3-4 મિનીટ સુધી ઉકળવા દો.

રગડાં પેટિસ:

– સાથે આંમલીની ચટણી અને ફૂદિનાની ચટણી બનાવી શકો છો.
– એક પ્લેટમાં પેટિસ લો. તેના પર રગડો રેડીને પાથરો.
– તેના પર આંમલીની ચટણી અને ફૂદિનાની ચટણી પર મૂકો.
– તમે ઈચ્છો તો તેના પર સેવ અને લીલા ધાણા ગાર્નિશ કરીને સર્વ કરી શકો છો.

દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – રસોઈની રાણી.

ટીપ્પણી