“પ્રીત કિયે સુખ હોય” – જય વસાવડા લિખિત વાંચવા જેવું પુસ્તક !!!

પ્રેમ એ મારો પ્રિય વિષય છે.

અઢળક લેખો, અનેક અવનવા સબ્જેક્ટસ પર લખ્યા છે. સેંકડો પ્રવચનો દેસ-વિદેશમાં કર્યા છે. પણ આજે ય પ્રેમ પર કશુંક લખવા-બોલવાનો ઉમળકો જાગે કે રોમેરોમમાં સિતાર અને કોષેકોષમાં ગીતાર રણઝણે છે. ૨૦૦૧ પછી મેં ૯ વર્ષના અંતરાલે આવતા આ પુસ્તકમાં મારા એવા લેખોનું પ્રસ્તુતિકરણ છે, જે લખતી વખતે મને કલેજે ટાઢક વળી હોય, જે લેખોના શબ્દોને મેં ફરી ફરી વહાલ કર્યું હોય. જેને ખોબામાં ભરેલાં ફૂલોની માફક પંપાળીને શ્વાસોને તાજગીથી તરબતર કર્યા હોય !

મારો એક લેખ વાંચી મને મુંબઈ મળવા બોલાવનાર સલીમ ખાન સાહેબે આ પુસ્તકની પ્રસ્તાવના વાત્સલ્યથી ‘બોલી’ આપી છે. આ ખાનદાન ઈન્સાનનો એવો પ્રેમ વારસતો રહ્યો છે મારા પર, કે સમયના અભાવે એમણે તરત જ ફોન પર આખી પ્રસ્તાવના કોઈ પૂર્વતૈયારી વિના લખાવી છે ! જીંદગીમાં કેટલાક માણસોને મળ્યા પછી જન્મારો સાર્થક થયાની લાગણી થાય ! ખાન સાહેબ તેમાંના એક છે.

પુસ્તકમાં ટેકનિકલ ક્યાંક કચાશ રહી હશે. પણ અનલિમિટેડ લવ કરનારા રીડરબિરાદરો પ્રેમમાં બધું દરગુજર કરતા હોય છે. મારા વહાલા રીડરબિરાદરો મારી સાથે ભેટી પડે, ઝગડી પડે એવી મને મહોબ્બત કરી છે. અમિતાભના બ્લોગની ભાષામાં કહુતો એ મારું “એક્સ્તેન્ડેડ ફેમેલી” છે. હજારો વાચકોના પ્રેમનો પ્રતિસાદ આમ તો આપવો મુશ્કેલ છે, પણ અહીં પુકારું છું : લવ યુ હમેશાં !

મને તો પરમ તૃપ્તિ મળી છે, એટલે જ ‘પ્રીત કિયે દુઃખ હોય’ના મીરાં વાળા નગર ઢીંઢોરાને અહીં મોરપિચ્છની સાથે ઉલ્તાવ્યો છે પ્રીત કર્યો સબ કોઈ ! જો મારા મમ્મી-પપ્પાએ પ્રેમ ન કાર્યોં હોત, તો મારું અસ્તિત્વ જ ન હોત ! અને હા, મને ગમતી, ગમેલી અને જેમને હું ગમ્યો / ગમેલો એ દુનિયાભરની તમામ ડાર્લિંગ ગર્લ્સના ગળે ‘વહાલભરી’ પપ્પી.
… અને હા, યુહી કટ જાયેગા સફર સાથ ચલને સે !

-જય વસાવડા
૭ ફેબ્રુઆરી, ૨૦૧૦

મૂળ કિમંત ~ 300 રૂપિયા
ઓફર કિમંત ~ માત્ર 255 રૂપિયા

પુસ્તકોની વધુ માહિતી માટે Whatsapp કરો આ નંબર પર 8000057004 અથવા ફોન કરો 08000058004 પર અમને તમારી મદદ કરવામાં ખુબ આનંદ થશે. www.dealdil.com પર મુકેલા પુસ્તકો માંથી કોઈપણ પુસ્તકો મેળવવા માટે તેની ઈમેજ (ફોટો) અમને ઉપર આપેલા Whatsapp નંબર પર આપનું પૂરું નામ, સરનામું પીનકોડ સાથે અને મોબાઇલ નંબર સાથે અમને મોકલાવી આપો. અમે તે પુસ્તકો / પુસ્તકો આપણે COD (Cash On Delivery) થી મોકલી આપીશું તમારી પાસે.

Buy Online Using This Link https://goo.gl/9Xao8x

ટીપ્પણી