પુત્રવધુ એટલે પુત્રથી પણ વધુ કુળ ઉજાળનારી કન્યા !!

પુત્રવધુનું સ્વાગત – મકરંદ દવે

(એક નોંધ: આપણાં સાહિત્યમાં કન્યાવિદાયના ઢગલાબંધ ગીતો મળી આવે છે. પણ પુત્રવધૂનું સ્વાગત કરતું ગીત કવિ મકરંદ દવે પાસેથી આપણને પહેલી જ વાર આપણને પ્રાપ્ત થાય છે. દીકરો પરણીને ઘેર આવે ત્યારે દીકરાનું સ્વાગત બહુ જ સ્વાભાવિક હોય છે. પણ તેની સાથે ઘરચોળું પાનેતર પહેરીને જે વહુ આવી છે એને માટે એક શબ્દ આપણાં સાહિત્યમાં નથી જોવા મળતો. કવિ મકરંદ દવી લખેલા લગ્ન ગીતો ગુજરાતી કવિતાને નવું જ
પરિમાણ આપે છે.)

આજ લખમી આવ્યાં મારે આંગણે
લાવ્યા સો સો કલમની સુગંધ- ઓચ્છવ મારે આંગણે

મારાં ઘરમાં તાળું હતું તેજને
એની કંચરીએ ઊઘડે ઉજાસ- ઓચ્છવ મારે આંગણે

મારા ફળિએ ઢગલી હતી ધૂળની
એના ફૂલડે મહોરે મધુમાસ -ઓચ્છવ મારે આંગણે

મારી આવડી ભીંતોને એના આગલાં,
જ્યાં જ્યાં પરશે ત્યાં સોહે સિંગાર -ઓચ્છવ મારે આંગણે

એને વેણે વ્હાલપ નીતરે,
એને શેડલિયે ટહુકાર – ઓચ્છવ મારે આંગણે

એ તો ઘરનું છતરું , ઘરની છાંયડી,
ગહર્ની અગાસીનું ખુલ્લું આકાશ -ઓચ્છવ મારે આંગણે

એહો બબ્બે તે કુલને ઉજાળિયાં
હાથે હુંફ અને જીવતરની હાશ- ઓચ્છવ મારે આંગણે

“સાત ફેરા સગપણના” માંથી અંતિમ પત્ર…

 

પુત્રવધૂનું સ્વાગત કરતો સાસુ-સસરાનો પત્ર….

વહુબેટા ભલે પધાર્યા…
લક્ષ્મીજીનું સ્વાગત છે ઘરમાં…

બેટા, સંબોધનનો ઉપયોગ એટલે જ કરીએ છીએ કે અમારાં પુત્રની જેમ જ તમે પણ અમારી દીકરી છો. તમે સાચા અર્થમાં ‘પુત્ર-વધુ’ બનીને રહેવાના છો એની ખાતરી અને ભરોસો બંને ય છે.

તમે મનમાં સહેજ પણ ઓછું ન આણશો . ઘરનાં દરેક કામમાં અમે એટલાં જ સહભાગી થઈશું. પિયરની બધી જ ટેવો અમને ક્યારેય કુટેવ નહીં લાગે! લાડમાં ઉછરેલી છોકરીઓને સાસરામાં વધુ લાડ મળે છે ત્યારે એનાં જીવનમાં એ એવું કશુંક કરે છે જેનાથી પિયર અને સાસરા બંનેને કુટુંબનો મોભો વધાર્યાનો સંતોષ મળે છે.

બેટા, પત્ની બન્યા પછી સાંસારિક જવાબદારીઓનો ભેટો થાય છે. આ જવાબદારી ઉપાધી નથી. મોક્ષના માર્ગ તરફની ગતિ છે. તારા પતિ, સાસુ, સસરા આ બધાંની સેવા તું ચોક્કસ કરજે. પણ તું કાયમ સેવા જ કરે એવું અમે નથી ઇચ્છતાં. તું તો ઘરમાં ‘પ્રેમપર્વ’ ઉજવવા આવી છે. તું કાયમ હસતી રહે એ જ અમે ઈચ્છીએ.

સાસુ અને સસરા જેવા શબ્દોને સમાજે ભારેખમ બનાવી દીધાં છે. આપણા ઘરમાં ‘ચાવી’ કોની પાસે રહે તેનો ઝઘડો નહીં હોય! આપણા ઘરમાં લાગણીની લોકશાહી હશે. તારા આગમનથી આ ઘરની નિખાલસતામાં વધારો થશે. તું અમારામાંની એક જ છો.

દીકરીઓનાં નસીબમાં બે માં-બાપ હોય છે. આવું નસીબ છોકરાઓ પાસે નથી હોતું. તું અમારી જ છો. અમારી જ રહેવાની… ફરિયાદ કરવી એ તારો સ્વભાવ નથી એ અમે જાણીએ છીએ. તને એવું કરવાની તક આપવા અમે સ્હેજ પણ ઇચ્છતા નથી.
તું અમારા દીકરાનું ધ્યાન રાખે છે ત્યારે અમારા હૈયામાં આનંદ ઊછાળા મારે છે. એના અસ્તવ્યસ્ત જીવનને રસમસ્ત કરે એવું આ દુનિયામાં કોઈ છે એનો અમને આનંદ છે!

બંને એકબીજાને સમજીને જીવનમાં પ્રગતિ કરો એ જ અમારું સુખ!

બેટા, તારા આગમનથી ઘરનો પ્રત્યેક દિવસ ઉત્સવ બનીને ઊજવાય એ જ અભ્યર્થના…

પ્રભુપ્રાર્થના…

લગભગ, ઘણી કંકોત્રીઓમાં દિકરીને વળાવતી સુંદર કવિતા કે થોડીક પંક્તિઓ ક્યારેક આંખને ભીની કરતી હોય છે..

પણ આજે આ આંખ હરખી , જ્યારે આ કવિતા એક સ્વજનનાં પુત્રની કંકોત્રીમાં વાંચી.. કવિતા કદાચ એ સ્વજન અને એમના પરિવારનો ભાવ બહુ સરળ શબ્દોમાં વ્યક્ત કરે છે..

પણ શીર્ષક હ્રદયને. ખૂબ જ સ્પર્શી ગયુ મારાં! …
“સ્વાગત પુત્રવધુ નું કુમકુમ પગલે”
આ નાની સી વાત કેટલો મોટો બદલાવ બતાડી રહ્યો છે, નહીં‌ ? કાશ આમ જ સમાજમાં દરેક કુટુંબ આવનારી પુત્રવધુ ને દિકરી માની વધાવે ને દરેક પુત્રવધુ પણ દિકરી બની ને રહે તો?

લેખન અને સંકલન :- — Vasim Landa The-Dust Of-Heaven

જો તમને આ પોસ્ટ ગમી હોય તો અચૂક લાઇક અને શેર કરજો

ટીપ્પણી