પ્રેમની જીત

બે જુની સહેલીઓ વર્ષો પછી એક શાકભાજી વાળાને ત્યાં ભેગી થઈ ગઈ.
રિયા : અરે વંદના તું અહીં? ઓળખે છે મને તું ?
વંદના : હા, કેમ છે રિયા? કેટલા વખતે મળ્યાં નહિ ? તે તો engineering કરેલું ને ? રાઈટ ?

રિયા : હા, પણ હવે Housewife છું. મારા પતિના Jewellery ના 2 Showroom છે. અહીંથી 4 મકાન છોડીને અમારો બંગલો છે.

વંદના : સરસ, મારા Husband બેંકમાં ક્લાર્ક છે. હમણાં જ transfer થઈ છે. ત્યાંજ Horn મારતી ઍક લાંબી ગાડી પસાર થઈ.

રિયા : મારા પતિ આવી ગયાં, હવે હું નીકળું છું એમને Time પર ચા-નાસ્તો નહિ મળે તો ગુસ્સો કરશે !

તે બંને છૂટા પડે એ પહેલાં જ વંદનાના પતિ પણ સ્કૂટર પર આવી પહોંચ્યા, ઍમણે વંદનાના હાથમાંથી શાકભાજીનો થેલો લીધો અને કહ્યું, “તું Evening Walk કરીને આવ હું તારા માટે ચા નાસ્તો તૈયાર રાખું છું.”

બસ તે દિવસે “પ્રેમ” ની સામે કરોડો રૂપિયા ભોંઠાં પડી ગયા સાહેબ !

લેખક – નિમિશ

ટીપ્પણી