કોથમીરના ફાયદા જાણો અને રોજિંદા આહારમાં તેનો ઉપયોગ વધારો…

કોથમીરના ફાયદા જાણો અને રોજિંદા આહારમાં તેનો ઉપયોગ વધારો.

મિત્રો, આ વાંચીને તમે તમારા આહારમાં કોથમીરનો ઉપયોગ ચોક્કસ વધારી દેશો. કોથમીરમાં એવા ગુણ છે, જે આપણા શરીર, વાળ, આંખો, ત્વચા વિગેરે માટે અત્યંત લાભદાયી છે. તો આવો જાણીએ, કોથમીરના ગુણ અને તેમાં રહેલાં પોષક તત્વો.

પોષક તત્વો :

કોથમીર, કે જેને અંગ્રેજી માં કોરીએન્ડર કહેવામાં આવે છે, તેમાં ફાઈબર, પ્રોટીન, મેગનીઝ, પોટેશિયમ, કોપર, આયર્ન, કેલ્શિયમ, વિટામિન એ, વિટામિન સી, વિટામિન કે જેવા પોષક તત્વો હોય છે.

પાચન માટે ફાયદાકારક :કોથમીરનું સેવન પેટ માટે અત્યંત ફાયદાકારક છે. ગેસની તકલીફ થાય ત્યારે કોથમીર, ચાની કે કોફીની ભૂકી, વરિયાળી, આદુ અને સાકારને સપ્રમાણ લઈ, પાણીમાં ઉકાળીને પીવાથી, પેટમાં રાહત રહે છે. વારંવાર ઝાડા થતાં હોય તેમને છાશમાં કોથમીર નાખીને પીવડાવવાથી રાહત રહે છે.

આંખ માટે ગુણકારી છે :

વિટામિન એ થી ભરપૂર કોથમીર, આંખ માટે ખૂબ ફાયદાકારક છે. ચશ્માના નંબર આવ્યા હોય તેમને માટે કોથમીર ખાવી હિતાવહ છે.

રોગપ્રતિકારક શક્તિ વધારે છે :કોથમીરનું સેવન, મોટી વ્યક્તિમાં તથા બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારે છે કારણ કે તેમાં વિટામિન એ અને સી વિશેષ માત્રામાં હોય છે. શરીરમાં તાકાત રહે છે અને સ્ફૂર્તિ વધે છે.

ખીલ પર રોક મૂકે છે :જેને ચહેરા પર ખૂબ ખીલ થતાં હોય, તેમને માટે કોથમીર આશીર્વાદ સમાન છે. કોથમીરને વાટીને, તેની પેસ્ટ, ચહેરા પર લગાવવાથી ખીલ થતાં અટકે છે. અને થયાં હોય તો તેમાં રાહત રહે છે. ચહેરો ફ્રેશ અને સુંદર દેખાય છે.

ઉલ્ટીમાં ફાયદાકારક :
ઉલ્ટી જેવું થાય ત્યારે કોથમીરનું સેવન, ઉલ્ટીમાં રાહત આપે છે. ઉલ્ટી થતી અટકાવે છે.

શરદી – ઉધરસમાં રાહત રહે છે :

કોથમીરમાં સાકર ભેળવીને ખાવાથી ઉધરસમાં રાહત રહે છે.

ડાયાબીટીસના દર્દીઓ માટે ગુણકારી :ડાયાબીટીસ વાળા દર્દીઓને તેમના ખોરાકમાં કોથમીર રોજ ઉપયોગમાં લેવી જોઈએ. કેમ કે કોથમીર લોહીમાં રહેલા ઇન્સ્યુલીનના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. તેથી જ કોથમીર નો ઉપયોગ ડાયાબીટીસમાં ખુબ ફાયદાકારક છે.

આ ઉપરાંત, મસા, એડકી, ચક્કર આવવા, કફ થવો, સંધિવા, પેશાબને લગતી કોઈ પણ પ્રકારની તકલીફમાં, કોથમીર જ ઉપયોગમાં લઈએ તો ઘણી રાહત મળે છે. આમ કોથમીરના અનેક ફાયદા છે. બાળકોને ખાસ કરીને કોથમીર ખવડાવવી જોઈએ. સ્વાસ્થ્યની સંભાળ માટે, આ લીલી કોથમીર અત્યંત આવશ્યક છે. રોજિંદા આહારમાં કોથમીરનો સદા ઉપયોગ સ્વસ્થ જીવનની નિશાની છે.
આંખોમાં નંબર આવ્યા હોય તો પણ તે ઉતરી જાય, તેવી તાકાત, આ કોથમીરમાં છે.

અસ્તુ!!

લેખન : પ્રાપ્તિ બુચ

દરરોજ આવી અનેક સવાસ્થ્યને ઉપયોગી માહિતી મેળવવા માટે લાઇક કરો અમારું પેજ.

ટીપ્પણી