બોલિવૂડ અભિનેતા પ્રાણ વિષે રસપ્રદ અને અજાણી વાતો

બોલિવૂડ અભિનેતા પ્રાણ વિષે રસપ્રદ અને અજાણી વાતો

બોલિવૂડ અભિનેતા પ્રાણ 12 જુલાઇ, 2013ના રોજ હિંદી સિનેમાને 400થી વધુ ફિલ્મ્સની ભેટ આપી દુનિયાને અલવિદ કહી ગયાં. આજે તેમની પૂણ્યતિથિ છે. પ્રાણ એક એવા ખલનાયક હતાં જેમને દર્શકો સૌથી વધુ નફરત કરતાં હતાં. ‘ઉપકાર’માં મંગલ ચાચા, ‘જંજીર’માં શેર ખાન વગેરે જેવા પાત્ર દર્શકો ક્યારેય ભૂલી નહીં શકે.60-70ના દાયકામાં હિટ ફિલ્મ્સમાં પ્રાણ ન હોયું એવું નહોતું બનતું. એ વખતે પ્રાણ હિરો અમિતાભ અને શત્રુધ્ન સિંહા કરતાં પણ વધારે પૈસા લેતાં હતાં.

? થોડુ વધારે પણ અગત્યનુ

જન્મ: ૧૨ ફેબ્રુઆરી ૧૯૨૦

અવસાન: ૧૨ જુલાઈ ૨૦૧૩ કાર્યકાળ : ૧૯૪૦-૨૦૦૭

પદ્મશ્રી અને દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને અન્ય અસંખ્ય એવોર્ડઓ વડે નવાજિત પ્રતિભાશાળી અભિનેતા.

૩૫૦ કરતા વધુ હિન્દી ફિલ્મોમાં છ દશકા દરમ્યાન અભિનય કરેલો. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં તેઓ “પ્રાણ સાહેબ” તરીકે ઓળખાતા.

“બરખુરદાર” શબ્દ એમના ડાયલોગનો એક ભાગ હતો. અને પ્રાણ સાહેબ આ શબ્દ ખાસ અંદાજ વડે બોલી શકતા.

દરેક ફિલ્મમાં સંવાદ લેખક “પ્રાણ સાહેબ” માટે એક ખાસ તકિયા કલામ લાઈન લખતા. અને પ્રાણ સાહેબની “સિગારેટ” પીવાની એક ખાસ સ્ટાઇલ રહેતી.

પ્રાણ સાહેબ આંખો વડે, ખાસ અવાજ વડે અને બોડી લેન્ગવેજ વડે જે તે કિરદારને સહજતાથી ઢાળી શકતા એ એમની કુદરતી “પ્રતિભા” હતી.

લાહૌરમાં ફોટોગ્રાફી શીખતા-શીખતાં પોતે જ ફિલ્મ બની ગયા. ભાગલા પડયા ત્યારે પાકિસ્તાન જવું જરૂરી હતું. પણ, નિષ્પ્રાણ થઇ ગયા. પ્રાણ હિ‌ન્દુસ્તાન આવી ગયા. મુંબઇમાં અને આજે ત્યાંથી જ નીકળી ગયા અનંતની યાત્રા પર. ખરીદતી વખતે તેમની વાતચીતના અંદાજથી પ્રભાવિત થઈને વલી સાહેબે તેમને બીજા દિવસે સ્ટુડિયોમાં બોલાવ્યા. ત્યારે ડી.એન. પંચોલી લાહોરમાં ખ્યાતનામ પ્રોડક્શન હાઉસના માલિક હતા અને વલી તેમની સાથે કામ કરતા હતા.

પ્રાણની અદા તેમને એટલી હદે ગમી ગઈ કે તેમને યમલા-જટ ફિલ્મમાં હીરોની ભૂમિકા આપી. ભાગલા બાદ પ્રાણ ભારત આવ્યા. તેમને આત્મવિશ્વાસ એટલો બધો હતો કે આવતાની સાથે જ તાજ હોટેલમાં રૂમ બુક કરાવી. તેમને પૂરી આશા હતી કે કામ તો મળવાનું જ છે. એ જ વર્ષે તેમને સઆદત હસન મંટોની મદદથી જિદ્દી ફિલ્મ મળી ગઈ. ફિલ્મોની તેમની સફરમાં નવા આયામો જોડાતા ગયા. સ્ટારનો હોદ્દો મળ્યો ૧૯પ૬માં આવેલી ફિલ્મ હલાકુથી, જેમાં મીનાકુમારી તેમની અભિનેત્રી હતી. આ તેમની પહેલી ફિલ્મ હતી જેમાં તેઓ ખલનાયકની ભૂમિકામાં હતા. ફિલ્મના હીરો રાજકુમાર હતા.

અભિનેતા પ્રાણ કિસન સિકંદ જીવતા હોત તો આજે ૯૭ વર્ષના થાત. તેમણે કુલ ૬૭ વર્ષમાં ૩૫૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. ‘હલાકુ’ ના હીરો અને મધુમતી, જિસ દેશ મેં ગંગા બેહતી હૈ (રાકા), ઉપકાર, શહીદ, રામ ઔર શ્યામ, આંસુ બન ગયે ફૂલ, જ્હોની મેરા નામ, વિક્ટોરિયા ૨૦૩, બે-ઈમાન, ઝંજીર, ડોન, અમર અકબર એન્થોની કે દુનિયા જેવી ફિલ્મોમાં તેઓ યાદગાર હતાં. સંખ્યાબંધ એવોર્ડ્સ અને સન્માન તેમને મળ્યા હતાં. ૨૦૦૧માં તેમણે પદ્મ ભૂષણ અને ૨૦૧૩માં દાદા સાહેબ ફાલકે એવોર્ડથી તેમને સન્માનિત કરાયા. તેઓ સીએનએનના ‘ઓલ ટાઈમ ટોપ ૨૫ એક્ટર્સ’ની યાદીમાં પણ ઝળકે છે. ૧૨ જુલાઈ, ૨૦૧૩ના રોજ ૯૩ વર્ષની વયે મૃત્યુ પામેલા પ્રાણ સાહેબના જેટલાં વિવિધ રૂપ ભાગ્યે જ જોવા મળે.

? એક દુ:ખની વાત

તેમને દાદા સાહેબ ફાળકે એવાર્ડ જીવનની અંતિમ સંધ્યાએ મળ્યો હતો. જયારે એમને કદાચ એ એવોર્ડ અંગે કશી ગતાગમ નહી હોય. જો આ એવોર્ડ તેમને તેમની સક્રિય કારકિર્દી દરમ્યાન મળ્યો હોત તો એમને વધુ આનંદ હોત.

? મારી વાત

મને પ્રાણ સાહેબના ફકત બે જ પાત્રો સૌથી વધુ ગમતા
1. ઉપકારના મલંગચાચા
2. જંજીરના શેરખાન

? એક ખાસ વાત

12 જુલાઇ આમપણ બોલીવુડ માટે અપશુકનિયાળ કહેવાય છે, કારણકે આ દિવસે ત્રણ દિગ્ગજ અભિનેતાઓએ વિદાય લીધી હતી.

1. રાજેન્દ્રકુમાર
2. દારાસિંગ
3. પ્રાણ

? માહિતી સૌજન્ય :- ઇન્ટરનેટ

? લેખન, સંકલન અને Post :– Vasim Landa ☺ The-Dust Of-Heaven ✍

? આ પોસ્ટમાં કોઇએ કઇપણ પ્રકારનો ફેરફાર કરવો નહિ.

ટીપ્પણી