પ્રેમ કોને કહેવાય?

એક પ્રાથમિક શાળામાં ૪ થી ૮ વર્ષનાં બાળકોને ‘પ્રેમ કોને કહેવાય ?’
એવા સવાલનો જવાબ આપવાનું કહેવામાં આવ્યું ત્યારે આટલાં નાનાં બાળકોએ જે જવાબો આપ્યા તે અચંબો પમાડે તેવા હતા.
એમાંના ઘણાં બાળકોના જવાબો પરથી તો એ ટબૂડિયાઓને પ્રેમ શબ્દની સમજણ મોટા માણસો કરતા પણ વધારે પડે છે એવું જ લાગે ! તો એમની ભાષામાં જ એ જવાબો જોઈએ :

[૧] મારા દાદીને સાંધાનો વા થયેલો છે. એ વાંકા નથી વળી શકતા
એટલે એમના પગના નખ કાપવાનું તેમ જ રંગી આપવાનું કામ મારા દાદા પોતાને હાથના સાંધા દુ:ખતા હોવા છતાં નિયમિત કરી આપે છે, એને પ્રેમ કહેવાય !

– (રિબેકા, ૮ વર્ષ)

[૨] ‘જ્યારે તમને કોઈ ચાહતું હોય ત્યારે એ તમારું નામ
બીજા કરતા કંઈક જુદી રીતે જ બોલે છે ! તમને એવું લાગે કે તમારું નામ
એના મોઢામાં ખૂબ સલામત છે, એ જ પ્રેમ !’

– (બિલિ, ૪ વર્ષ)

[૩] ‘પ્રેમ એટલે તમે કોઈની જોડે નાસ્તો કરવા જાઓ
અને તમારી મનપસંદ પોટેટો-ચિપ્સ બધી જ એને આપી દો, બદલમાં એની પ્લેટમાંથી કંઈ પણ લીધા વિના.એ !’

– (ક્રિસ્ટી, ૬ વર્ષ)

[૪] ‘તમે જ્યારે અત્યંત થાકેલા હો ત્યારે પણ જે તમને હસાવી શકે એ પ્રેમ !’
– (ટેરી, ૪ વર્ષ)

[૫] ‘મારી મમ્મી કૉફી બનાવ્યા પછી મારા પપ્પાને આપતા પહેલા
એક ઘૂંટડો ભરીને ચાખી લે છે કે બરાબર બની કે નહીં !’ બસ, એને જ પ્રેમ કહેવાય !

– (ડેની, ૭ વર્ષ.)

[૬] ‘તમને ખૂબ જ ગમતી ભેટનું પેકેટ કોઈ આપે અને એ પેકેટ ખોલવાને બદલે તમને એ આપનારની વાતો સાંભળવામાં વધારે રસ પડે એ પ્રેમ !’

– (બૉબી, ૭ વર્ષ.)

[૭] ‘એક છોકરી એક છોકરાને કહે કે તારું આ શર્ટ મને ખૂબ જ ગમે છે અને એ પછી છોકરો રોજે રોજ એ શર્ટ પહેરે એ પ્રેમ !’

– (નોએલ, ૭ વર્ષ.)

[૮] ‘એક વૃદ્ધ પુરુષ એક વૃદ્ધ સ્ત્રી એકબીજા વિશે બધું જાણતા હોવા છતાં વર્ષો સુધી જોડે રહી શકે એને પ્રેમ કહેવાય !’

– (ટોમી, ૬ વર્ષ.)

[૯] ‘મારી મમ્મી મને સૂવડાવી દીધા પછી મારી આંખ બંધ થયેલી જુએ
ત્યારે હળવેથી મારા ગાલ પર પપ્પી કરે છે એ જ પ્રેમ !’

– (કલેર, ૬ વર્ષ.)

[૧૦] પ્રેમ એટલે – મારા પપ્પા કામેથી આવે ત્યારે ધૂળ ધૂળ હોય
અને પરસેવાથી ગંધાતા હોય છતાં મારી મમ્મી એની સામે હસે
અને એમના ધૂળ ભરેલા વાળમાં હાથ ફેરવીને એમને ભેટી પડે
– એ જ તો વળી !’

– (ક્રિસ, ૭ વર્ષ.)

[૧૧] -સવારમાંતમે હોમવર્ક કરતા હો એ વખતે તમે જેને દૂર હાંકી કાઢ્યું હોય અને પછી આખો દિવસ ઘરમાં એકલું છોડી દીધું હોય
એ ગલૂડિયું સાંજે તમે નિશાળે પાછા આવો ત્યારે તમારો ગાલ ચાટે
એને પ્રેમ કહેવાય !’

– (મૅરી એન, ૪ વર્ષ.)

[૧૨] ‘કોઈ તમને આઈ લવ યુ કહે અને તમારી આજુબાજુ ઘણા બધા તારા ફરતા હોય એવું લાગવા માંડે એ જ પ્રેમ !’

– (કરેન, ૭ વર્ષ.)

નથી લાગતું કે આ ટબૂડિયાઓ પાસે પ્રેમ કોને કહેવાય એની ઉચ્ચ અને ઉત્કૃષ્ટ સમજણ છે ? હવે એક નાનકડી વાત. પડોશમાં રહેતા દાદી ગુજરી ગયા ત્યારે ચાર જ વરસનો એક નાનકડો બાળક દાદાને મળવા ગયો
એકાદ કલાક પછી એ પાછો ઘેર આવ્યો ત્યારે એની મમ્મીએ પૂછ્યું કે,
‘બેટા ! તેં વળી દાદાને શું કહ્યું ?’ ‘કંઈ નહીં મમ્મી !’ બાળકે જવાબ આપ્યો,
‘એમના ખોળામાં બેસી મેં એમને રડવામાં મદદ કરી !’

બસ, આ જ પ્રેમ…

અને છેલ્લે…પ્રેમ પર અત્યાર સુધી શ્રેષ્ઠ વાત
છોકરી/સ્ત્રી પોતાના પુરુષને ત્રણ તબક્કે ત્રણ પ્રશ્નો કરે,..

શરૂઆતમાં પૂછે: “તું મને પ્રેમ કરે છે?”
અમુક વર્ષ પછી : “તું મને કેટલો પ્રેમ કરે છે ?”
અને ઘણા વર્ષ પછી: “તું મને કેમ પ્રેમ કરે છે ?”

પણ મજાની વાત એ છે કે આ પ્રશ્નોના જવાબો એને શબ્દોમાં નથી જોઈતા હોતા, એ ઈચ્છે કે એ જવાબો એને એના પુરુષની એક્શન કે વર્તન દ્વારા મળે… ? ? વાત સાચી હોય તો કોમેન્ટ માં “Very True” લખી પ્રતિસાદ આપવો !

(કવિ તુષાર શુક્લની એક વાત પરથી)

Courtesy : Dr.Jeetendra Adhiya

ટીપ્પણી

Ad Slot 4 – Below Bottom Related Article Block