બબીતાજી ને કેમ કરું પ્રપોઝ ?

6626_jetha-mobile

જેઠાલાલ ને બબિતા વિના હવે ગમતુ ન હતુ. તે ક્યારનો બબિતાને પ્રપોઝ કરવા માગતો હતો પણ હિંમત થતી ન હતી. પણ એક દિવસ રાત્રે નક્કી કરી નાખ્યુ કે આજે કમસે કમ મેસેજ તો કરી જ દેવો. ઘરે ગયો તો સુંદર જેઠાલાલના ફોન પર વાત કરી રહ્યો હતો. માંડ વાત પુરી થઇ ત્યારે જેઠાલાલના હાથમાં તેનો ફોન આવ્યો. રાત્રે 11 વાગ્યે હિંમત ભેગી કરીને જેઠાલાલે મેસેજ ટાઇપ કર્યો,

”બબિતા જી…આઇ લવ યુ.. તમારી સાથે ડેટ પર જાવુ છે..પ્લીઝ મને રિપ્લાય કરીને જણાવો કે તમને કેવુ લાગે છે..”

આટલુ લખીને જેઠાલાલે ફોન બાજુમાં મુકી દીધો. થોડી વાર પછી ફોનમાં એક એલર્ટ મેસેજ આવ્યો. પણ આ મેસેજ જોવાની હિંમત જેઠાલાલમાં ન હતી. મનમાં ટેન્શન ચાલતુ હતુ. તેથી જેઠાલાલે આગલા દિવસે મેસેજ જોવાનુ નક્કી કર્યુ. બીજા દિવસે સવારે જેઠાલાલ ઉઠ્યો. બ્રશ કર્યુ અને ન્હાઇને વાળ ઓળ્યા અને નાસ્તો પતાવ્યો. પછી રુમમાં જઇને મોબાઇલ ઉઠાવ્યો અને મેસેજ વાંચ્યો,

”Dear customer you have insufficient balance to complete your request. kindly recharge your account and try again)”

ટીપ્પણી