ઘણીવાર ભીતિ પર બને છે પ્રીતિનું કારણ

એકવાર શહેરમાં એક પ્રસિદ્ધ જ્યોતિષનું આગમન થયું. તે જ્યોતિષ વિશે એવું કહેવાતું કે તેમની વાણીમાં માં સરસ્વતી સાક્ષાત બિરાજમાન હતા જેથી તેઓ જે કહે તે સંપૂર્ણ સાચું પડી જતું.

૧૧૦૦/- રૂપિયા આપતા “શર્માજી” એ તેમનો જમણો હાથ આગળ કરીને જ્યોતિષ ને પૂછ્યું, “ મહારાજ મારી મૃત્યુ ક્યારે, ક્યાં અને કઈ પરિસ્થિતિમાં થશે?”

જ્યોતિષીએ શર્માજી ની હસ્તરેખા જોઈ, સાથે સાથે ચહેરો અને કપાળ પણ એકીટશે જોઈ રહ્યા. સ્લેટ પર થોડા અંક લખીને ગણિત કરવા લાગ્યા.

ઘણા સમય પછી તે ગંભીર સ્વરમાં બોલ્યા, “ શર્માજી, તમારી ભાગ્યરેખા એમ કહે છે કે તમારા પિતાની જેટલી આયુ છે તેટલી જ આયુ તમને પણ પ્રાપ્ત થશે, જે પરીસ્થિતિમાં અને જ્યાં તમારા પિતાનું મૃત્યુ થશે તે જ જગ્યાએ અને તે જ પરીસ્થિતિમાં તમારી પણ મૃત્યુ થશે.”

આ સાંભળી શર્માજી ભયભીત થઇ ગયા અને ત્યાંથી નીકળી ગયા…..

એક કલાક પછી ……..

શર્માજી વૃદ્ધાશ્રમમાંથી તેમના વૃદ્ધ પિતાને લઈને ઘરે જઈ રહ્યા હતા.

લેખક – મૈત્રેય દેસાઈ (અમદાવાદ)

ટીપ્પણી