પ્રાચીન ભારતીય પરંપરાઓ પાછળનાં વૈજ્ઞાનિક કારણો…

વિશ્વભરમાં ભારત જ એક માત્ર એવો દેશ છે જે તેની સંસ્કૃતિ અને પરંપરાઓને કારણે આટલો પ્રસિદ્ધ છે. આ જ સંસ્કૃતિ અને પરંપરાથી આકર્ષાઈને વિવિધ દેશ-વિદેશથી લોકો ભારત આવતા હોય છે. એટલું જ નહીં તેમના મનમાં ભારતીય સંસ્કૃતિ અને રહેન-સહેન એવી રીતે વસવાટ કરી જાય છે કે તેઓ હંમેશા માટે ભારતમાં જ વસી જતા હોય છે. એક ભારત જ એવો દેશ છે જ્યાં દર ૫૦ કિલોમીટરનાં અંત્તરે ભાષા, પહેરવેશ અને માન્યતાઓ બદલાય છે. જે પેઢી દર પેઢી આગળ વધતા રહે છે.

સામાન્ય રિતે જ્યારે ઘરનાં કે સગા સબંધીમાં વડીલોને મળિયે ત્યારે હાથ જોડીને નમસ્તે કરીશું અથવા તો પગે લાગીશું, બરાબરને? પણ શું ક્યારેય કોઈએ જાણવાનો પ્રયાસ કર્યો છે કે આપણે આવું શા માટે કરતા હોઈએ છીએ? દરેક પરણિત સ્ત્રી સિંદુર કેમ લગાવે છે? બીંદી કે બંગડી અથવા મહેંદી કેમ લગાવે છે? મંદિરમાં ઘંટ કેમ વગાડવામાં આવે છે? હંમેશા ધરતી પર બેસી ને જ જમાવા ઉપર કેમ આગ્રહ આપવામાં આવે છે? આવા વિવિધ પ્રશ્ન આજની નવી પેઢીને જ નહીં પણ અમુક મોટાઓને પણ થતા હશે, સાચુંને? તો આવી જ પરંપરાઓ પાછળનાં તર્ક વિશે અમે તમને જણાવી રહ્યા છીએ, વાંચતા રહો આગળ…

ચરણ સ્પર્શ

પગના અંગૂઠામાં ખાસ શક્તિનો સંચાર હોય છે. એવું કહેવાય છે કે વડીલોનાં નમ્રતાપૂર્વક ચરણસ્પર્શ કરવાથી તેઓ માથા ઉપર પ્રેમથી હાથ ફેરવતા હોય છે અને તેમના આશીર્વાદ રૂપે શરીરમાં ઉત્સાહ, આત્મવિશ્વાસ અને સંતોષનો ભાવ જાગૃત થતો હોય છે. જેથી માણસની ઉન્નતિના રસ્તા જાતે જ ખુલી જાય છે.

હાથ જોડીને પ્રણામ કરવા

હાથ જોડવાથી બંને હાથની આંગળીઓ એકબીજાને સ્પર્શે છે. જે આંખ, કાન અને મગજના પ્રેશર પોઇન્ટને જોડે છે. આ બધી જગ્યાઓ પર એક સાથે પ્રેશર આવવાથી તે જાગૃત થઈ જાય છે. એવું પણ માનવામાં આવે છે કે હાથ જોડીને પ્રણામ કરનારા વ્યક્તિ લાંબા સમય સુધી યાદ રહી જતા હોય છે.

પુરુષનું શિખા કે ચોટી રાખવી

જે જગ્યાએ શિખા (ચોટલી) રખાય છે એ શરીરના નાગો, બુદ્ધિ અને મનને નિયંત્રિત કરવાનું સ્થાન પણ છે. શિખા એક ધાર્મિક પ્રતિક તો છે જ સાથે મગજનું સંતુલનનું પણ કાર્ય કરે છે.

સૌભાગ્ય પ્રતિક રૂપે સિંદૂર લગાવવું

પરણિત સ્ત્રીઓ સૌભાગ્યના પ્રતીકરૂપે માથામાં સિંદૂર લગાવે છે. સિંદુર ફટકડી, હળદર, મર્ક્યુરી અને હર્બલ તત્વોમાંથી બને છે. આ તત્વો બ્લડપ્રેશનરને કંટ્રોલ કરવાનું કામ કરે છે સાથે જ સેક્સુઅલ ડ્રાઇવને પણ એક્ટિવ રાખે છે. તેથી જ વિધવાઓને સિંદુર લગાવાની મનાઈ હોય છે.

મૂર્તિ પૂજા કરવી

માણસનું મન ચંચળ હોય  છે અને એકાએક તો નિર્વિચાર થઈ શકતું નથી. ભગવાનનું ચિત્ર કે પછી મૂર્તિમાં ધ્યાન ધરવાથી મનુષ્યનું મન આપોઆપ સ્થિર થાય છે, જેથી માનસિક ઉર્જાને સ્થિર રાખવામાં મદદ મળે છે.

ઉપવાસ કે વ્રત રાખવું

ભારતમાં ઉપવાસ કે વ્રતનું ઘણું મહત્વ છે. તિથી કે દિવસ પ્રમાણે આપણે વ્રત કરતા હોઈએ છીએ. વ્રત કે ઉપવાસ રાખવા પાછળનું વૈજ્ઞાનિક કારણ એટલું જ છે કે આપણે લાંબે ગાળે શરીરમાં પ્રદુષણ કે ખોરાક દ્વારા શરીરમાં ઘણા બધા ઝેરી તત્વો પ્રવેશી જાય છે. પરંતુ વ્રત કરવાથી શરીર શાંત થાય છે અને તેનાથી ઝેરી તત્વોને સાફ કરવામાં મદદ થાય છે.

તિલક

આપણી બંને ભ્રમરોની વચ્ચે આજ્ઞા ચક્ર આવેલું છે, આ ચક્ર માં સુક્ષ્મ દ્વાર આવેલું છે જેમાંથી સારી અને ખરાબ બંને શક્તિ પ્રવેશ કરે છે, જો આપણે આ સુક્ષ્મ દ્વાર પર કોઈ સાત્વિક પદાર્થ નો લેપ એક વિશેષ પ્રકારે કરીએ તો બ્રહ્માંડની સારી શક્તિઓ આકર્ષિત થાય છે અને અનેક અનિષ્ટ શક્તિઓથી રક્ષણ મળે છે.

મહેંદી

મહેંદી એક ઔષધિ છે અને મહેંદી લગાવવાથી ત્વચા સંબંધિત કોઇ રોગ હોય તો તે દૂર થાય છે. તેનાથી ત્વચાનું શુષ્કપણું દૂર થાય છે અને તે ઠંડક આપનારી હોવાથી ગરમીથી રાહત મેળવવા માટે પણ ઉપયોગમાં લેવાય છે.

સૂર્ય નમસ્કાર

સૂર્ય નમસ્કાર એ યોગાસનો પૈકીનું સર્વશ્રેષ્ઠ આસન ગણાય છે. સૂર્યનમસ્કારનો અભ્યાસ કરવાથી સાધકનું શરીર નિરોગી અને સ્વસ્થ થાય છે અને તેજસ્વીપણું વધે છે. ‘સૂર્ય નમસ્કાર’ સ્ત્રી, પુરુષ, બાળક, યુવાન તથા વૃદ્ધ બધા માટે ઉપયોગી છે. સૂર્ય નમસ્કારના આસનો ઊર્જા આપે છે અને શરીરને લચીલું બનાવે છે. વહેલી સવારે ઉઠીને સૂર્યનમસ્કાર કરવાથી દિવસ સારો પસાર છે.

અમુક દિવસે માંસ ન ખાવું

આ પાછળનું કારણ એ છે કે મનુઅષ્યનાં શરીરમાં આયરન, વિટામિન બી-૧૨ અને અન્ય તત્વોને પૂરા પાડવા માટે થોડીક જ માત્રામાં માંસ ખાવું જોઈએ. વધારે માત્રામાં મીટ ખાવાથી મસા, પથરિ કે પછી મોટા આંતરડાનો કેન્સર વગેરે જેવા રોગો થઈ શકે છે.

નદીમાં સિક્કા નાંખવા

પ્રાચીન સમયમાં સિક્કા કોપર ધાતુના બનતા હતા. કોપર માનવશરીર માટે બહુ લાભદાયી ધાતુ છે. આ પરંપરાનો મુખ્ય હેતુ પાણી દ્વારા કોપરના ગુણોને માણસના શરીર સુધી પહોંચાડવાનો હતો. એ વખતે નદીઓ પીવાનાં પાણીનો મુખ્ય ઉગમસ્થાન હતી.

 

ઉત્તર દિશામાં મોં રાખીને ન સુવું

હ્યુમન બૉડીનું પોતાનું એક મેગ્નેટિક ફિલ્ડ હોય છે. પૃથ્વીનો વિશાળ મેગ્નેટિક પાવર હોય છે. જો તમે ઉત્તર દિશામાં મોં કરીને સુઈ જાવ છો તો તમારું શરીર પૃથ્વીના મેગ્નેટની વિષમ સ્થિતિમાં આવી જાય છે. જેના લીધે તમારું હૃદય જોઈએ તેના કરતા વધારે કામ કરે છે. આવમાં બ્લડપ્રેશર અને માથાના દુખાવાની તકલીફ થવા લાગે છે.

નીચે બેસીને જમવું

નીચે બેસીને જમતી વખતે આપણે સુખાસનમાં હોઈએ છીએ, જે યોગની જ એક મુદ્રા છે. આ આસન શાંત થવામાં અને પાચન શક્તિ સુધારવામાં મદદ કરે છે.

મંદિરમાં ઘંટ વગાડવો

કહેવાય છે કે ઘંટ વગાડવાથી દુષ્ટ શક્તિઓ દુર થાય છે, પણ તેની પાછળનું તર્ક એક એ પણ છે કે ઘંટ વગાડવાથી મગજ તીક્ષ્ણ બને છે અને પૂજા કરવામાં ધ્યાન કેન્દ્રિત થાય છે. જ્યારે આપણે ઘંટ વગાડીએ છીએ ત્યારે ૭ સેકન્ડ સુધી તેનો ઇકો સાઉન્ડ સંભળાય છે, જેથી આપણાં શરીરના ૭ સાજું કરનાર ભાગોને સક્રિય કરી દે છે.

પગમાં વીંછી પહેરવા

હિન્દુ ધર્મમાં વીછી પહેરવાને પરણિત સ્ત્રીઓની ઓળખ જ માનવામાં આવે છે. સામાન્ય રીતે આ વીંછી પગની બીજી આંગળીએ પહેરવામાં આવે છે. પગની આ નસ યૂરેટસ અને હાર્ટ સાથે જોડાયેલા છે. જેને પહેરવાથી યૂટ્રસ મજબૂત થાય છે. માસિકને સમયે આવવામાં પણ મદદ કરે છે.

બંગડિયો પહેરવી

બંગડિયો પહેરવાથી હાથ પર સતત ઘર્ષણ થાય છે, જેના લીધે બ્લડ સર્ક્યુલેશનનું લેવલ વધે છે. સાથે જ શરીરમાંથી નીકળતી એનર્જી બંગડીના ગોળ આકારને કારણે ફરી શરીરમાં જતી રહી છે.

કાન વિંધવા

કાન વિંધવાથી ડિસીજન મેકિંગ અને થિંકિંક પાવર વધે છે. એનાથી બુદ્ધીનો પણ વિકાસ થાય છે.

 

મિત્રો, જો આ માહિતી ગમી હતી હોય તો અન્ય સાથે જરૂરથી શેર કરજો, ખાસ તો બાળકો સાથે જેથી તેઓ આપણી પરંપરાઓ સાથે વધારે જોડાઈ શકે. 

લેખન સંકલન – જ્યોતિ નૈનાણી

ટીપ્પણી