દરેક પુરુષે અપનાવા જેવી આ સુંદર એડવાઈઝ !!! – ખુબ જ અગત્યનું અને સમજવા જેવું…

ગેરાલ્ડ રોજર્સ જે એક મનોવૈજ્ઞાનિક છે અને તાજેતરમાં જ તેમનો ડિવૉર્સ થયો છે. તેઓ પોતાની વાઈફને ખુબ જ પ્રેમ કરે છે, પરંતુ  તેમની  મેરેજ લાઈફમાં તક્લીફો પડતાં તેમણે  છૂટાછેડા લીધા  છે.  તેઓ છુટા તો પડી ગયા છે પણ તેમને હવે અલગ થઇ જવાનો દુઃખ ખુબ જ સતાવી રહ્યો છે. છૂટાછેડા લીધા બાદ તેમણે જાણ્યું કે ક્યાં કારણોથી પતી અને પત્ની વચ્ચે આટલા બધા મતભેદ થયાં હતાં અને આ પગલું ભરવું પડ્યું. તેને અનુસરતા રોજર્સે અમુક અડ્વાઇસ આપીછે જે દરેક દપંતીને લાગુ પડે છે. જો પુરુષો આ અમુક પોઈન્ટ્સને ધ્યાનમાં રાખે તો તમારી લાઈફમાં પણ રોજર્સ જેવી પ્રોબ્લેમ ક્યારેય નહીં આવે.

તેમણે પોતાનાં મનની વાતો ફેસબુક ઉપર પોસ્ટ કરીને જણાવી હતી, જેમાં  લાઈફ, પ્રેમ, રીલેશન્સ અને છૂટાછેડા વિશે ઉપયોગી સલાહ આપવામાં આવી છે. તેમણે કહ્યું હતું કે, “હું જે સ્ત્રીને પ્રેમ કરતો હતો તેને ગુમાવ્યા બાદ જે દર્દ મેં સહન કર્યો છે અને જે પરિસ્થિતિ માંથી પસાર થયો છું એવું બીજુ કપલ સાથે ન થાય તે માટે આ સલાહ બધા સાથે શેર કરી રહ્યો છું. એક પ્રેમ જ એવી વસ્તુ છે જે બધા રિલેશનને સાચવીને રાખે છે. મારા ૧૬ વર્ષનાં લગ્નને તોડ્યા બાદ હું આ અડ્વાઇસ દરેક પુરુષોને આપવા ઈચ્છુ છું જે કાશ મને પણ કોઈએ આપી હોત અને હું મારી પત્નીને પોતાનાથી દૂર જતાં રોકી શકત.

આ રહી રોજર્સે આપેલી અડ્વાઇસ

રામબાણ ઈલાજ ‘પ્રેમ’

અંતે તમને એક જ અડ્વાઈસની જરુર છે. લાઈફની બધી જ સમસ્યાનો ઉકેલ પ્રેમથી લાવી શકાય છે. આ એક સલાહ દ્વારા જે કંઈ પણ તમારા મેરેજને અસર કરે છે તેનો ઉકેલ લાવે છે. તમારી વચ્ચેનાં પ્રેમને જાળવી રાખો અને આ જ પ્રેમ તમને દરેક પરિસ્થિતમાં સાચવી લેશે. જો પાર્ટનરનો સાથ હોય તો મોટામાં મોટો દરીયો પણ સહેલાઈથી પાર કરી લેવાય છે.

પૈસાની વિશે ન વિચારો

રૂપિયા એ હાથની મેલ છે એ તદ્દન સાચી વાત છે. જીવનમાં રૂપિયા કમાવવાની તકો મળશે પણ પ્રેમ એક અત્યંત મુલ્યવાન છે. પૈસાને કારણે તમારા પ્રેમમાં કમી ન આવવાં દો. પૈસા કંઇ જ નથી, અંતે તો તે  એક ગેમ  છે, જેને જીતવા માટે પતી અને પત્ની બંનેને મળીને તેનો માર્ગ શોધવો પડશે. જ્યારે તમે બંને એક ટીમ બનીને કામ કરશો તો તમારા માટે ગેમ જીતવી સહેલી બની જશે અને તમારી તાકાત જ આ ગેમમાં તમને સક્સેસ અપાવશે.

હંમેશાં મળીને આગળ વધો

જેમ એક છોડને ઉછેરવા માટે તેનાં બીજ વાવવા પડે છે, તેને સમયે સમયે ખાધ અને પાણી આપતાં રહેવું પડે છે, જેથી તે નાનકડો છોડ ઝાડનાં રુપમાં વિકસે છે. તેવી જ રીતે તમારા રીલેશનને સાચવી રાખવા માટે તેનાં પર તમારે જ કામ કરવાનું રહે છે. એક કૉમન ઇન્ટરેસ્ટ,  સ્વપ્ન કે લક્ષ્યને શોધીને તેનાં પર સાથે મળીને કામ કરો અને પ્રેમથી જીવનમાં સાથે આગળ વધો.

પોતાને સંવેદનશીલ બની રહેવા દો

તમારા ડર અને દરેક ફીલિંગ્સને પોતાનાં પાર્ટનર સાથે જરુરથી શેર કરો અને તમારી ભૂલોને જાણવાનો પ્રયામ કરો. જીવનમાં જો તમે તમારી ભૂલોને સ્વીકારતા શીખી જાઓ છો તો તમારી અડધાથી વધારે સમસ્યાઓનું ઉકેલ આવી જાય છે.

રિલેશનમાં પારદર્શિ અને ખુલ્લા દિલનાં બની ને રહો

જો તમે ચાહો છો કે તમારી પાર્ટનર તમારી પર પૂરે પૂરો વિશ્વાસ રાખે તો તેનાં માટે તમારે સૌથી પહેલાં તેમની સાથે ખુલ્લા દિલથી બધુ જ શેર કરવાનું રાખો. આમ કરવા માટે તમારે પહેલાં હિમ્મતની જરુર પડશે, પરંતુ ત્યાર બાદ તમને જે પ્રેમ અને ભરોસો મળશે એ તમને ખૂબ જ ગમશે. જો તમે તમારા જીવનસાથી આગળ ખોટો માસ્ક પહેરીને  પોતાની જાતને પર્ફેક્ટ બતાવાનો જે પ્રયાસ કરો છો તે વધારે સમય સુધી તમારો સાથ નહીં આપે. કારણ કે જુઠ વધારે સમય સુધી ટકતું નથી. આ માસ્કને કારણે તમને પ્રેમ કે અન્ય કોઇ લાગણીનો પણ અહેસાસ નથી થતો. આ બધું જ જતું કરી અને વાઈફ સાથે સાચા મનથી પ્રેમ કરીને સાથે રહો.

મૂર્ખ ન બનો

કોઈ પણ વ્યક્તિ પર્ફેક્ટ નથી હોતી, એટલે જ જો તમારાથી ભૂલ થઈ શકે છે તો તમારા સાથીદારથી ભૂલ થાય તે સંભવ છે. તમારે તે ભુલને સુધારીને તેનાથી એક લેસન લેવો જોઈએ જેથી કરીને ભવિષ્યમાં તે મિસ્ટેક ફરીથી ન થાય. હા, પણ એટલુ જરુર યાદ રાખ જો કે તમારાથી કરાયેલ ભૂલોને તમે ખેંચીને મૂરખની જેમ લાંબી ન કરો, ફટાફટ તેને ભૂલીને આગળ વધો. જીવનમાં આગળ કોની સાથે શું થવાનું છે તેની કોઈને ખબર નથી હોતી, એટલે જ કહેવાય છે કે કોઈ પણ ભૂલને જીવનભર મન પર લગાવીને બેસી ન જાઓ. પ્રેમથી ભૂલોને જતી કરો અને જીવનને હસી ખુશીથી માણો.

એક્બીજાને ડેટિંગ કરવાનું ન છોડો

તમે જ્યારે તમારા પાર્ટનરને મેરેજ માટે પ્રપોઝ કરો છે ત્યારે તે તમારી અને તમારા પ્રેમ ઉપર ભરોસો રાખીને હા કહેતી હોય છે.  તમે લગ્નનાં સાત વચનો માંથી એક વચન પત્નીને એ પણ આપો છો કે તમે જીવનભર તેને પ્રેમ કરતાં રહેશો અને ક્યારેય તેનું દિલ નહીં તોડો. તમારા રિલેશનશીપને પહેલાંની જેમ રાખવા માટે પહેલાં તો તમે તેને સમય મળે ત્યારે અચુકથી ડેટ પર લઈ જાઓ અને ક્યારેક ક્યારેક તેમને સપ્રાઈઝ પણ આપતાં રહો. આવું કરવાથી તમારા રિલેશનમાં હર્ષ અને ઉલ્લાસ બની રહે છે.

પહેલાં પોતાની જાતને પ્રેમ કરો

તમે તમારી વાઈફને પૂરે પૂરો પ્રેમ ત્યારે જ આપી શકશો જ્યારે તમે પોતાને પ્રેમ કરવાનો અર્થ જાણતાં હશો. તમે લાઈફ પાર્ટનરનાં દિલ ન તોડવાનો વચન આપો છો પણ તે પહેલાં તમારે પોતાનાં જ હ્ર્દયને સુરક્ષિત મહેસુસ કરાવવું જરૂરી છે. તમારી જાતને પ્રેમ કરો અને તમારા દિલમાં જે ખાસ જગ્યા છે તમારી વાઈફની તેને હંમેશાં જીવીત રાખો, જેથી તમારા બંને વચ્ચે પ્રેમ જળવાઈ રહેશે. જ્યારે તમે ખુલ્લા દિલથી તમારી પત્નીને પ્રેમ દર્શાવો છો ત્યારે તમારા જીવનમાં જે પણ મુશ્કેલીઓ આવે છે તેને તમે સરળતાથી સોલ્વ કરી શકો છો. જીવનમાં પ્રેમ સિવાય કશું જ નથી તે યાદ રાખો.

પ્રેમથી જ દુનિયા છે

મનુષ્યનો સ્વભાવ સતત બદલાતો રહે છે. તમે જેવા આજે છો પાંચ વર્ષ પછી તેવી જ વ્યક્તિ નહીં રહો. સ્વભાવ અને માનસિક્તામાં ફેરફાર આવવાનાં જ છે પણ જરુરી વાત એ છે કે તમે એક બીજાને પ્રેમ કરતાં રહો. મોટે ભાગે પત્નીઓને કમ્પ્લેન રહે છે કે પતી પહેલાંની જેમ પ્રેમ નથી કરતા અથવા અગાઉ જેમ ટ્રીટ કરતા હતાં તેમ નથી હવે ટ્રીટ નથી કરતાં. આ નો ફક્ત એક જ ઉપાય છે અને તેનાં માટે પતી એ જ મહેનત કરવાની રહે છે. તમે જ્યારે રિલેશનશીપમાં પ્રેમિકાને પ્રોમિસ આપો છે કે તને જીવનભર આજ રીતે પ્રેમથી રાખીશ તો તેને નિભાવો. આળશ છોડો અને વાઈફનાં પ્રેમને ફરીથી જીતવાનો પ્રયાસ કરતાં રહો. પ્રેમથી જ જીવન ચક્ર સરળતાથી ચાલે છે.

જો આ વાતો મનને સાચી લાગી હોય તો જરુરથી જીવનમાં તેનો અમલ કરજો અને મેરિડ લાઈફને હસી, ખુશી અને પ્રેમથી જીવો.

સંકલન : જ્યોતિ નૈનાણી

ટીપ્પણી