આજે ટ્રાય કરો આ “પંજાબી કઢી” ટેસ્ટમાં ગુજરાતી કઢી જેવી જ છે હો

“પંજાબી કઢી”

સામગ્રી :

2 વાટકી ખાટી છાશ
1 વાટકી ચણાનો લોટ
1 નંગ કાંદો
1 ટી સ્પૂન આદું પેસ્ટ
1 ટી સ્પૂન લસણ પેસ્ટ
2 લીલા મરચાંની પેસ્ટ
2 સૂકા લાલ મરચાં
1 ટી સ્પૂન હળદર
1-2 ટી સ્પૂન મરચું
2 ટી સ્પૂન ધાણાજીરુ
2 ટી સ્પૂન જીરુ
1/2 ટી સ્પૂન હિંગ
1 ટી સ્પૂન ગરમ મસાલો(ઓપ્સ્નલ)
મીઠુ
તેલ
કોથમીર

રીત :

-ખાટી છાશમા ચણાનો લોટ નાખીને જેરીલો ,તેમાં હળદર ,મરચું ,ધાણાજીરુ,ગરમ મસાલો અને મીઠુ નાખીને મિક્ષ કરો.

-કાંદાને જીણો સમારીલો.

-એક વઘારીયા મા તેલ મૂકીને ,જીરુ તતળાવી હિંગ નાખો .

-તેમા કાંદા સાતળો ,સાથે આદું ,મરચા અને લસણની પેસ્ટ સાતળો.લાલ મરચાં ને વઘારો .

-હવે આ તૈયાર તડકાને ,ખાટી છાશના મિશ્રણમા ઉમેરી,તેને ધીમા તાપે ઉકળવાદો .વચ્ચે હલાવતા રેહવુ .

-આ કઢી જાડી રાખવી .

-તેમા કોથમીર નાખીને સર્વ કરો .

આ કઢીમા પકોડા પણ નખાય જે છે

પકોડા માટે :

-2 વાટકી ચણાના લોટમા મીઠુ ,હળદર,અજમો અને ચપટી સોડા નાખીને ખીરું બનાવો .ગરમ તેલમા ધીમા તાપે પકોડા તળી, કઢીમા નાંખીને ઉકળવા દેવુ .

રસોઇની રાણી પ્રિયંકા તન્ના (ઓસ્ટ્રેલિયા)

ટીપ્પણી