પ્રાર્થનાનું પરિણામ – શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરનારને તે અચૂક મદદ કરે છે.

પ્રાર્થનાનું પરિણામ

એક નાનો બાળક જૂતાના શોરૂમની બહાર ઉભો-ઉભો, ડિસ્પ્લેમાં મુકેલા જૂતાને ધ્યાનથી જોઈ રહ્યો હતો. ત્યાં અનેક ડિઝાઈનર તથા સફેદથી લઈને અલગ-અલગ રંગોના વિવધ પ્રકારના જૂતા મુકવામાં આવ્યા હતા. તે એક પછી એક જૂતાને રસપૂર્વક જોઈ રહ્યો હતો અને મનમાં કંઇક વિચારતો અને પછી બબડતો હતો.

અચાનક એક મહિલા તેની પાસે આવીને ઉભી રહી. એની ઉમર ૪૦-૪૫ ની આસપાસની હશે. દેખાવ અને પેહરવેશ પરથી તો તે ધનાઢ્ય પરિવારની લાગતી હતી. બાળકને તો ખબરજ ન હતી કે, કોઈ તેની પાસે ઉભું છે. જયારે મહિલાએ તેના માથા પણ હાથ ફેરવ્યું ત્યારે તેને આશ્ચર્ય સાથે તેની તરફ જોયું. મહિલાએ પૂછ્યું. “તું આટલું ધ્યાનથી શું જોઈ રહ્યો છે ?” બાળકના મનમાં જે ચાલી રહ્યું હતું તે ભોળાભાવે જણાવતા કહ્યું કે, “હું ભગવાનને મનાવી રહ્યો હતો કે, એ મને આમાંથી એક જોડી જૂતા આપી દે.”

એની વાત સંભાળીને મહિલા હસવા લાગી અને તેને હાથ પકડીને શોરૂમની અંદર લઇ ગઈ. પછી બાળકને પૂછ્યું કે, “તું કયા જૂતા ભગવાન જોડે માંગી રહ્યો હતો ?” બાળકે જે જૂતા તરફ ઈશારો કર્યો એ જૂતાને કઢાવીને તેને પહેરાવડાવ્યા અને બાળકના ચહેરાને તાકી રહી. બાળકે નિર્દોષ ભાવે પૂછ્યું, “શું તમે ભગવાનની પત્ની છો ?” બાળક માટે આવો સવાલ કરવાનું સ્વાભાવિક હતું કેમ કે ભગવાન છે કે નહિ અને છે તો ક્યાં સ્વરૂપમાં છે તેની ખબર નહોતી.

બોધ : ભગવાન ક્યારે અને કેવા સ્વરૂપમાં મળી જાય તે નિશ્ચિત નથી હોતું. શ્રદ્ધાપૂર્વક પ્રાર્થના કરનારને તે અચૂક મદદ કરે છે.

રોજ આવી પ્રેરણાદાયી વાર્તાઓ વાંચવા માટે લાઈક કરો અમારૂ પેજ 

ટીપ્પણી