પ્રેમના કિનારા – પ્રેમકહાની હોય અને એમાં સંઘર્ષ ના હોય તો મજા ના આવે…

“પ્રેમના કિનારા” – પ્રેમને પામવા આખા પરિવારને કન્વીસ્ડ કરતા પ્રેમીની પ્રેમ કથા

એ નદિકિનારાનુ સુંદર ખળખળ વહેતુ પાણી અને સામે પર્વતોમાંથી નાના નાના ધોધ અહિ નદિનુ વિશાળ સ્વરુપ લઈ લેતુ હતુ. હુ અને શૈલુ બન્ને એક પથ્થર પર એ શીતળ અને મધુર જળમાં પગ બોળી બેઠા હતા. એ મીઠી મીઠી વાતો કરતી હતી. હુ તો એ સાંભળવામાં એના રૂપને માણવામાં મશગુલ હતો. અણીયાળી આંખો અને મો પરની સ્માઇલ આવતા જ ગાલ પર પડતા ખાડા અને બોલવાની મનમોહક અદા આ બધુ હુ મન ભરી માણી રહ્યો હતો.
શૈલજા – આરવ મને તારી સાથે વાત કરવી ગમે છે. મને તારી સાથે મારૂ દુઃખ મારી ફિલીંગ શેર કરવી ગમે છે.
આરવ- એક બેસ્ટ ફ્રેન્ડ સાથે વાત અને ફિલીંગ શેર કરવામાં કઈ ખોટુ નથી શૈલુ.
શૈલજા- એટલે જ તો મને એવુ જ લાગે છે કે તુ મારા માટે જ છે. મારો પરિવાર વર્ષોથી હંમેશા તણાવ ભર્યા માહોલમાં જ રહ્યો છે એટલે મને મારા ઘરે તો ગમતુ જ નથી. મારા પપ્પાના મોં પર છેલ્લી સ્માઇલ ક્યારે જોઇ એ મને પણ યાદ નથી.

આરવ- એ પરિવારમાં તારે ક્યા હવે વધુ સમય પસાર કરવો છે. હવે તો થોડા સમયમાં તુ લગ્ન કરીને તારા સાસરે જતી રહીશ. હુ એવી શુભકામનાઓ આપુ કે તને સારો પાર્ટનર મળે.
શૈલજા- અચાનક જ થોડી ગુસ્સે થઈને કહે છે જસ્ટ શટ અપ આરવ પ્લીઝ.
આરવ હુ ખુબ નાની હતી. ત્યારે મારો એક દોસ્ત હતો. એ પણ તારી જેમ મારી સાથે રહેતો હતો. ત્યારે તો કોઇ કુણી લાગણી અમારી વચ્ચે જન્મે એ તો શક્ય ન હતુ. પણ એની હાજરી મને ખુબ જ ગમતી. એ જ્યા સુધી મારી સાથે રહેતો ત્યારે હુ ખુબ ખુશ રહેતી હતી.
આરવ- એ અત્યારે ક્યા છે ચાલ આપણે તેને શોધીએ. આરવ વારંવાર એની વિગત પુછે છે.
શૈલજા- ત્યારે હુ ખુબ નાની લગભગ છ સાત વર્ષની હતી. એ લોકો આ શહેર છોડી બીજા શહેરમાં ચાલ્યા ગયા. સાચુ કહુ તો આરવ મને એનુ નામ શુ હતુ એ પણ યાદ નથી.
આરવ- તો તો હવે લગભગ અશક્ય જેવુ જ છે. ચાલ હવે આપણે અહિ થી નિકળવુ જોઇએ. શૈલુ આજ ચાલ મારા ઘરે. આમ પણ તુ કહેતી હતીને કે તારા મમ્મી પપ્પાને મારે મળવુ છે.
શૈલજા- હા આજે ઘણો સમય જ છે.

બન્ને ત્યાથી નિકળી આરવના ઘરે જાય છે.શહેરથી આ જગ્યા લગભગ પંદરેક કિલોમિટર દુર હતી. અને આ જગ્યાને “કિનારા” કહેતા હતા. આરવના ઘરે પહોચતા જ ખબર પડે છે કે આરવના મમ્મી અને બહેન શોપીંગ કરવા ગયા છે બસ આવવાની તૈયારી જ હોય છે. આરવ અને શૈલજા લિવિંગરૂમમાં જાય છે. વિશાળ ઘર ડબલ હાઇટનો લિવિંગરૂમ અને પાંચ બેડરૂમ હોલ કિચન વાળો આલિશાન બંગ્લોઝ હતો. શૈલજા દિવાલ પર લટકાવેલા આરવના ફોટા જુએ છે. સૌથી નાનપણના ફોટાથી અત્યાર સુધીના ક્રમશઃ ફોટા વાળી ફોટો ફ્રેમ જોઇ, ત્યા પાસે જાય છે. આરવ પણ શૈલજાની બાજુમાં ઉભો રહિ જાય છે.
શૈલજાની આંખમાંથી આંસુ વહેવા લાગે છે. આરવ પુછે છે શુ થયુ? કેમ રડે છે?
આરવને કહે છે આ ફ્રેમમાં છો એ તુ જ છો ને ? આરવ કહે હા કેમ શુ થયુ?
શૈલજા આરવને બાથ ભરી જાય છે અને કહે છે ક્યા હતો તુ આટલા વર્ષ? હુ જેને કાયમ યાદ કરતી એ જ નાનપણનો દોસ્ત તુ જ છે ને ?
આરવ કહે છે હા હુ જ છુ એ. તે આજે એ વાત કરી ત્યારનો હુ એ જ વિચારતો હતો કે, નાનપણમાં સાથે હતા એ જ છે ને? પણ મને બરાબર યાદ નહોતુ આવતુ. આપણો પવિત્ર પ્રેમ સાચો હતો એટલે આપણે પાછા મળ્યા.
શૈલજા અને આરવ લિવિંગરુમમાં બેસી વાતો કરતા હતા. ત્યા મમ્મી અને બહેન આવી ગયા, આરવે પરિચય આપ્યો અને બધા ચા નાસ્તો કરી વાતો કરતા હતા. ત્યા અચાનક જ શૈલજાને ફોન આવ્યો એ અમને કહેવા લાગી ઘરેથી ફોન આવ્યો છે. હુ હવે ઘરે જાઉ છુ.
બધા દરવાજા સુધી અને આરવ ઓટો સ્ટેન્ડ સુધી ડ્રોપ કરી આવ્યો.

બીજે દિવસે સવારમાં આરવ કોલેજ જાય છે. શૈલજાને ફોન કરે છે પણ રિસિવ કર્યો નહિ એટલે એમ થયુ કે, લેક્ચરમાં હશે પણ સાંજ સુધી ક્યાય જોવા ન મળી અને ફોન પણ રિસિવ ન કર્યો. આરવને તેને મળવાની અધિરાઇ વધતી જતી હતી. ચાર દિવસ થઈ ગયા. શૈલજા મળતી પણ નથી કે ના તો કોઇ સંપર્ક થતો. કોઇ મેસેજ આવે તો પણ તરત જ આરવ એના ફોનમાં જોવે છે કે શૈલજાએ તો મેસેજ નથી કર્યો ને? હવે તો એટલો બેચેન થઈ ગયો હતો કે રાતે માંડ માંડ ઉંઘ આવી. શૈલજાને મેસેજ પણ છોડ્યા. અંતે શૈલજાનો રિપ્લે પણ આવ્યો બોલ શુ કામ છે? આરવે કહ્યુ કાલે મળવુ છે? શૈલજાએ કહ્યુ તો દસ વાગે કિનારા આવી જા.
આરવને તો આનંદનો પાર ન હતો પણ એક બાજુ એમ પણ થતુ હતુ કે શુ થયુ હશે? ચાર દિવસ સંપર્ક ન થયો અને આજે અચાનક જ મળવાનુ કહ્યુ ક્યાંય શૈલજાનો પ્રેમ તેનાથી અલગ તો નહિ થઈ જાય ને?
આવા વિચારોનુ મહાયુધ્ધ ચાલતુ હતુ. કેમકે શૈલજા આરવને ખુલીને ચાહતી હતી પણ આરવ તો શૈલજાને દિલોજાનથી ચાહતો હતો પણ મનની વાત ક્યારેય જણાવી જ ન શક્યો.
કોલેજમાં નવો નવો આરવ આવેલો અને શૈલજા અને તેના ગૃપ દ્વારા નક્કિ કરવામાં આવેલુ કે એક રોમિયો છોકરીઓને હેરાન કરતો હતો તેને સબક શિખવાડવો. શૈલજાની ફ્રેન્ડનો ભાઇ ત્યાનો ટપોરી હતો તેના હાથે ધુલાઇ કરાવવી. શૈલજાએ પેલા ટપોરીને રોમિયોની નિશાની આપી કે બ્લેક કલરનો શર્ટ અને બ્લુ જિન્સ પહેરેલુ છે. ફુલ હાઇટ અને બોડી વાળો છે અને ઇશારો કર્યો કે ત્યા ગ્રાઉન્ડમાં એ અને એના બે ત્રણ દોસ્તો છે. પેલો ટપોરી તો ત્યા ગ્રાઉન્ડમાં ગયો. સંજોગો એવા ઉભા થયા કે ટપોરી ત્યાથી નિકળી ગયો હતો અને આરવ ત્યા બ્લેક શર્ટમાં ઉભો હતો. પેલાની જેમ આરવની પણ ફુલ હાઇટ બોડી. ટપોરીએ ત્યા જઈ અને ટપોરીગીરી ચાલુ કરી. કોલર પકડી કહેવા લાગ્યો કે કેમ છોકરીઓની છેડતી કરે છે?
આરવને પહેલા શુ થઈ રહ્યુ એ જ ખ્યાલ ન આવ્યો એટલે એ વિનંતિ કરવા લાગ્યો કે ભાઇ શુ વાત છે એ મને સમજાવો. તમારી ભુલ થાય છે. હુ અહિ કોઇને ઓળખતો પણ નથી.
પેલો ટપોરી તો એનુ સાંભળવા તૈયાર જ ન હતો અને ન પણ સાંભળે નહિ તો ટપોરી કહેવાય કઇ રીતે?

તેના એક માણસે આરવને મોં પર મુક્કો માર્યો અને આરવને હોઠ પર લોહિં વહેવા લાગ્યુ. આરવને થયુ કે અહિ શાંત રહેવા કરતા આ લોકોને પરચો બતાવવો જ પડશે. એ ફુલેલા બાવડા અને મજબુત મુઠ્ઠી બંધ થવા માંડી. ગુસ્સાથી આંખો લાલધુમ અને ટપોરીને એક તમાચો મો પર માર્યો એ તો નીચે પડી ગયો. બધાની સારી એવી ધુલાઈ કરી નાખી. પેલા ટપોરીને પકડીને કહ્યુ કઈ છોકરીને મે છેડતી કરી એ બતાવ મને ?
પેલો લથડીયા ખાતો ખાતો હાથ જોડતો કહેવા લાગ્યો કે ભાઇ અમને પેલી છોકરીએ તમારુ નામ આપ્યુ એટલે અમે અહિ આવ્યા.
આરવ કહે ચાલ કોણ છે? મને લઈ જા. એની પાસે.
પેલો આવીને કહે છે આ રહિ. શૈલજાને પણ લાગ્યુ કે કઈક ગડબડ થઈ છે? એટલે પણ સામે દોડતી દોડતી આવે છે. પેલો ટપોરી કહે છે શુ મેડમ ખોટા માણસને દેખાડી અમને માર ખવરાવ્યો એમ કહિ ચાલતા થાય છે. આરવ તો હજુ ગુસ્સામાં જ હોય છે. શૈલજા આરવ પાસે આવીને કહે છે સોરી સો સોરિ પેલા રોમિયોએ તમારી જેવા કપડા પહેર્યા હતા. એટલે તમને તકલીફ પડી વારંવાર વિનંતિ અનેઆજીજી કરવા લાગી.
આરવ તો એની બોલવાની છટા અને સુંદર ચહેરા પર મોહિ ગયો હતો.
શૈલજા આરવના મોં પર લોહિ જોઇ ટીસ્યુ પેપરથી લુછવા લાગે છે. આરવ તો મુર્તિની જેમ જ ઉભો રહિને માત્ર અને માત્ર એને અનુભવતો હતો.
આરવ – હુ તને માફ કરી દઉ પણ એક શરતે.
શૈલજા – શુ શરત ? આરવ કહે મને કોફિ પીવરાવી પડશે.
શૈલજા – અરે કેમ નહિ? ચાલો સામે કેન્ટીનમાં જઈએ.


બન્ને ની આ મુલાકાત બાદ એટલા ગાઢ સંબંધો બંધાઇ ગયા હતા કે, એકબીજા વગર ચાલતુ જ નહિ. લગભગ બધા જ ડે અને બધા જ ફંક્શન એક જ સાથે ઉજવતા હતા. વાત એટલે અટકિ હતી કે એકબીજાને ચાહતા હતા પણ પ્રપોઝ કરવાની હિમ્મત જ ન હતી. આ હતો અત્યાર સુધીનો ભુતકાળ.
સવાર પડ્યુ એટલે જલ્દીથી તૈયાર થઈ અને આરવ જવા નિકળ્યો. મનમાં કેટલાય વિચારો આવતા હતા પણ અંતે હકારાત્મક વિચાર પણ કરી નાખતો હતો. કિનારા એ આવીને રાહ જોઇને બેઠો હતો. થોડી વારમાં શૈલજા આવી.
શૈલજા તો જાણે કઈ જ ન થયુ હોય એમ જ આવીને સીધુ જ આરવને પુછ્યુ બોલ શુ કામ છે? આરવ તો એક પલ ચોંકિ ગયો કે આ શુ?
આરવ કહે કહિ જ નહિ આટલા દિવસ કેમ કોઇ કોન્ટેક્ટ ન થયો તુ ક્યા હતી?
શૈલજા કહે હુ માત્ર ઘરકામમાં થોડી વ્યસ્ત હતી એમા તો તે કેટલાય ફોન અને મેસેજ કર્યા? આ બધુ શુ છે?
આરવ – તુ મારાથી દુર હો ત્યારે હુ બેચેન બની જાઉ છુ. તુ મારાથી દુર ન જતી હવે ક્યારેય ?
શૈલજા- તુ કહેવા શુ માંગે છે?
આરવ કહે અરે પાગલ આટલી વાતમાં તારે સમજવુ જોઇએ કે હુ શુ કહેવા માંગુ છુ? શૈલુ હુ તને દિલ ચાહુ છુ. જેમ તને મારી સાથે રહેવુ ગમે છે એમ હુ પણ તારા વગર નહિ રહિ શકુ. તુ મારી સાથે જીંદગી વિતાવિશ, મારી પસાર થતી જિંદગીને તુ માણવા લાગીશ?
શૈલજા – અરે આરવ તુ પણ આવો નિકળ્યો? હુ તો માત્ર તને બેસ્ટ ફ્રેન્ડ જ સમજુ છું. તારા વિચારો આટલા હલકા છે. શરમ આવે છે મને તારી ઉપર.
આરવ ને જટકો લાગ્યો કેમકે કયારેય વિચાર્યુ પણ ન હતુ કે તે આટલો બધો તિરસ્કૃત થશે.

આરવ રડતો રડતો કહે છે શૈલુ હુ તારો એ જ બાળપણનો મિત્ર જ છું. તુ મારી સાથે ખુશખુશાલ રહિ શકે છે. તો તને શુ વાંધો છે?
શૈલજા કહે છે એનો મતલબ એ તો ક્યારેય ન થાય કે હુ તને જીંવન સાથી બનાવીશ. મે તારુ દિલ દુભાવ્યુ હોય તો મને માફ કરજે એમ કહિને ત્યાથી નીકળી જાય છે.
આરવ તો હજુ ત્યા જ બેઠો હોય છે. એ કલ્પનાય ન હતી કે શૈલજા આવુ વર્તન કરશે કે મોઢે ચડીને ના કહિ દેશે. આરવ વિચારે છે કે શૈલજા તો કોઇ પણ સંજોગોમાં આવુ તો કરે જ નહિ. કઇક તો મજબુરી હશે.
હવે શૈલજા કોલેજ પણ આવતી ન હતી. એક વખત શૈલજાની કાકાની છોકરો નિલય આરવને મળે છે. એ પણ તેની કોલેજમાં હતી એટલે આરવને સારી રીતે ઓળખતો હતો અને તે બન્નેના સંબંધો વિશે જાણતો પણ હતો.
આરવ તેને પુછે છે કે શૈલજા કેમ કોલેજ નથી આવતી. તેને કઈક પ્રોબ્લેમ છે?
નિલય- તને નથી ખબર? એની સગાઇ થઈ એના લગ્ન છે થોડા દિવસોમાં
આરવ- શુ વાત કરે છે? આ બધુ કેમ ઇમરજન્સીમાં ? કોઇ પ્રોબ્લેમ છે.
નિલય- ના આમ તો કોઇ પ્રોબ્લેમ નથી પણ ક્રિષ્નાના પપ્પા કમલભાઇ અને એના જુના બિઝનેસ પાર્ટનર જયેશભાઇ બન્ને વર્ષો પહેલા સાથે બિઝનેસ કરતા હતા. બન્ને સગાભાઇ કરતા વિશેષ એકબીજા સાથે રહેતા હતા. એક વખત ખુબ નાની બાબતથી એકબીજાના મિસ અન્ડર સ્ટેન્ડીંગના કારણે સંબંધો વણસી ગયા. એકબીજાની સામે જોવા પણ રાજી ન હતા ત્યા સુધી વાત પહોચી ગઈ. એ વાતને વીસ વર્ષ થઈ ગયા. હમણા પપ્પાના કાકા અમેરીકાથી આવ્યા ત્યારે તેમણે બન્ને ને ફરીવાર જુનુ બધુ ભુલીને સમાધાન કરવા માટે મનાવી લીધા. જયેશભાઇ અને ક્રિષ્નાના પપ્પા બન્ને આમ તો વર્ષો જુની મિત્રતા ફરી આગળ વધી રહિ હતી એટલે ખુબ ખુશ હતા.
જયેશભાઇએ કાકાને કહ્યુ કાકા એક વાત કહુ જો આપ રાજી હોવ તો?
કાકા કહે બોલ બેટા અમે તારી દરેક વાતમાં રાજી જ હોઇએ.
જયેશભાઇ – મારા મિત્ર કમલને મારો સંબંધી બનાવવો છે. એમની દિકરી શૈલજાને મારા ઘરની વહુ આમ તો દિકરી જ બનાવવી છે.
કમલભાઇ- વાહ આપણી વચ્ચેના વીસ વર્ષના મતભેદની ખાઇ તે એક જ ક્ષણમાં ભરી દિધી. ખુશીથી મારી દિકરીનો હાથ તારા દિકરા પલકમાં હાથમાં આપવા તૈયાર છું.

કમલભાઇ તો તુરંત શૈલજાને બોલાવીને વાત કરી દેછે. શૈલજાની તો ના કહિ શકે એવી પરિસ્થિતિ જ ન હતી.
કેમકે કમલભાઇના ઘરની પરિસ્થિતિ પહેલા ખુબ જ ખરાબ હતી. શૈલજાના પપ્પા ખુબ જ મહેનત કરતા પણ ધંધામાં ખોટ જ આવતી હતી. ઘરેથી પણ વારંવાર મેણાટોણા સાંભળી શૈલજા હજુ ચાર પાંચ મહિનાની હશે ત્યારે ચાલ્યા ગયા હતા. પરિવારથી દુર રહિને કમલભાઇએ દિવસ રાત એક કર્યા એટલી મહેનત કરી. તે તેમા સફળ પણ થયા. ફરી પાછા ઘરે પણ આવી ગયા હતા.
જયેશભાઇ સાથે પાર્ટનરશીપ પછિ તો તેઓ કરોડપતિ બની ગયા હતા. કમલભાઇ ઘર છોડીને ગયા પણ દર મહિને બધો જ ખર્ચો જરુરિયાત મુજબ ઘરે પહોચાડતા હતા. મેણા ટોણાના લીધે ઘરે આવતા નહિ. આ દરમ્યાન સંયુક્ત પરિવારમાં રહેતા હતા એટલે મારા મમ્મી અને દાદી નાનકડી શૈલજાને પણ મેણા મારતા હતા કે તારો બાપ રખડુ છે અને આવો છે તેવો છે. ત્યારથી શૈલજાના મનમાં પણ એના પપ્પા પ્રત્યે નફરતની ગાંઠ બંધાઇ ગઈ હતી. જ્યારે કમલભાઇને ખબર પડી ત્યારે તો ઘણુ મોડુ થઈ ગયુ હતુ. કમલભાઇ દિકરી માટે મનગમતા રમકડા કપડા મીઠાઇ બધુ જ લાવતા હતા પણ આ પાતળી ભેદરેખા આજ પણ યથાવત છે. કરોડપતિ પરિવારમાં આજ પણ સાયલેન્ટ ઝોન જેવુ જ છે કોઇ એકબીજાના દિલની વાત આજ પણ ન કરી શકે એટલે શૈલજા હા કે ના કહી જ ના શકી.
શૈલજા આમ તો ત્યારથી જ ખુબ જ ઉદાસ છે એટલે મને પણ એવુ લાગતુ હતુ કે શૈલજા આ વાતથી ખુશ નથી. હુ તારી બનતી મદદ કરીશ. શૈલજાને પણ મે કિધુ કે તુ બધાને સાચુ છે એ કહિ દે પણ એ એના પરિવારમાં ખુશી આવે એ માટે કોઇને કહિ જ ન શકી.
આરવ હુ તને બધી જ મદદ કરીશ.

આરવને આખી વાત સમજમાં આવી ગઈ. આરવે વિચારી લીધુ કે જો સાચે જ આવુ હોય તો હુ પણ શૈલજાને મેળવીને જ રહિશ. શૈલજાને પણ એનો પ્રેમ આપીને જ રહિશ.
ઘણા વિચાર્યા બાદ નક્કિ કર્યુ કે શૈલજાના પરિવાર સુધી કોઇ પણ કારણસર પહોચવુ જરુરી છે. નિલયે ઇવેન્ટ મેનેજર તરીકે આરવને ઘરમાં પ્રવેશ આપ્યો.
શૈલજાના પપ્પાને આરવ મળે છે અને કહે છે અંકલ હુ ઇવેન્ટ મેનેજરનો આસિસ્ટન્સ છું. તમારે કઈ પણ કામ હોય તો મને કહેજો. પોતાનો નંબર આપે છે. ટુંકમાં ઇમ્પ્રેસ્ડ કરવાનો પ્રયત્ન કરે છે.કમલભાઇને પણ ગમે છે.
શૈલજા ગાર્ડનમાં એકલી જ બેઠી હતી. આરવ આવીને કહે છે કેમ મેડમ કિનારા વગર તમારૂ મન નથી લાગતુ. કે પછી તમે તમારા કિનારાને યાદ કરો છો. શૈલજા તો ચોકી ગઈ એક પળ અને દોડીને આરવને બાથ ભરી ગઈ રડવા લાગી. મને માફ કરી આરવ સોરી શૈલજા બોલતી હતી અને રડતી હતી.
આરવ કહે તુ રડ નહિ હુ આવી ગયો છુ. બધુ જ બરાબર કરીશ. તુ મારી જ છો આપણા પ્રેમની જીત થશે.
શૈલજા કહે પણ હવે તો દસબાર દિવસમાં મારા લગ્ન છે. હવે તુ મને ભુલીજા. અહિ તને કોઇ જોઇ જશે તો તકલીફ થશે.
આરવ કહે મને દસ દિવસનો સમય તો આપ એ મારા માટે પુરતો છે. હુ અહિ ઇવેન્ટ મેનેજર બનીને આવ્યો છુ.
શૈલજા- રીઅલી તારો પ્રેમ સાચો છે પણ તુ દુઃખી થઈશ તો મને પણ દુઃખ લાગશે.
આરવ- જો શૈલજા આપણે ભાગવુ હોય તો હમણા ભાગી જ શકીએ. પણ એ શક્ય જ નથી. મારે તને માત્ર મારો અને તારા આખા પરિવારનો પ્રેમ અપાવવો છે એની કોશિસ હુ છેલ્લે સુધી કરીશ.
(વધુ કાલે આ જ સમયે- શૈલજા અને આરવ ખુશ ખુશાલ લગ્ન)

લેખક : વિજય ખુંટ “શૌર્ય”

દરરોજ અવનવી વાર્તાઓ વાંચો અમારા પેજ પર તમે લાઇક કર્યું કે નહિ..

ટીપ્પણી