સ્કુલના પ્રથમ દિવસે બાળક માટે આટલું ધ્યાન રાખો

૧. બાળકને જણાવી દો કે તેનું શિડ્યૂલ કેવુ હશે. તેન સ્કૂલ શરૂ થવાનો અને પૂરો થવાનો સમય જણાવી દો.

૨. બાળકને સ્કૂલ વિશે સારી અને ખરાબ વાતો પૂછો, તેનાથી જાણો કે તે સ્કૂલમાં શું અનુભવે કરે છે.

૩. બાળકની સાથે સ્કૂલ જાઓ અને સ્કૂલનો ટાઈમ શરૂ થયા પહેલા તેના નવા ટીચરને મળો

૪. તેને સ્કૂલ ખુલવાની સકારાત્મક વાતો જણાવો. આ મજેદાર હશે, તેને નવા મિત્રો મળશે.

૫. બાળકને જણાવો કે સ્કૂલના પહેલા દિવસે દરેક બાળક નર્વસ હોય છે.

૬. તેના લન્ચ બોક્સમાં એક નોટ છોડો જેથી તેને લાગે કે તે જ્યારે સ્કૂલમાં છે તો તમને તેની ચિંતા છે.

૭. તમારા બાળકને વિશ્વાસ અપાવો કે તેને જ્યારે પણ સ્કૂલમાં કોઈ મુશ્કેલી હશે તો તમે ત્યાં જ હશો.

૮. સ્કૂલના પહેલા દિવસે તેને તેના કક્ષાના વિદ્યાથીઓથી મળાવો જેથી સ્કૂલ શરૂ થતા પહેલા તેનો એક મિત્ર હોય.

૯. તમારા પડોશીના બાળકની સાથે તે ચાલતા કે બસમાં સ્કૂલ જાય એવી રીતની વ્યવસ્થા કરો.

૧૦. સ્કૂલ પછી એક્ટિવિટિઝની તપાસ કરો કે શું તે તેમાં શામેલ થઈ થઈ શકે છે? જેમકે બેક ટૂ સ્કૂલ પાર્ટી કે પછી સ્પોર્ટસ ટીમ જોઈન કરવી વગેરે.

સાભાર – બોલ્ડ સ્કાય

ટીપ્પણી