‘રાઝી’નું ટ્રેલર થયું લોન્ચ, જાસૂસ બની આલિયા ભટ્ટ

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં સક્સેસફુલ અભિનેત્રીઓનાં નામ લેવાય તો હવે તેમાં આલિયા ભટ્ટનું નામ પણ સામેલ થઈ ગયું છે. ઘણાં ઓછા સમયમાં તેણે પોતાની એક્ટિંગથી લોકોનાં દિલ જીતી લીધા છે. ટુંક સમયમાં આલિયા ભટ્ટની આગામી ફિલ્મ રાઝી રીલિઝ થશે, જેમાં ફરી એકવાર આલિયાનું અદ્દભુત પર્ફોમન્સ જોવા મળશે તેમ લાગી રહ્યું છે. આ ફિલ્મને જંગલી પિક્ચર્સ અને ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી છે.તમને જણાવી દઈએ કે, બોલીવુડ અભિનેત્રી આલિયા ભટ્ટ અને એક્ટર વિક્કી કૌશલની ફિલ્મ ‘રાઝી’ મે મહિનામાં રિલીઝ થવાની છે. આ ફિલ્મ ગત કેટલાક સમયથી ચર્ચામાં છે અને હવે ફિલ્મનું ટ્રેલર પણ રિલીઝ કરી દેવામાં આવ્યું છે. આ ફિલ્મમાં આલિયા ઘણા બધા કેરેટર કરતી જોવા મળશે. આ ફિલ્મમાં આલિયા એક પુત્રી, પત્ની અને જાસૂસ તરીકે જોવા મળશે.આ ફિલ્મની કહાણી 1971માં ભારત અને પાકિસ્તાન વચ્ચે થનાર યુદ્ધ પર આધારિત છે. ફિલ્મની કહાણી હરિંદર સિક્કાના ઉપન્યાસ કોલિંગ સહમત પર આધારિત છે અને ફિલ્મની કહાણી રિયલ સ્ટોરી પર આધારિત છે. ફિલ્મમાં આલિયા એક કાશ્મીરી છોકરી ‘સહમત’નું પાત્ર ભજવશે જેના લગ્ન પાકિસ્તાની સેનાના અધિકાર સાથે થાય છે.આ ફિલ્મમાં આલિયા ભટ્ટ પાકિસ્તાનના આર્મી ઓફિસર ( વિકી કૌશલ ) ની પત્ની છે અને ભારતીય જાસૂસ પણ છે . ટ્રેલરમાં આલિયા ભટ્ટના 3 અવતાર જોવા મળે છે , એક સારી દીકરી , પર્ફેક્ટ વાઈફ અને નીડર જાસૂસ . આપણે એવા અનેક લોકોની વાતો સાંભળીએ છીએ , વાંચીએ છીએ જેમણે દેશ માટે પોતાનો જીવ આપી દીધો છે. . ત્યારે બીજી બાજું એવા લોકો પણ છે જેમણે દેશ માટે પોતાનું બલિદાન તો આપ્યું છે પણ ક્યારે તેમનું નામ સામે નથી આવ્યું.

તમને જણાવી દઈએ કે, સોમવારના રોજ ફિલ્મના ત્રણ પોસ્ટર લોન્ચ કરવામાં આવ્યા હતા. ત્રણેય પોસ્ટરમાં આલિયાના અભિનયના ત્રણ અલગ-અલગ રૂપ જોવા મળી રહ્યાં છે. ત્યારબાદ ‘રાજી’નું ટ્રેલર લૉન્ચ થઇ ગયું છે. હાલ ટ્રેલર જોઇને તો એવું કહી શકાય છે કે ‘રાઝી’ આ વર્ષની સૌથી દમદાર ફિલ્મોમાંથી એક છે. આ ફિલ્મનુ નિર્દેશન મેઘના ગુલઝારે કર્યું છે અને તેન વિનીત જૈન અને કરણ જૌહરે પ્રોડ્યુસ કર્યું છે. તેમજ ટ્રેલરના કેટલાક ડાયલોગ્સ તમને ખૂબ ગમશે. જેમ કે ટ્રેલરના અંતમાં આલિયા કહે છે કે ‘વતન કે આગે કુછ નહી, ખુદ ભી નહી.’ આ ઉપરાંત ટ્રેલર જોયા બાદ તમે પણ આલિયાના ફેન બની જશો.

લેખન.સંકલન : પ્રિયંકા પંચાલ 

બોલીવૂડ જગતની સેલિબ્રિટીઓના ન્યુજ તેમજ આવનારી નવી નવી મૂવીના રીવ્યુ વાંચો અમારા પેજ પર …

ટીપ્પણી